શોધખોળ કરો

Skin Care Tips: સ્કિન ટેનની સમસ્યાથી છૂટકારો મેળવા આ હોમમેડ ફેસપેક અજમાવી જુઓ

આ ફેસ પેક ટેનિંગની સમસ્યામાં મદદરૂપ છે. આ માટે એક નાની બાઉલમાં એક ચમચી દહીં લો, તેમાં મકાઈનો લોટ ઉમેરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો

Skin Care Tips: લોકો મકાઈની રોટલી અને સરસવની શાક ખાવાનું પસંદ કરે છે. મકાઈના લોટમાં અનેક પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.તમે તેનો ઉપયોગ કરીને ત્વચાને લગતી ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. તે ટેનિંગ અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. આ લોટનો ઉપયોગ કરીને તમે શુષ્કતા, ખીલથી પણ છુટકારો મેળવી શકો છો.તેમાં હાજર વિટામિન-ડી ત્વચાને કોમળ બનાવે છે. તો ચાલો જાણીએ કે આ લોટથી ફેસ માસ્ક કેવી રીતે બનાવવો.

મકાઈનો લોટ, મધ અને દૂધનું પેક

એક બાઉલમાં એક કે બે ચમચી મકાઈનો લોટ લો, તેમાં એક ચમચી મધ અને એક ચમચી દૂધ ઉમેરો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો. હવે તેને ચહેરા પર લગાવો, 10-15 મિનિટ પછી પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં એક કે બે વાર આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.

 મકાઈનો લોટ અને દહીંનું પેક

આ ફેસ પેક ટેનિંગની સમસ્યામાં મદદરૂપ છે. આ માટે એક નાની બાઉલમાં એક ચમચી દહીં લો, તેમાં મકાઈનો લોટ ઉમેરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. લગભગ 10-15 મિનિટ પછી પાણીથી ધોઈ લો. આ પછી ઓલિવ ઓઈલથી ત્વચા પર માલિશ કરો.

કોર્નફ્લોર, નારિયેળ તેલ અને ઓટમીલનો ફેસ પેક

આ ફેસ પેક બનાવવા માટે એક બાઉલમાં એક ચમચી કોર્નફ્લોર, એક ચમચી ઓટમીલ પાવડર અને એક ચમચી નારિયેળ તેલ લો. હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો. આ પેકને ચહેરા પર લગાવો, 10-15 મિનિટ પછી પાણીથી ધોઈ લો.

 ચહેરા પર કોર્નફ્લોરનો ઉપયોગ કરીને તમે ચમકદાર ત્વચા મેળવી શકો છો. તે ત્વચા પર રહેલી ગંદકીને સાફ કરવામાં મદદ કરે છે. જો તમે સ્વસ્થ ત્વચા મેળવવા માંગો છો, તો તમે નિયમિતપણે કોર્નફ્લોરનો ઉપયોગ કરી શકો છો.

Papaya Bad Food Combinations : ફ્રૂટ ચાટમાં  પપૈયા સાથે આ ફળનું ન કરો સેવન, બની શકે છે જીવલેણ

પપૈયું સ્વાસ્થ્યનો ખજાનો છે. તેના ઘણા ફાયદા છે. જો કે તેમ છતાં કેટલીકવાર તે શરીર માટે ઝેરી બની શકે છે. ભૂલથી પણ પપૈયાની સાથે કેટલાક ફળ ન ખાવા જોઈએ. આનાથી ઘણા ગેરફાયદા થઈ શકે છે.

પપૈયું એક એવું ફળ છે, જેનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે, જે શરીરને સ્વસ્થ અને ફિટ રાખે છે.જો તમે દરરોજ પપૈયુ ખાઓ તો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ શરીરને ઘણા રોગો અને ચેપથી બચાવે છે. આટલા બધા ફાયદા હોવા છતાં પપૈયું ઝેરી પણ હોઈ શકે છે. જો તમે પપૈયા સાથે કેટલીક વસ્તુઓ (પપૈયા બેડ ફૂડ કોમ્બિનેશન) ખાઓ છો, તો તે ઝેરની જેમ કામ કરવાનું શરૂ કરે છે અને જીવલેણ બની શકે છે. તો આવો જાણીએ પપૈયા સાથે શું ન ખાવું જોઈએ.

લીંબુ

પપૈયું અને લીંબુ બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ ભૂલથી પણ તેને એકસાથે ન ખાવા જોઈએ. જો તમે પપૈયાને સલાડ તરીકે ખાઓ અને તેમાં લીંબુનો રસ નાખો તો તે ઝેર જેવું કામ કરી શકે છે. બંનેનું એકસાથે સેવન કરવાથી હિમોગ્લોબિનનું સ્તર બગડી શકે છે. એનિમિયાના  શિકાર બની શખો છો.

નારંગી

લીંબુની જેમ નારંગી પણ ખાટું ફળ છે. ભૂલથી પણ પપૈયું અને સંતરા એકસાથે ન ખાવા જોઈએ. આ તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. અન્ય ઘણા ગેરફાયદા પણ હોઈ શકે છે. એટલા માટે ભૂલથી પણ આ સંયોજન ન અપનાવવું જોઈએ.

કેળા

પૌષ્ટિક ફળની વાત કરવામાં આવે તો કેળાનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. પરંતુ ભૂલથી પણ પપૈયાની સાથે કેળા ન ખાવા જોઈએ. બંનેને એકસાથે ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

દૂધ

પપૈયામાં પેપેઈન નામનું એન્ઝાઇમ જોવા મળે છે. તે શરીરની અંદર દૂધના પ્રોટીનને તોડી શકે છે. જેના કારણે અપચો, પેટનું ફૂલવું અને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. એટલા માટે પપૈયું ક્યારેય દૂધ સાથે ન ખાવું જોઈએ.

 Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget