શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ વિધર્મી યુવકે સાથે નોકરી કરતી 24 વર્ષીય યુવતી સાથે બાંધ્યા શારિરિક સંબંધ ને પછી....
શહેરના વાસણા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતી પ્રહલાદનગર ગાર્ડન પાસે આવેલી એક કંપનીમાં નોકરી કરે છે. તેની સાથે શાહઆલમમાં રહેતો 24 વર્ષીય વિધર્મી યુવક પણ નોકરી કરે છે. આ યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ લગ્નની લાલચ આપીને તેની સાથે છૂટ લેવાની શરૂ કરી દીધી હતી.
અમદાવાદઃ શહેરના વાસણા વિસ્તારમાં રહેતી યુવતીએ સાથે કામ કરતાં વિધર્મી યુવક સામે બળાત્કારની ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ છે. સહકર્મી યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે શરીરસુખ માણ્યું હતું. અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેની સાથે સંબંધ બાંધ્યા પછી લગ્નનો ઇનકાર કરી દેતા યુવતીએ વાસણા પોલીસ સ્ટેશનમાં વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના વાસણા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતી પ્રહલાદનગર ગાર્ડન પાસે આવેલી એક કંપનીમાં નોકરી કરે છે. તેની સાથે શાહઆલમમાં રહેતો 24 વર્ષીય વિધર્મી યુવક પણ નોકરી કરે છે. આ યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ લગ્નની લાલચ આપીને તેની સાથે છૂટ લેવાની શરૂ કરી દીધી હતી.
યુવકે યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને શરીરસંબંધ બાંધ્યા હતા. દરમિયાન યુવતીએ લગ્ન કરવાનું કહેતા યુવકે ઇનકાર કરી દીધો હતો. આમ, પોતાની સાથે પ્રેમીએ છેતરપિંડી કરતાં યુવતીએ વાસણા પોલીસ સ્ટેશનમાં વિધર્મી યુવક સામે બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે ફરિયાદ નોંધી યુવકની ધરપકડ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement