Beauty Tips: સુંદરતા વધારે છે વિટામિન ઇ,આ ફૂડમાંથી સૌથી વધુ મળે છે, નિયમિત કરો સેવન
Vitamins For Health: શરીરને સુંદર અને સ્વસ્થ બનાવવા માટે વિટામિન્સ જરૂરી છે. તમારા આહારમાં આ વિટામીનનો સમાવેશ કરો, તેનાથી તમારી ત્વચા અને વાળ ગ્લોઇંગ બનશે.
Vitamins For Health: શરીરને સુંદર અને સ્વસ્થ બનાવવા માટે વિટામિન્સ જરૂરી છે. તમારા આહારમાં આ વિટામીનનો સમાવેશ કરો, તેનાથી તમારી ત્વચા અને વાળ ગ્લોઇંગ બનશે.
તંદુરસ્ત અને સુંદર શરીર માટે વિટામિન્સની પણ જરૂર છે. એવા ઘણા વિટામિન્સ છે જે તમારી ઉંમરની ગતિને ધીમી કરે છે. તેનું સેવન કરવાથી શરીર સુંદર અને સ્વસ્થ બને છે. આ વિટામિન્સ વાળથી લઈને ત્વચાની સંભાળ રાખવા માટે જરૂરી છે. આવા બે વિટામિન વિટામિન A અને વિટામિન E છે. વિટામિન E ત્વચા અને વાળને સુંદર બનાવે છે. એ જ રીતે શરીરને સ્વસ્થ બનાવવા માટે વિટામિન એ ખૂબ જ જરૂરી છે. વિટામિન A એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. જે કોષોને નુકસાન થવાથી બચાવે છે. વિટામીન A આંખોની રોશની, મજબૂત હાડકાં, ત્વચા અને કોષો માટે જરૂરી છે. વિટામિન A અને વિટામિન Eની ઉણપને તમે આ વસ્તુઓથી પૂરી કરી શકો છો
વિટામિન ‘A’થી ભરપૂર આહાર
ગાજર- ગાજરને વિટામિન Aનો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવે છે. આંખની સમસ્યા હોય તો ડોક્ટરો ગાજર ખાવાની સલાહ આપે છે. દરરોજ એક વાટકી ગાજર ખાવાથી તમારી વિટામિન Aની ઉણપ પૂરી કરી શકાય છે.
ટામેટાં- ટામેટાંમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેમાં વિટામિન એ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. ટામેટા વિટામિન સીનો સારો સ્ત્રોત છે. ટામેટાંમાં ક્રોમિયમ હોય છે, જે શરીરમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે.
શક્કરિયા- શક્કરિયા જેટલા સ્વાદિષ્ટ છે, તેટલું જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. શક્કરિયામાં વિટામિન A ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે ખાસ કરીને નારંગી રંગના શક્કરીયામાં સમૃદ્ધ છે.
કોળું- કોળાના ઘણા ફાયદા છે. કોળામાં મુખ્યત્વે બીટા કેરોટીન હોય છે, જે વિટામિન A પૂરું પાડે છે. તમે કોળાના બીજનો પણ ઉપયોગ કરી શકો છો. મોટા ભાગના ઘરોમાં તેનું શાક બને છે.
દૂધ- દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. દૂધમાં વિટામિન A પણ ભરપૂર માત્રામાં હોય છે. દૂધ પીવાથી હાડકાના વિકાસમાં મદદ મળે છે. દૂધ કોષોને વધારવામાં પણ મદદ કરે છે.
વિટામિન ‘E’થી ભરપૂર આહાર
બદામ- વિટામીન Eની ઉણપને દૂર કરવા માટે તમારે ભોજનમાં બદામનો સમાવેશ કરવો જ જોઈએ. બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બદામ વિટામીન E ના સમૃદ્ધ સ્ત્રોત તરીકે જાણીતી છે.
સૂર્યમુખીના બીજ- સૂર્યમુખીના બીજ વિટામિન ઈની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે. આને સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે. સૂર્યમુખીના બીજમાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. તેને ખાવાથી પાચનતંત્ર સક્રિય રહે છે. તમે સૂર્યમુખી તેલ પણ ખાઈ શકો છો.
એવોકાડો- એવોકાડો એક એવું ફળ છે જે પોષક તત્વોથી ભરપૂર હોય છે. આમાં તમને વિટામિન ઈ સારી માત્રામાં મળે છે. એવોકાડોમાં વિટામિન-સી પણ ભરપૂર માત્રામાં હોય છે, જે પાચનમાં પણ મદદ કરે છે.
ઓલિવ- ઓલિવમાંથી વિટામિન E પણ મળે છે. તમે સલાડ કે ફૂડમાં કોઈપણ રીતે ઓલિવનો ઉપયોગ કરી શકો છો. તમે ઓલિવ તેલમાં ખોરાક અને શાકભાજી રાંધી શકો છો. ઓલિવ સ્વાદ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
મગફળી અને સોયાબીન- સોયાબીન અને મગફળી પણ વિટામિન E ના સારા સ્ત્રોત છે. તમે તેને તમારા આહારમાં સામેલ કરી શકો છો. આ વિટામિનની પૂર્તિ માટે આપ સોયાબીન તેલ અને પીનટ બટરનો પણ ઉપયોગ કરી શકો છો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા પર અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )