શોધખોળ કરો
Advertisement
Covid19: અમદાવાદમાં કોરોનાના નવા 75 કેસ નોંધાયા, વધુ 10 લોકોના મોત
અમદાવાદમાં આજે વધુ નવા 75 કેસ નોંધાયા છે. આ સાથે જ શહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 1373 પર પહોંચી છે.
અમદાવાદ : અમદાવાદમાં આજે વધુ નવા 75 કેસ નોંધાયા છે. આ સાથે જ શહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 1373 પર પહોંચી છે. આજે અમદાવાદ શહેરમાં વધુ 10 લોકોના મોત થયા છે. આ સાથે જ શહેરમાં કુલ મૃત્યુઆંક 53 પર પહોંચ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 52 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં આજે સવારે 10 વાગ્યાથી 7વા ગ્યા સુધીમાં કોરોનાના વધુ 112 નવા કેસ નોંધાયા છે. આ સાથેજ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 2178 થઈ છે. જ્યારે વધુ આજે વધુ 13 લોકોનાં મોત થતાં મૃત્યુઆંક 90 પર પહોંચ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, જો તમારો સાથ અને સહકાર મળતો રહેશે તો આપણે મે મહિનામાં કોરોના પર નિયંત્રણ મેળવી લઈશું. જેના માટે 3 મે સુધી લોકડાઉનનું કડક પાલન કરવું જરૂરી છે.
છેલ્લા 24 કલાકમાં 3513 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 239 પોઝિટિવ અને 3274 નેગેટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 36829 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement