શોધખોળ કરો
Advertisement
Video: ફ્રાંસના નીસ શહેરમાં આતંકી હુમલો, હથિયાર ભરેલા ટ્રકે 84 લોકોને કચડ્યા
નવી દિલ્લી/નીસ: ફ્રાંસના નેશનલ ડે ના દિવસેજ ત્યાં આતંકી હુમલો થયો છે. નીસ શહેરના એક રિસોર્ટમાં આતિશબાજી કરવા ભેગા છયેલા લોકોને અચાનક એક ટ્રકે કચડી નાખતા 77 લોકોના મોત થયા છે. મૃતકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. લગભગ 100થી વધારે લોકો ઘાયલ થયા છે.
LIVE UPDATES:
- ફ્રાંસના રાષ્ટ્રપતિ ઓલાંદે આ ઘટનાને આતંકી હુમલો ગણાવી.
- વિદેશ મંત્રાલયે પેરિસ સ્થિત ભારતીય દૂતાવાસનો હેલ્પલાઈન નંબર +33-1-40507070 જાહેર કર્યો છે. કોઈ પણ જાણકારી માટે અહીં કોલ કરી શકાય છે.
- વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યુ છે કે આ હુમલામાં કોઈ પણ ભારતીયની માર્યા ગયા કે ઘાયલ થયાના અહેવાલ નથી.
- નીસ શહેરમાં રહેતા સંગીતકાર નિહાર મેહતાએ પણ પુષ્ટિ કરતા કહ્યું છે કે આ હુમલામાં કોઈ ભારતીય પ્રભાવિત થયો નથી.
- જે નીસ શહેરમાં આ હુમલો થયો છે ત્યાં લગભગ 2 હજાર ભારતીયો રહે છે. જેમાં મોટા ભાગના દક્ષિણ ભારતીય રાજ્યોમાંથી આવે છે.
- ફ્રાંસના ગૃહમંત્રાલયના જણાવ્યા મુજબ આરોપી ટ્રક ડ્રાઈવરને પોલીસે ઠાર માર્યો છે. અને આ જાણી-જોઈને કરવામાં આવેલો હુમલો છે.. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ ગોળીબારની પણ વાત કહી છે.
#BREAKING Video of the truck running people down in #Nice pic.twitter.com/OWTz4Dm7y7
— Silver Surfer (@RobPulseNews) July 14, 2016
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement