Women Health :મેનોપોઝ ત્વચાની સુંદરતા છીનવી લે છે. એવર યંગ લૂક માટે કરો આ કામ
Women Health :મેનોપોઝ દરમિયાન, શરીરમાં મોટા ફેરફારો થાય છે. હાડકાં નબળાં થઈ જાય છે. ત્વચા ઢીલી થઈ જાય છે, ચહેરા પર અચાનક કરચલીઓ દેખાવા લાગે છે. વાળનો ગ્રોથ પણ ઘટી જાય છે.
Women Health :મેનોપોઝ દરમિયાન, શરીરમાં મોટા ફેરફારો થાય છે. હાડકાં નબળાં થઈ જાય છે. ત્વચા ઢીલી થઈ જાય છે, ચહેરા પર અચાનક કરચલીઓ દેખાવા લાગે છે. વાળનો ગ્રોથ પણ ઘટી જાય છે.
મેનોપોઝમાં એસ્ટ્રોજનનું લેબલ નીચે જાય છે. ત્વચામાં પાણીની જાળવણીનું લેબલ ઓછું થાય છે. જેના કારણે ત્વચા વોટર રિટેશનનું સ્તર પણ ઘટી જાય છે. મેનોપોઝ દરમિયાન આ બધી સમસ્યાઓનો સામનો કરવા અને સુંદરતા જાળવી રાખવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે.
ડર્મેટોલોજી કહે છે કે, ત્વચા શરીરની અંદર શું થઈ રહ્યું છે તે દર્શાવે છે. જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો ત્વચા નિસ્તેદ થઇ જાય છે અને જો વ્યક્તિ સ્વસ્થ હોય તો ત્વચામાં ચમક આવે છે. તેથી મેનોપોઝ પછી ત્વચાને સ્વસ્થ રાખવા માટે મહિલાઓએ યોગ્ય આહાર લેવો જોઈએ. જેમાં લીલા શાકભાજી, બદામ, પ્રોટીન હોવું જોઈએ. આ સાથે કસરત પણ જરૂરી છે.
તમારું હાઇડ્રેશન લેવલ ઊંચું રાખો. તમારા આહારમાં પુષ્કળ પ્રમાણમાં લિકવિડને સામેલ કરો. ખૂબ ગરમ પાણીથી સ્નાન ન કરો. ત્રણથી ચાર લિટર પાણી પીવું જોઈએ. આ બધી વસ્તુઓ તમારી ત્વચાને હાઇડ્રેટ રાખશે અને ડ્રાયનેસથી બચાવશે પણ નહીં દેખાય.
ખાતરી કરો કે મેનોપોઝ પછીનો ખોરાક એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ હોવો જોઈએ મેનોપોઝના લક્ષણોનો સામનો કરવામાં વિવિધ પ્રકારના ફળો અને શાકભાજી મહત્વની ભૂમિકા ભજવે છે. ત્વચાની સાથે સાથે તે શરીરને ચલાવવામાં પણ મદદ કરે છે.
Skin care: બીમારીથી દૂર રાખવાની સાથે આ જડીબુટ્ટી વધતી ઉંમરની ત્વચા પર અસર ઓછી કરશે
આયુર્વૈદમાં એવું ઓષધ છે, જે વધતી ઉંમરના લક્ષણોને રોકી શકે. આયુર્વૈદિક ઔષધથી ત્વચાને પુરતુ પોષણ મળે છે. કેટલીક જડીબુટ્ટી વધતી ઉંમરના લક્ષણોને ઓછી કરે છે. એવા 4 ઓષઘ છે.જે વઘતી ઉંમરની અસરને ઓછી કરે છે.
મોરિંગામાં ડિટોક્સિફાઇંગના ગુણ છે, જે એન્ટી એન્જિંગને દૂર કરવામાં બેહદ પ્રભાવિત છે. મોરિંગા ત્વચાના ડાઘ-ધબ્બા દૂર કરવાની સાથે પિંગ્મેટેન્શન સામે લડવામાં પણ મદદરૂપ થાય છે. મોરિંગાનું ફેસપેક પર લગાવી શકો છો. જે ત્વચાને કરચલીથી મુક્ત રાખે છે.
અશ્વગંધા એક સુપર ફૂડ છે. જે ત્વચાની કોશિકાને બનાવવામાં મદદ કરે છે. તેનાથી સ્કિન ફ્રેશ લાગે છે. તે ત્વચાની અંદરનું કોલેજનને વધારે છે. જેનાથી સ્કિન પર પરત મોટી આવે છે અને ગ્લો આવે છે. રાત્રે સૂતા પહેલા દૂધમાં અશ્વગંધા મિક્સ કરીને સુકામેવા સાથે પીવો.
લીમડો પ્રાકૃતિક રીતે કોલેજનને વધારે છે. તેમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટરિયલ ગુણ હોય છે. સ્કિનના સ્વાસ્થ્યને સુધારે છે. કરચલીથી સ્કિનને બચાવે છે. લીમડાના તેલનું સ્કિન પર મસાજ કરવાથી સારૂ રિઝલ્ટ મળે છે.
આંબળા વિટામિન સીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. જે એન્ટીઓક્સિડન્ટ ગુણથી ભરપૂર છે. જે સ્કિનને ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને સ્કિનને ગ્લોઇંગ બનાવે છે. આંબળાને કાચા પણ ખાઇ શકો છો અથવા તેનું જ્યુસ પણ ફાયદાકારક છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.