શોધખોળ કરો

Gandhinagar: આખરે ફિક્સ પગારધારકોને રાજ્ય સરકારે આપી દિવાળી ભેટ, જાણો શું કરી મોટી જાહેરાત

ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી તા.1 લી ઓક્ટોબર 2023ની અસરથી કરવામાં આવશે.

આ અંગે  ઋષિકેશ પટેલે વધુમાં તેમણે ઉમેર્યુ કે, ગુજરાતના વિકાસમાં રાજ્યના કર્મચારીઓનો ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે. દરેક સરકારી યોજનાઓના અમલીકરણ તથા તેના પર યોગ્ય દેખરેખ થકી છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડવામાં કર્મચારીઓએ હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. ત્યારે દિવાળી પૂર્વે લેવામાં આવેલા આ નિર્ણય રાજ્યના પ્રત્યેક ફિક્સ પગારના કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે ખુશીની લહેર લાવશે તેવો વ્યક્ત કર્યો હતો. આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે.

વર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 થી વધીને રૂ. 26,000 થશે. જ્યારે વર્ગ-4 ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 16,224 થી વધીને રૂ. 21,100 થશે. આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે. 

 દિવાળી પહેલા કેન્દ્રની મોદી સરકારે ભારતીય રેલવેના 11 લાખથી વધુ નોન ગેઝેટ કર્મચારીઓને પણ ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નોન ગેઝેટ રેલવે કર્મચારીઓને 78 દિવસનું પ્રોડક્ટિવિટી બોનસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી રેલવેના 11 લાખ 340 કર્મચારીઓને ફાયદો થશે અને સરકારી તિજોરીને 1969 કરોડ રૂપિયાનો બોજ પડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નાણાકીય વર્ષ 2022-23 માટે રેલવે કર્મચારીઓને 78 દિવસ જેટલું બોનસ આપવાની મંજૂરી આપવામાં આવી હતી. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે સરકારે નોન-ગેઝેટ રેલવે કર્મચારીઓને 78 દિવસના પગારના બરાબર પ્રોડક્ટિવિટી લિક્ડ બોનસ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. રેલવે કર્મચારીઓને આપવામાં આવેલ આ બોનસ મોંઘવારીના આ સમયમાં તેમને મોટી રાહત આપશે. જો 1100340 લાખ રેલવે કર્મચારીઓને આપવામાં આવેલા બોનસથી અર્થતંત્રને આ તહેવારોની સીઝનમાં ફાયદો થશે તો તે માંગ વધારવામાં મદદ કરશે. 78 દિવસનું બોનસ આપવામાં 1969 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

નોંધનીય છે કે મોદી સરકારે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારાને મંજૂરી આપવામાં આવી છે. મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારા સાથે તેને 42 ટકાથી વધારીને 46 ટકા કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરીને નરેન્દ્ર મોદી સરકારે દિવાળી પહેલા મોટી ભેટ આપી છે. આ પછી તેમને મળતું ડીએ હવે 42 ટકાથી વધીને 46 ટકા થઈ ગયું છે. પહેલેથી જ એવી અપેક્ષા હતી કે કેન્દ્રીય કર્મચારીઓને આ વખતે પણ ચાર ટકા ડીએ વધારો મળી શકે છે. સરકારના આ નિર્ણયથી દેશના લગભગ 1 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને ફાયદો થશે અને તેઓના પગાર અને પેન્શનમાં વધારો થશે.              

