શોધખોળ કરો

Sunita Williams Return: નવ મહિના બાદ સુનિતાની વિલિયમ્સની વાપસી, સ્પેસએક્સે લોન્ચ કર્યુ મિશન

Sunita Williams Return: સુનિતા વિલિયમ્સ છેલ્લા નવ મહિનાથી ISS પર છે. તેને અને તેના સાથીદાર બૂચ વિલ્મોરને પાછા લાવવા માટે, નાસા અને સ્પેસએક્સે સંયુક્ત રીતે ક્રૂ-10 મિશન શરૂ કર્યું છે

Sunita Williams News: NASA અને SpaceX એ શનિવારે સફળતાપૂર્વક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર માનવ મિશન લોન્ચ કર્યું. ગયા જૂનથી અવકાશમાં ફસાયેલા નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને પરત લાવવા માટે આ મિશન મોકલવામાં આવ્યું છે.

 ડ્રેગન અવકાશયાન સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટ પર ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી શુક્રવારે સાંજે 7:03 કલાકે (શનિવારે IST સવારે 4:33 વાગ્યે) ઉપડ્યું. સુનીતા વિલિયમ્સની અવકાશમાંથી પરત ફરવાનો આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે (16 માર્ચ) નાસાનું મિશન ક્રૂ-10 સ્પેસ સ્ટેશન સાથે જોડાશે. આ પછી સુનીતા વિલિયમ્સ પોતાનો વિદાય સંદેશ આપશે.

14 માર્ચે ઉડાન ભરી હતી

યુએસ સ્પેસ એજન્સી નાસાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું, "અવકાશમાં સારો સમય પસાર કરો,  તમે બધા!" ક્રૂ 10 શુક્રવાર, માર્ચ 14 ના રોજ સાંજે 7:03 વાગ્યે ET (2303 UTC) નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ઉપડ્યું.

"ફાલ્કન 9 એ સ્પેસ સ્ટેશન પર ડ્રેગનનું 14મું માનવ સ્પેસફ્લાઇટ મિશન, ક્રુ-10 લોન્ચ કર્યું," જે અંતરિક્ષ સ્ટેશન માટે ડ્રેગનનું 14માં માનવ અંતરિક્ષ ઉડાન મિશન છે.ક્રૂ-10 મિશન નાસાએ અંતરિક્ષ યાત્રી એની મૈક્કેલેન અને નિકોલ એયર્સ, જાપાન એરોસ્પેસ એક્સલોરેશન એજન્સીની અતંરિક્ષ યાત્રા તાકુયા ઓનિશી અને રશિયાની અંતરિક્ષ એજન્સી રોસ્કોસ્મોસના અંતરિક્ષ યાત્રી કિરિલ  પેસકોવને આઇઆઇએસ સુધી પહોંચાડશે.

તેને ડોક કરવામાં 28.5 કલાક લાગશે

ISS તરફ જતા અવકાશયાનને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સ્વાયત્ત રીતે ડોક કરવામાં લગભગ 28.5 કલાકનો સમય લાગશે. ક્રૂ-10 ઓર્બિટલ લેબોરેટરીમાં પહોંચ્યા પછી, નાસાનું સ્પેસએક્સ ક્રૂ-9 મિશન, જેમાં સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરનો સમાવેશ થાય છે, પૃથ્વી પર પાછા આવશે.

લોન્ચનું મૂળ આયોજન 13 માર્ચે કરવામાં આવ્યું હતું, પરંતુ રોકેટ પર ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મની હાઇડ્રોલિક સિસ્ટમમાં સમસ્યાને કારણે એક કલાક કરતાં પણ ઓછા સમયમાં લોન્ચિંગ રદ કરવામાં આવ્યું હતું.

તેની વાપસી અંગે સુનીતા વિલિયમ્સે કહ્યું હતું કે તે પહેલા તેના બે કૂતરાઓને મળવા માંગશે. તેણી તેના માટે ખૂબ જ ખાસ છે. પૃથ્વી પર સુરક્ષિત રીતે ઉતર્યા પછી પણ સુનીતા અને તેના સાથીઓને લાંબા સમય સુધી અનેક પડકારોનો સામનો કરવો પડશે. તેમને ખાવા-પીવાથી લઈને ચાલવા સુધીની દરેક બાબતોનું ધ્યાન રાખવું પડશે.

વિલિયમ્સ અને તેમના સાથીદાર બૂચ વિલ્મોર જૂન 2024 થી ફસાયેલા છે.

વિલિયમ્સ અને તેમના સાથીદાર બૂચ વિલ્મોર જૂન 2024 થી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ફસાયેલા છે. તે બંને જૂનમાં બોઈંગના સ્ટારલાઈનરમાં આઠ દિવસના મિશન પર આઈએસએસ ગયા હતા. જો કે, ટેક્નિકલ સમસ્યાઓએ સ્ટારલાઈનરને તેમના વળતર માટે અસુરક્ષિત બનાવ્યું હતું.

નાસાએ જણાવ્યું હતું કે વિલ્મોર અને વિલિયમ્સ અન્ય અવકાશયાત્રીઓ સાથે ISS પર સંશોધન અને જાળવણી કાર્યમાં સક્રિયપણે રોકાયેલા છે અને સંપૂર્ણપણે સુરક્ષિત છે. એવી અપેક્ષા છે કે વિલિયમ્સ અને તેમના સાથીદાર બૂચ વિલ્મોર 20 માર્ચે પૃથ્વી પર પાછા ફરશે.

ટોપ સ્ટોરી

ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
IT સેક્ટરમાં બમ્પર ભરતી: TCS અને ઇન્ફોસિસમાં 14,000 નોકરીઓ! જાણો કઈ કંપની આપી રહી છે તક
IT સેક્ટરમાં બમ્પર ભરતી: TCS અને ઇન્ફોસિસમાં 14,000 નોકરીઓ! જાણો કઈ કંપની આપી રહી છે તક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
Embed widget