શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કોરોનાના નવા 261 કેસ, 14ના મોત, સંક્રમિત દર્દીની સંખ્યા સાત હજારને પાર
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 261 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 14 દર્દીઓના મોત થયા છે.
અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 261 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 14 દર્દીઓના મોત થયા છે. 135 દર્દીઓ સારવાર લઈ સ્વસ્થ થયા છે. અમદાવાદમાં નવા 261 કેસ નોંધાતા સંક્રમિત દર્દીઓની સંખ્યા 7171 પર પહોંચી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 479 દર્દીઓના મોત થયા છે.
અમદાવાદમાં હાલ કુલ 7171 સંક્રમિત દર્દીઓ છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 479 લોકોના મોત થયા છે, જ્યારે 2,382 લોકો સારવાર લીધા બાદ સ્વસ્થ થયા છે. રાજ્યમાં આજે કુલ 20 લોકોના મોત થયા છે તેમાંથી કુલ 14 લોકોના મોત અમદાવાદમાં થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં વધુ નવા 340 કેસ સામે આવ્યા છે, જ્યારે વધુ 20 દર્દીઓનાં મોત થયા છે અને 282 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 9932 પર પહોંચી છે અને 606 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement