ગુજરાતમાં 24 કલાકમાં 3-3 બળાત્કારની ઘટનાથી ચકચાર, બાળકી-સગીરા અને યુવતી બની હવસનો શિકાર
ગુજરાતમાં 24 કલાકમાં અલગ અલગ શહેરમાં દુષ્કર્મની ત્રણ ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. વડોદરામાં 22 વર્ષના પિતરાઈ ભાઈએ 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ શહેરમાં દુષ્કર્મની ત્રણ ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. વડોદરામાં 22 વર્ષના પિતરાઈ ભાઈએ 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. શહેર નજીકના રામપુરા ગામની સીમમાં બનાવ બન્યો હતો. મહુડાનાં ફૂલ વીણિ રહેલી બાળાને ચોકલેટની લાલચ આપી ખેતરમાં લઈ ગયો હતો. બાળકીની માતાએ જવાહનગર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
બીજી ઘટનાની વાત કરીએ, તો અમદાવાદના ઇસનપુરમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું. ચાંદખેડાના યુવકે લગ્ન ની લાલચ આપી સગીરા નું અપહરણ કરી સુરત લઈ જઈ દુષ્કર્મ આચર્યું. યુવક સામે ઈશનપુરમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અપહરણ , પોકસો , દુષ્કર્મ ની કલમો હેઠળ પોલીસે નોંધ્યો ગુનો.
સિદ્ધપુરના એક ગામની યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લઈ જઈ એક ઇસમે આચર્યું દુષ્કર્મ. સરસ્વતીના એક ગામમાંથી યુવતી બાઈક પર બેસાડી શખ્સ પાટણના ડેર ગામ લઈ ગયો.યુવતીને બાદમાં તેના બે મિત્રોની કારમાં હારીજના માંસા ગામમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ. યુવતી પર દુષ્કર્મ આચરનાર કલ્પેશ ઠાકોર તેમજ કાર લઈ આવનાર બે ઈસમો સહિત ત્રણ ઈસમો સામે નોંધાઇ પોલીસ ફરિયાદ. ભોગ બનનાર યુવતીએ કાકોશી પોલીસ મથકે નોધાવી પોલીસ ફરિયાદ. કાકોશી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
ગુજરાતની એક જ કોલેજમાં 33 વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગતાં તંત્ર થયું દોડતું, જાણો વિગત
ગાંધીનગરઃ ગુજરાતમાં એક તરફ કોરોનાના કેસો ઘટતા જનજીવન રાબેતા મુજબ બન્યું છે, ત્યારે ફરી એકવાર એક સાથે મોટી સંખ્યામાં કેસો સામે આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે. ગાંધીનગર સ્થિત જીએનએલયુમાં કોરોનાના 33 કેસો સામે આવ્યા છે. એક વિદ્યાર્થીની ટ્રાવેલ હિસ્ટ્રી દિલ્લી, અન્ય એક વિદ્યાર્થીની ટ્રાવેલ હિસ્ટ્રી તમિલનાડુની સામે આવી છે, જ્યારે બાકીના વિદ્યાર્થીઓ ક્લોઝ કોન્ટેક્ટમાં આવ્યા હતા. અત્યારે હાલ ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા અન્ય વિદ્યાર્થીના ટેસ્ટિંગ કરવામાં આવશે. જીએનએલયુને કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યું છે. શૈક્ષણિક કામગીરી હાલપુરતી બંધ રહેશે.
રાયસણ સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે ભણતા અને ત્યાની હોસ્ટેલમાં જ રહેતા વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પૈકી ઘણાને ગઇ કાલે શરદી અને તાવની તકલીફ હતી જેના પગલે તેમના કોરોના ટેસ્ટ કરાતા તે પોઝિટિવ આવ્યા હતા. આ પછી કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર સાબદું બન્યું હતું.ગઈ કાલે સામૂહિક ટેસ્ટીંગ કરતાં યુનિ.ની હોસ્ટેલમાં રહેતા 33 વિદ્યાર્થીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જે પૈકી એક દિલ્હી અને તામીલનાડૂથી વિદ્યાર્થી થોડા દિવસ પહેલા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
હાલ આ 33 પોઝિટિવ દર્દીઓ પૈકી એક દર્દીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે જ્યારે અન્ય તમામને હોસ્ટેલમાં જ આઇસોલેટ કરાયા છે. તકેદારીના ભાગરૂપે હાલ તમામ કાર્યક્રમો રદ કરી દેવાયા છે. આગામી સોમવારથી ઓનલાઈન એજ્યુકેશન અને એકઝામ હાથ ધરાશે. અહીંથી ચેપ અન્ય જગ્યાએ પ્રસરે નહીં તેમજ ગામમાં પણ રહિશો સુરક્ષિત રહે તે માટે યુનિવર્સિટી કેમ્પસને કન્ટેન્ટમેઇન્ટ ઝોનમાં ફેરવી દેવાઈ છે. બહારથી આવજ-જાવન ઉપર ખાસ વોચ પણ રખાશે. પહેલા બે વિદ્યાર્થીઓ પોઝિટિવ હોવાનું ધ્યાને આવતા જેની ગંભીરતાથી લઇને અહીં ગઈ કાલે માસ ટેસ્ટીંગ કેમ્પ કરાયા હતો. જેમાં 33 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે.