Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update:હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજા વરસી રહ્યાં છે. સૌથી વધુ બનાસકાઠામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દાંતામાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે.
Rain Update:ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. 4 જુલાઈ સવારના બનાસકાંઠાના દાંતામાં ભારે વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંઘાયો આંકડા પર નજર કરીએ.
છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં નોંધાયો વરસાદ
છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દાંતામાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. તો બનાસકાંઠાના વડગામમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. મહીસાગરના કડાણામાં સાડા ત્રણ ઈંચ,પંચમહાલના શહેરામાં ત્રણ ઈંચ,નર્મદાના તિલકવાડામાં પોણા ત્રણ ઈંચ,મહીસાગરના ખાનપુરમાં સવા બે ઈંચ,કઠલાલ, ગળતેશ્વરમાં બે બે ઈંચ,પાલનપુરમાં બે ઈંચ,કુકરમુંડામાં બે ઈંચ ,કપરાડામાં પોણા બે ઈંચ ,ઠાસરામાં પોણા બે ઈંચ,ઉમરપાડામાં પોણા બે ઈંચ,નાંદોદ, ઝઘડીયામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે.
તો બીજી તરફ સુરત શહેરમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે. ઉમરગામ,ખેડબ્રહ્મામાં સવા ઈંચ,હાલોલ, સતલાસણામાં સવા ઈંચ,સિંગવડ, સિદ્ધપુરમાં સવા ઈંચ,બાલાસિનોર, નસવાડીમાં એક ઈંચ,અંકલેશ્વર, ગરૂડેશ્વરમાં એક ઈંચ,સાગબારા,વડાલીમાં વરસ્યો એક એક ઈંચ,ડેડિયાપાડા, સંજેલીમાં વરસ્યો પોણો ઈંચ,માલપુર, કામરેજ, આહવામાં પોણો ઈંચ,ઓલપાડ, વઘઈમાં વરસ્યો પોણો ઈંચ,સુરતના માંડવી, ખેડાના મહુધામાં પોણો ઈંચ,લુણાવાડા, ક્વાંટ, વિજયનગરમાં અડધો ઈંચ,પારડી, અમદાવાદ શહેરમાં અડધો ઈંચ,ખેરાલુ, સોનગઢ, વડનગરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 21.14 ટકા વરસાદ
રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઇ ત્યારથી અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 21.14 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીનો 29.31 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં સિઝનનો અત્યાર સુધીનો 25.59 ટકા, દ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો 21.99 ટકા, તો ઉ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો 15.43 ટકા વરસાદ વરસી ચૂક્યો છે . મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો 14.40 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના નવ જિલ્લામાં વરસાદનું અનુમાન છે. ઉત્તર ગુજરાતના ચાર અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસી શકે છે, તો કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, સુરત, નવસારી અને વલસાડમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે.