શોધખોળ કરો

અમદાવાદના કયા વિસ્તારમાં 10 દિવસનું સ્વયંભૂ લોકડાઉન કરી દેવાયું જાહેર? લોકોને શું કરાઇ અપીલ?

રાણીપ વિસ્તારમાં આજથી એટલે કે 26મી ઓક્ટોબરથી 4 નવેમ્બર, 10 દિવસ માટે સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે. રાધાસ્વામી રોડ પર આવેલી 50થી વધુ સોસાયટીઓએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે.

અમદાવાદઃ ગુજરાતમાં ઓક્ટોબર મહિનાની શરૂઆતથી કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસો ઘટ્યા પછી ફરીથી સંક્રમણ વધવાનું શરૂ થયું છે. ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક જ અઠવાડિયામાં કોરોનાથી 6 લોકોના મોત થતાં લોકો ફફડી ગયા છે. મળતી વિગોત પ્રમાણે રાણીપ વિસ્તારમાં આજથી એટલે કે 26મી ઓક્ટોબરથી 4 નવેમ્બર, 10 દિવસ માટે સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે. રાધાસ્વામી રોડ પર આવેલી 50થી વધુ સોસાયટીઓએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. તેમજ કોરોનાના સંક્રમણથી બચવા ઘરની બહાર ન નિકળવા વિનંતી કરવામાં આવી છે. આ અંગેના રાણીપમાં બેનર પણ લગાવાયા છે. કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ લોકડાઉનમાં જોડાઇ છે. દિવાળીના સમયે સંક્રમણ ન વધે તે માટે રાણીપની સોસાયટીઓ દ્વારા નિર્ણય લેવાયો છે. સામાજિક સંગઠનોએ લોકોને ઘરમાં સુરક્ષિત ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આ વિસ્તારમાં એક જ અઠવાડિયામાં કોરોનાથી 6 લોકોનું નિધન થતાં લોકોમાં ફરીથી કોરોનાનો ડર ફેલાયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 919 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. 16 જુલાઈ બાદ રાજ્યમાં કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 1 લાખ 67 હજાર 173 છે. છેલ્લા 24 કલાકમાં વધુ 7 સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3 હજાર 689 પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનો કુલ આંક હવે 1.50 લાખની નજીક છે. રાજ્યમાં હાલ 13 હજાર 936 એક્ટિવ કેસ છે. જ્યારે 65 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાંથી 166 , ગ્રામ્યમાંથી 61 સાથે કુલ 227 નવા કેસ નોંધાયા. સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 35 હજાર 559 છે.અમદાવાદમાં શહેરમાં 162 અને ગ્રામ્યમાં 12 સાથે નવા 174 સાથે કુલ કેસનો આંક 41 હજાર 455 છે. વડોદરા શહેરમાં 72 અને ગ્રામ્યમાં 43 સાથે 115, રાજકોટ શહેરમાં 65 અને ગ્રામ્યમાં 32 સાથે 97 નવા કેસ નોંધાયા.. વડોદરામાં કોરોનાના કુલ કેસનો આંક હવે 15 હજારને પાર થઇને 15140 થયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...

ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....

ઈદ પર બેંકો ખુલ્લી રહેશે, RBIએ ૩૧ માર્ચની રજા કેમ રદ કરી? જાણો શેરબજાર ચાલુ રહેશે કે બંધ?

DC vs SRH Score: દિલ્હીએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, ફાક ડૂ પ્લેસીસની આક્રમક ફિફ્ટી
DC vs SRH Score: દિલ્હીએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, ફાક ડૂ પ્લેસીસની આક્રમક ફિફ્ટી
Advertisement
ABP Premium

વિડિઓઝ

BIS Raid : BISની દેશભરમાં કાર્યવાહી, એમેઝોન-ફ્લિપકાર્ટના વેરહાઉસમાં દરોડા, જુઓ અહેવાલMann Ki Baat : વડાપ્રધાન મોદીએ ચૈત્રી નવરાત્રિ, ગુડી પડવા અને ભારતીય નવા વર્ષની પાઠવી શુભકામનાRajkot Accident Case : અકસ્માતમાં ઘાયલ યુવકનું મોત , પરિવારનો લાશ સ્વીકારવા ઇનકાર ; 2ની ધરપકડUmesh Makwana Controversy : AAP MLA ઉમેશ મકવાણા સામે પૂર્વ PAનો ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ઈદ પર બેંકો ખુલ્લી રહેશે, RBIએ ૩૧ માર્ચની રજા કેમ રદ કરી? જાણો શેરબજાર ચાલુ રહેશે કે બંધ?
ઈદ પર બેંકો ખુલ્લી રહેશે, RBIએ ૩૧ માર્ચની રજા કેમ રદ કરી? જાણો શેરબજાર ચાલુ રહેશે કે બંધ?
DC vs SRH Score: દિલ્હીએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, ફાક ડૂ પ્લેસીસની આક્રમક ફિફ્ટી
DC vs SRH Score: દિલ્હીએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, ફાક ડૂ પ્લેસીસની આક્રમક ફિફ્ટી
નાની ભૂલથી અટકી જશે રાશન! રેશન કાર્ડના આ નિયમો જાણી લો, નહીં તો નહીં મળે અનાજ

Kamakhya Train Derailed: ઓડિશામાં ટ્રેન દુર્ઘટના, કામાખ્યા એક્સપ્રેસના 11 AC  કોચ ટ્રેક પરથી ઉતરી ગયા

મ્યાનમારમાં તબાહી બાદ ફરી એક વખત આવ્યો ભૂકંપ, જાણો કેવી છે પરિસ્થિતિ 

1 એપ્રિલથી જ  રાજ્યમાં કમોસમી વરસાદની કરાઈ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 

Embed widget