શોધખોળ કરો

ખાનગી શાળાને ટક્કર આપતી અમદાવાદ કોર્પોરેશન સંચાલિત SVP સ્કૂલમાં પ્રવેશ માટે પડાપડી, 200 વિદ્યાર્થીઓ વેઇટિંગમાં

SVP School Ahmedabad : આસપાસની ખાનગી શાળાઓએ સ્કીમ રાખી છે કે SVP સ્કૂલમાંથી જે એડમિશન રદ્દ કરાવી અમારી શાળામાં આવે તેઓને ફીમાં 2 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

Ahmedabad : આમ તો ખાનગી શાળાને કોઈ સરકારી શાળા ટક્કર આપે તે લોઢાના ચણા ચાવવા જેવી વાત કહેવાય. પરંતુ આ અશક્ય  વાતને શક્ય બનાવી છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત  SVP  શાળાએ. આ શાળામાં એડમિશન લેવાનો ધસારો એટલો વધારે છે કે એડમિશન માટે 200 વિદ્યાર્થીઓનું વેઈટીંગ ચાલી રહ્યું છે. એટલું જ નહિ આસપાસમાં આવેલી કેટલીક ખાનગી શાળાઓએ તો આ સરકારી શાળાને ટક્કર આપવા ફીમાં ડિસ્કાઉન્ટ ઓફર પણ મૂકી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં 11 સ્માર્ટ સ્કૂલ, 8 નવી શરૂ થશે 
છેલ્લા કેટલાક વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલમાં શિક્ષણમાં સુધારો આવ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં 11 જેટલી સ્માર્ટ શાળાઓ તૈયાર થઈ ચૂકી છે અને આગામી વર્ષમાં વધુ 8 સ્માર્ટ સ્કૂલ શહેરના અલગ અલગ વિસ્તારમાં શરૂ કરવામાં આવશે. સરકારી સ્કૂલમાં શિક્ષણમાં સુધારો અને ફી ઉઘરાવવામાં ખાનગી શાળાઓની મનમાની સામે  વાલીઓ હવે ફરી સરકારી શાળાઓ તરફ વળ્યાં છે. અમદાવાદના સૈજપુર કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ શાળા સંકુલ કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત છે જ્યાં એડમિશન લેવા માટે ભારે ધસારો જોવા મળ્યો છે.

SVP સ્કૂલમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ 
આ સ્કૂલના શિક્ષકએ જણાવ્યું કે SVP સ્કૂલમાં ગુજરાતી અને અંગ્રેજી એમ બે માધ્યમ ધોરણ 1થી 8 ચાલે છે. ગુજરાતી માધ્યમમાં ધોરણ 1થી 8માં 862 વિધાર્થીઓ છે. એક ક્લાસમાં 40ની સંખ્યા છે. ગુજરાતી માધ્યમમાં એડમિશન માટે 125નું વેઈટીંગ ચાલી રહ્યું છે. જ્યારે અંગ્રેજી માધ્યમમાં ધોરણ 1થી 8માં 663 વિધાર્થીઓ અભ્યાસ કરે છે. અને એડમિશન માટે 200નું વેઈટીંગ ચાલી રહ્યું છે. SVP સ્કૂલમાં એડમિશન માટે સતત વાલીઓની ઇન્કવાયરી આવતી રહે છે. જેના પાછળનું કારણ છે અહીંની અભ્યાસની પદ્ધતિ. સાથે પૌષ્ટિક મધ્યાહન ભોજન મળે,  ગણવેશ તમામ વસ્તુ ફ્રી મળે છે. કોરોનામાં લોકડાઉનમાં પણ વિધાર્થીઓને અહીંના શિક્ષકોએ ઓનલાઇન શિક્ષણ સતત પૂરું પાડ્યું.

SVP આસપાસની ખાનગી શાળાઓની કફોડી ગલત 
અહીંની આસપાસની ખાનગી શાળાઓની સરખામણીમાં પણ SVP સ્કૂલ એડમિશન માટે ધસારો રહે છે. એટલે સુધી કે આસપાસની ખાનગી શાળાઓએ સ્કીમ રાખી છે. કે SVP સ્કૂલમાંથી જે એડમિશન રદ કરાવી અમારી શાળામાં આવે તેઓને ફી માં 2 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Embed widget