Women health tips :ગર્ભાવસ્થાના નવ મહિનાને આ રીતે બનાવો હેલ્ધી
ગર્ભધારણ કર્યા પછી નવ મહિના તંદુરસ્ત ગર્ભાવસ્થા જાળવી રાખવી એ કોઈ પડકારથી ઓછું નથી. ગર્ભવતી થયા પછી મગજમાં એક જ વાત આવે છે કે હવે શું ખાવું જોઈએ, કેવી રીતે કસરત કરવી જોઈએ અને શું ધ્યાન રાખવું જોઈએ.
Women health tips :ગર્ભધારણ કર્યા પછી નવ મહિના તંદુરસ્ત ગર્ભાવસ્થા જાળવી રાખવી એ કોઈ પડકારથી ઓછું નથી. ગર્ભવતી થયા પછી મગજમાં એક જ વાત આવે છે કે હવે શું ખાવું જોઈએ, કેવી રીતે કસરત કરવી જોઈએ અને શું ધ્યાન રાખવું જોઈએ.
જો આપ પહેલીવાર માતા બની રહ્યા છો, તો તમારા માટે એ જાણવું ઘણું જરૂરી કે, તંદુરસ્ત ગર્ભાવસ્થા માટે તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ. અહીં અમે આપને નવ મહિના દરમિયાન તંદુરસ્ત ગર્ભાવસ્થા અને બાળકના તંદુરસ્ત વિકાસ માટે મહત્વપૂર્ણ ટીપ્સ જણાવી રહ્યા છીએ.
સંતુલિત આહાર લો
માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ નહીં, મહિલાઓએ ગર્ભધારણ પહેલા અને ડિલિવરી પછી પણ તેમના આહારનું ધ્યાન રાખવું પડે છે. ગર્ભાવસ્થા દરમિયાન પૌષ્ટિક ખોરાક લેવાથી બાળકના મગજનો યોગ્ય વિકાસ થાય છે અને જન્મ સમયે બાળકનું વજન પણ યોગ્ય રહે છે.
કેવી રીતે કરશો એક્સરસાઇઝ
સ્વસ્થ અને ફિટ રહેવા માટે કસરત કરતાં વધુ સારો કોઈ રસ્તો નથી. સગર્ભાવસ્થા દરમિયાન વધતું વજન પણ કસરત દ્વારા નિયંત્રિત કરી શકાય છે. નિષ્ણાતોના મતે, નિયમિત કસરત કરવાથી માતા અને બાળક બંને સ્વસ્થ અને સુરક્ષિત રહે છે, પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય કસરત પસંદ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.જો કે પ્રગ્નેન્સી દરમિયાન એક્સરસાઇઝ કરતા પહેલા નિષ્ણાંતન સલાહ લેવી અનિવાર્ય. આપ વોકિંગ કરી શકો છો. બ્રિધિંગ એક્સરસાઇઝથી પણ ફાયદો થાય છે.
તણાવ મુક્ત રહો
સ્વાસ્થ્યનો સૌથી મોટો દુશ્મન તણાવ છે. તણાવ ગર્ભવતી સ્ત્રી અને તેના બાળક બંનેને અસર કરે છે. માનસિક અને શારીરિક તણાવથી દૂર રહીને ગર્ભાવસ્થા અને ડિલિવરી દરમિયાન ઘણી સંભવિત મુશ્કેલીઓ ટાળી શકાય છે.તણાવથી ગર્ભધારણ કરવામાં પણ મુશ્કેલી પડે છે અને અકાળે પ્રસૂતિ પણ થઈ શકે છે. આ જ કારણ છે કે ગર્ભવતી મહિલાઓને ખુશ રહેવાની સલાહ આપવામાં આવે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.