મોંઘવારી ભથ્થું 46 ટકા થયું

નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારો કર્યા બાદ હવે તે વધીને 46 ટકા થઈ ગયું છે. તેનો લાભ 1 જૂલાઈ, 2023થી મળશે. ડીએમાં વધારા સાથે કર્મચારીઓના પગારમાં પણ વધારો થયો છે. વર્ષ 2023 માટે સરકારે પ્રથમ સંશોધન કરતા 24 માર્ચ, 2023ના રોજ ડીએમાં વધારાની જાહેરાત કરી હતી અને તે પછી 1 જાન્યુઆરી, 2023થી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થાનો લાભ મળી રહ્યો છે

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ, સાગબારામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ, સાગબારામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ
Gujarat Rain Live Updates: સુરતના બારડોલીમાં 2 કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, રસ્તાઓ ફેરવાયા બેટમાં
Gujarat Rain Live Updates: સુરતના બારડોલીમાં 2 કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, રસ્તાઓ ફેરવાયા બેટમાં
Rain Forecast: રાજ્યના આ ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાત જિલ્લામાં યલો એલર્ટ
Rain Forecast: રાજ્યના આ ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાત જિલ્લામાં યલો એલર્ટ
Gandhinagar: એસટી વિભાગનો મોટો નિર્ણય, હવે પાસધારકોએ ચૂકવવા પડશે વધુ રૂપિયા
Gandhinagar: એસટી વિભાગનો મોટો નિર્ણય, હવે પાસધારકોએ ચૂકવવા પડશે વધુ રૂપિયા
Advertisement

વિડિઓઝ

Ahmedabad Heavy Rain : અમદાવાદ જળમગ્ન, ઠેર ઠેર ભરાયા પાણી
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂર યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળાનું ઈન્જેક્શન !
Narmada Rain news:  ડેડિયાપાડાથી મોવી જતા માર્ગ પર પુલ ધોવાતા વાહન વ્યવહાર ઠપ્પ
CBSE 10th Exam New Rules: વર્ષમાં બે વખત લેવાશે CBSEની ધોરણ 10ની બોર્ડની પરીક્ષા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ, સાગબારામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ, સાગબારામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ
Gujarat Rain Live Updates: સુરતના બારડોલીમાં 2 કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, રસ્તાઓ ફેરવાયા બેટમાં
Gujarat Rain Live Updates: સુરતના બારડોલીમાં 2 કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, રસ્તાઓ ફેરવાયા બેટમાં
Rain Forecast: રાજ્યના આ ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાત જિલ્લામાં યલો એલર્ટ
Rain Forecast: રાજ્યના આ ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાત જિલ્લામાં યલો એલર્ટ
Gandhinagar: એસટી વિભાગનો મોટો નિર્ણય, હવે પાસધારકોએ ચૂકવવા પડશે વધુ રૂપિયા
Gandhinagar: એસટી વિભાગનો મોટો નિર્ણય, હવે પાસધારકોએ ચૂકવવા પડશે વધુ રૂપિયા
સુરતના બારડોલીમાં 2 કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, અનેક વિસ્તારમાં ભરાયા પાણી
સુરતના બારડોલીમાં 2 કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, અનેક વિસ્તારમાં ભરાયા પાણી
CBSE 10th Exam New Rules: શું બે વખત પરીક્ષા આપવી જરૂરી, કોને નહીં મળે ફરીથી તક, જાણો તમામ સવાલના જવાબ
CBSE 10th Exam New Rules: શું બે વખત પરીક્ષા આપવી જરૂરી, કોને નહીં મળે ફરીથી તક, જાણો તમામ સવાલના જવાબ
Indian Railway: 1 જૂલાઇથી બદલાઇ જશે રેલવેના આ ત્રણ નિયમો, મુસાફરોને થશે સીધી અસર
Indian Railway: 1 જૂલાઇથી બદલાઇ જશે રેલવેના આ ત્રણ નિયમો, મુસાફરોને થશે સીધી અસર
સાવધાન! શું તમને પણ આવ્યો 'નંબર બંધ' થવાનો કૉલ, TRAI અધિકારી બની બેન્ક એકાઉન્ટ કરી દેશે ખાલી
સાવધાન! શું તમને પણ આવ્યો 'નંબર બંધ' થવાનો કૉલ, TRAI અધિકારી બની બેન્ક એકાઉન્ટ કરી દેશે ખાલી
Embed widget