શોધખોળ કરો

ડયુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સામે લડી રહેલા 12 વર્ષના અયાનને આપની મદદની છે જરૂર

અયાન કોઈ શિક્ષક કે આર્ટક્લાસમાં પાસેથી આર્ટવર્ક કરવાનું શીખ્યો નથી

અમદાવાદનો 12 વર્ષનો અયાન જરીવાલા કે જેની પાસે કુદરતી આપેલી એવી કળા છે કે તેને દેશ અને વિદેશમાં કળા થકી નામના મેળવી છે. આર્ટ વર્ક કરવામાં પારંગત અયાન દિવ્યાંગ છે, જે ચાલી નથી શકતો. કેમ કે, અયાન ડયુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સામે લડી રહ્યો છે. 12 વર્ષનો અયાન પલભરમાં જ સુંદર આર્ટ વર્ક તૈયાર કરી લે છે. અયાનની આ કળા યુનેસ્કોએ જોતા અયાનને એવોર્ડ આપવા માટે આમંત્રણ અપાયું હતું. અયાનની સારવાર માટે પરિવાર અને સ્નેહીજનો એક ફંડ રેઈઝ અભિયાન ચલાવી રહ્યા છે.

અત્યારે #ILOVEAYAN ઝુંબેશ ચાલી રહી છે. જેને અત્યારે ઘણા લોકોનો સહયોગ પણ મળી રહ્યો છે. અયાનની આ બીમારી દૂર કરી તેને દોડતો કરવા માટે 16 કરોડનું ફંડ જોઈએ છે. ઈમ્પેક્ટ ગુરુ થકી ફંડ રેઈઝનું આ મહાઅભિયાન ચાલી રહ્યું છે. આ બાળકને નોર્મલ કરવા માટે અત્યારે ફંડ રેઈઝ https://www.impactguru.com/fundraiser/help-ayaan-jariwala (ઈમ્પેક્ટગુરુ) પર આ ઝુંબેશ ચાલે છે. આ ફંડ રેઈઝ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 23 લાખ રૂપિયા એકત્ર થયા છે.

આ ફંડ રેઈઝમાં કોઈ પણ જોડાઈને અયાનને બેઠો કરવામાં આર્થિક મદદ કરી શકે છે. અયાન ડયુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સામે લડી રહ્યો છે. આ તકલીફ સામે સારવાર કરવા માટે ફંડ એકત્રિત કરવા માટે અયાનનો આ પ્રથમ પ્રયાસ છે. અયાને આ પરિસ્થિતિ વચ્ચે પણ ક્યારે હિંમત હારવાનું વિચાર્યું નથી. અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ ઉભા રહેલો અયાન આજે અનેક લોકો માટે પ્રેરણા બન્યો છે. અયાન અત્યારે વ્હીલ ચેર પર બેસીને આર્ટ બનાવે છે. તેનામાં આર્ટ બનાવવાની એટલી અદભૂત સ્કિલ છે કે, તેને વિવિધ પ્રકારના આર્ટ બનાવીને મ્યુઝિમમાં લોકો સમક્ષ શોકેસ પણ કર્યા છે. સ્કૂલમાં તેણે આર્ટવર્ક શીખવાની શરૂઆત કરી હતી અને અયાનની ઉમદા આર્ટને જોતાં તેનું એક્ઝિબિશનનું આયોજન પણ અવાર નવાર થતું રહે છે.

અયાન કોઈ શિક્ષક કે આર્ટક્લાસમાં પાસેથી આર્ટવર્ક કરવાનું શીખ્યો નથી. તેને આ ગોડ ગિફ્ટ મળેલી છે. જો કે તેના કલા શિક્ષક તેના માર્ગદર્શક છે, જે તેને દરેક પગલે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપે છે. તદુપરાંત રિવરસાઇડ સ્કૂલ જ્યાં તે અભ્યાસ કરવા જાય છે ત્યાં તેના અભ્યાસની પણ કાળજી લેવામાં આવે છે. અયાનના માતા-પિતા પણ ખૂબ દરકાર લઇ રહ્યા છે. અયાનને હેલ્થી ફૂડ, ન્યુટ્રીશિયન ફૂડની સાથે મનગમતું ભોજન આપવામાં આવે છે. જેથી તે તંદુરસ્ત જીવન જીવી શકે છે. અયાનને નિયમિત કસરત કરાવવામાં આવી રહી છે. પરંતુ આ પુરતું નથી. તેની સારવાર માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે. સ્વાભાવિક રીતે તેનો પરિવાર આટલી મોટી રકમ ખર્ચી શકે તેટલો સક્ષમ નથી. માટે આ બાળકને લોકોની આર્થિક મદદની જરૂર છે, જેથી કરીને તે પગભર બની શકે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
શું તમે આ બેંકમાં પૈસા જમા કરાવ્યા છે, RBIએ લાઇસન્સ રદ કર્યું છે, જાણો જમા પૈસાનું શું થશે
શું તમે આ બેંકમાં પૈસા જમા કરાવ્યા છે, RBIએ લાઇસન્સ રદ કર્યું છે, જાણો જમા પૈસાનું શું થશે
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Embed widget