શોધખોળ કરો

અમદાવાદમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓમાં વધારો, સિવિલમાં 296 દર્દીઓ સારવાર હેઠળ

ગુજરાતમાં, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં મ્યુકોરમાઈકોસિસ (mucormycosis)ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

અમદાવાદ: કોરોના વાયરસના સંક્રણ વચ્ચે હવે મ્યુકોરમાઈકોસિસ (બ્લેક ફંગશ) ના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.  ગુજરાતમાં, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં મ્યુકોરમાઈકોસિસ (mucormycosis)ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Civil Hospital, Ahmedabad)માં મ્યુકોરમાઈકોસિસના 296 દર્દીઓ સારવાર હેઠળ છે. 

સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરીટેન્ડેન્ટ ડૉ. જેવી મોદીએ જણાવ્યું કે, સિવિલમાં મ્યૂકોરમાઈકોસિસના 296 દર્દીઓ દાખલ છે. તેમના માટે અલગ વોર્ડ પણ બનાવાયો છે. જો જરૂર હોય તો, અમે બેડ વધારીશું. સરકાર અમને જરૂરિયાત મુજબ દરરોજ આ દર્દીઓની સારવાર માટે એમ્ફોટરિસિન અને ઓરલ એન્ટી ફંગલ દવાઓ પૂરી પાડે છે. 

વડોદરા (Vadodara)માં આજે સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસના વધુ 12 દર્દીઓ દાખલ કરાયા હતા. તેની સાથે મ્યુકોરમાઈકોસીસ ના કુલ 107 દર્દી હાલ સારવાર હેઠળ. જ્યારે મ્યુકોરમાઈકોસીસ થી વધુ 3 દર્દીના મોત થયા હતા. સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસ માટે વધુ એક નવો વોર્ડ શરૂ કરાયો છ. જે દર્દીઓથી ફૂલ થઈ ગયો છે.  

ઉલ્લેખનીય છે કે,  કોરોના મહામારી (Corona) વચ્ચે હવે બ્લેક ફંગશનો સંક્રમણનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. બ્લેક ફંગસ બિમારીની ઝપેટમાં આવનારા ખાસ કરીને કોરોનાથી સાજા થયેલા તે દર્દીઓ છે, જેમને ડાયાબિટીસની ફરિયાદ છે. 

મ્યુકોરમાઈકોસિસના દર્દઓની સંખ્યામાં વધારો થતા હવે તેના ઈલાજ માટે જરૂરી એન્ફોટેરેસિન-Bના ઈંજેક્શનની અછતથી દર્દી અને તેના પરિવારજનોની મુશ્કેલી વધી છે. આજે અમદાવાદ સિવિલ પાસે સવારથી જ મ્યૂકરમાઈકોસિસ દર્દીના પરિવારજનો એન્ફોટેરેસિન-Bના ઈંજેક્શન માટે લાંબી કતારમાં ઉભા જોવા મળ્યા હતા. કલાકો સુધી કતારમાં ઉભા રહેવા છતાં  ઈંજેક્શન નથી મળી રહ્યા. 

શું છે બ્લેક ફંગસ અથવા મ્યુકોરમાઈકોસિસ?

બ્લેક ફંગસ એક દુર્લભ પ્રકારનું ઇન્ફેક્શન છે. આ ઇન્ફેક્શન શરીરમાં બહુજ ઝડપથી ફેલાય છે.  બ્લેક ફંગસનુ સંક્રમણ મોટાભાગના દર્દીઓમાં જોવા મળ્યુ છે, જે ડાયાબિટીસથી પીડિત છે. અગાઉથી સ્વાસ્થ્યની સમસ્યાથી પીડાય રહેલા શરીરમાં વાતાવરણમાં હાજર રોગજનક વાયરસ, વેક્ટેરીયા અથવા અન્ય પેથોડન્સ સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. 

કોઈ વ્યક્તિ મ્યુકરમાઈકોસિસથી કેવી રીતે સંક્રમિત થઈ શકે ?

જે લોકો અગાઉથી જ કોઈ રોગથી પીડાતા હોય છે, જે વેરીકોનાઝોલ થેરેપી એટલે કે ગંભીર ફંગલ ઇન્ફેક્શનની સારવાર ચાલી રહી હોય, જેનું ડાયાબિટીસ નિયંત્રણમાં ના હોય.  સ્ટેરોઇડને લીધે ઈમ્યુનિટી પર અસર થઈ હોય અને જે લાંબા સમયથી આઇસીયુમાં છે, તેમને આ ફંગલ ઈન્ફેક્શ જલ્દી થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડNavratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP AsmitGandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Early Dinner: સાંજે સાત વાગ્યા પહેલાં ભોજન લેવાથી વધી શકે છે ઉંમર, આ સમસ્યાઓમાં પણ તે રામબાણ ઇલાજ છે
Early Dinner: સાંજે સાત વાગ્યા પહેલાં ભોજન લેવાથી વધી શકે છે ઉંમર, આ સમસ્યાઓમાં પણ તે રામબાણ ઇલાજ છે
Embed widget