શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાની વિસ્ફોટક સ્થિતિઃ અમદાવાદમાં એક જ દિવસમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં 17 નવા સ્થળનો વધારો
રાજ્યમાં કોરોનાનો પ્રકોપ વધતા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાજ્ય સરકારે રાતના 9થી સવારના 6 સુધી કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદઃ શહેરમાં કોરોના વિસ્ફોટ બાદ એક જ દિવસમાં 17 માઈક્રો કન્ટેનમેન્ટ સ્થળ વધ્યા છે. 17 પૈકી આઠ નદીપારના સ્થળોના સમાવેશ કરાતા કુલ 105 સ્થળ માઈક્રોકન્ટેનમેન્ટમાં સમાવાયા છે.
દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના પાંચ-પાંચ સ્થળોને નિયંત્રિત જાહેર કરવામાં આવ્યા છે. નવા સમાયેલા સ્થળમાં દક્ષિણ ઝોનના પાંચ, પશ્ચિમ ઝોનના બે, દક્ષિણ-પશ્ચિમ ઝોનના પાંચ, પૂર્વ ઝોનના ત્રણ, ઉત્તર-પશ્ચિમ ઝોનના પાંચ, પૂર્વ ઝોનના ત્રણ, ઉત્તર-પશ્ચિમ ઝોનના એક અને ઉત્તર ઝોનના એક સ્થળનો સમાવેશ કરાયો છે.
નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાનો પ્રકોપ વધતા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાજ્ય સરકારે રાતના 9થી સવારના 6 સુધી કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ અમદાવદામાં તો શનિવાર અને રવિવારે પૂર્ણ કર્ફ્યુ લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં શુક્રવારે રાતે નવા વાગ્યાથી કર્ફ્યુ લાગુ થઈ ગયું છે. અમદાવાદમાં સોમવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. અમદાવાદમાં કર્ફ્યુનો અલમ કરાવવા માટે રાતના નવ વાગ્યા પહેલા જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.
અમદાવાદમાં કર્ફ્યુના અમલ માટે સાંજે સાત વાગ્યાથી જ પોલીસે અલગ અલગ વિસ્તારોમાં ચેતવણી શરૂ કરી દીધી હતી. રાત્રે આઠ વાગ્યે જ મોલ, દુકાનો બંધ થઈ ગઈ હતી. કર્ફ્યુના જાહેરાનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધાશે. દૂધ,દવા સહિતની આવશ્યક ચીજવસ્તુઓને છુટછાટ આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion