શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં નવા 259 કેસ, 26 દર્દીઓના મોત, કુલ મૃત્યુઆંક 234 પર પહોંચ્યો
અમદાવાદમાં આજે વધુ નવા 259 કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 4076 પર પહોંચી છે.
અમદાવાદ : અમદાવાદમાં આજે વધુ નવા 259 કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 4076 પર પહોંચી છે. અમદાવાદમાં વધુ 26 લોકોના મોત થયા છે આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 234 લોકોના મોત થયા છે, જ્યારે 620 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 376 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 29 લોકોનાં મોત થયા છે. અમદાવાદમાં સૌથી વધુ 26 લોકોના મોત થયા છે, જ્યારે સુરતમાં-1, વડોદરા-2 મોત થયું છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 153 લોકો કોરોનાના ભરડામાંથી બહાર આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1195 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 84648 ટેસ્ટ થયા જેમાં 5804 પોઝિટિવ આવ્યા છે.
રાજ્યમાં કુલ 5804 કોરોના કેસમાંથી 25 દર્દી વેન્ટિલેટર પર છે અને 4265 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1195 દર્દીઓ સાજા થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement