શું ઘી વાળી રોટલી ખાવી ફાયદાકારક છે? ન્યૂટ્રિશિયને કેટલી માત્રામાં ઘી ખાવાની આપી સલાહ?
ઘીમાં ઘણા પ્રકારના વિટામિન હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
chapati with ghee good for you: ઘણા લોકો એવા છે જેઓને ઘી લગાવ્યા વગરની રોટલી ખાવી ગમતી જ નથી. કારણ કે ઘી લગાવ્યા વિનાની રોટલી થોડી કડક થઇ જાય છે જેથી ખાવી ગમતી નથી. પરંતુ જો તેના પર ઘી લગાવવામાં આવે તો તે સોફ્ટ થઈ જાય છે. જેથી તેને ખાવી વધુ ગમે છે. હવે આ બાબતે ન્યૂટ્રિશનિસ્ટ એક્સપર્ટ પાસેથી જાણીએ કે શું ઘી વાળી રોટલી ખાવી ફાયદાકારક છે. બધા જ પ્રશ્નોનો જવાબ આપશે ન્યૂટ્રિશનિસ્ટ આંચલ સોગાની..
આંચલ સોગાણીએ ઘી વાળી રોટલી ખાવા વિશે શું કહ્યું?
આંચલ સોગાનીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે રોટલી પર ઘી કઈ રીતે અને કેટલી માત્રામાં લગાવી ખાવું જોઈએ. ન્યુટ્રિશનિસ્ટ્સ કહે છે કે ખાસ કરીને ઉત્તર ભારતમાં ઘી સાથે રોટલી ખાવાનું કલ્ચર છે. એનો અર્થ એ નથી કે તમે ઘીની આખી બોટલ રેડી દો. જો કે રોટલી પર ઘી લગાવવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બીજી તરફ ઘણા લોકો એવા છે જેઓને લાગે છે કે તેઓ ઘી ખાવાથી જાડા ના થઈ જાય. જેના લીધે તેઓ સંપૂર્ણપણે ઘી ખાવાનું બંધ કરીદે છે.
આંચલ સોગાનીએ ઘીના ફાયદા સમજાવતી એક પોસ્ટ શેર કરી છે. આંચલ કહે છે કે ઘી રોટલીમાં રહેલો 'ગ્લાયસેમિક ઇન્ડેક્સ'ને સંતુલિત રાખે છે. ગ્લાયકેમિક ઇન્ડેક્સ એ કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર ખોરાક માટે રેટિંગ સિસ્ટમ છે. આ સાથે તે કોઈપણ ખોરાકમાં ગ્લુકોઝના સ્તરને પણ અસર કરે છે.
ઘી ખાધા પછી પેટ ભરેલું લાગે છે. તમને બીજી મસાલેદાર વસ્તુઓ ખાવાનું મન નહિ થાય.
ઘીમાં ઘણા પ્રકારના વિટામિન હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. ઘી હોર્મોન્સને સંતુલિત કરે છે અને હેલ્દી કોલેસ્ટ્રોલ જાળવી રાખે છે..
ઘી શરીરમાં રેડિકલની રચનાને અટકાવે છે જે કોષોના કાર્યને નુકસાન પહોંચાડે છે.
સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રુજુતા દિવેકરે પણ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતી વખતે ઘણી વખત લખ્યું છે, 'ઘીમાં ખોરાક રાંધવો અથવા દાળ, ભાત, ભાખરી, બાટી અને રોટલીમાં ઘીનો સમાવેશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં આવશ્યક ફેટી એસિડ હોય છે અને તે શરીરમાં વિટામિન ડી, એ અને ઇની ઉણપને પૂર્ણ કરે છે. આ સાથે તે ભોજનનો સ્વાદ પણ વધારે છે.
ઘણા લોકો ઘી ખાતા નથી
ન્યુટ્રિશનિસ્ટ અને ફૂડ કોચ અનુપમા મેનને કહ્યું, 'સવારે ખાલી પેટે સૌથી પહેલા ઘી ખાઈ શકાય છે. રોટલી કે ભાતમાં પણ ઉમેરી શકાય. ઘીનો ઉપયોગ રસોઈમાં પણ કરી શકાય છે. ખોરાકમાં ઘી નાખવાથી એક અલગ જ સ્વાદનો ઉમેરો થાય છે. જો કે ઘણા લોકોને આ વાતની ખબર નથી હોતી જેથી તેઓ ઘી ખાતા નથી જો કે તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે ઘી તમને ક્યારેય જાડા નહીં બનાવી શકે. જો તમે તેને ખાવાની સાચી રીત જાણતા હશો તો.