શોધખોળ કરો

હાર્દિક પટેલને દિલ્હીમાં આ નેતાએ આપ્યો ઠપકો, જાણો સમગ્ર ઘટના

અમદાવાદ: હાલમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ દિલ્હીમાં છે. મીડિયામાં આપેલા નિવેદન બાદ તેમને દિલ્હીનું તેડુ આવ્યું હતું. હવે દિલહી ખાતે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે સી વેણુગોપાલને મળ્યા હતા.

અમદાવાદ: હાલમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ દિલ્હીમાં છે. મીડિયામાં આપેલા નિવેદન બાદ તેમને દિલ્હીનું તેડુ આવ્યું હતું. હવે દિલહી ખાતે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે સી વેણુગોપાલને મળ્યા હતા. જયાં તેમણે પોતાની વાત રજૂ કરી હતી. હાર્દિકે  ફરિયાદ કરી કે, કોંગ્રેસમાં પોતાની અવગણના થઈ રહી છે. તો બીજી તરફ કે સી વેણુગોપાલે હાર્દિક પટેલને ઠપકો આપ્યો હોવાની વાત સામે આવી છે. પક્ષને નુકશાન થાય તેવા નિવેદનો જાહેરમાં ન કરવા ઠપકો આપ્યો છે. રવિવારે હાર્દિક પટેલ અને કે સી વેણુગોપાલ વચ્ચે બેઠક થઈ હતી. 

આ ઉપરાંત હાર્દિક પટેલે પ્રમુખ અને પ્રભારી સામે પણ ફરિયાદ કરી છે. હાર્દિકની ફરિયાદ અંગે હાઈ કમાંડ રઘુ શર્મા પાસે રિપોર્ટ માગશે. આ ઉપરાંત આગામી સમયમાં હાર્દિક પટેલની જવાબદારી નક્કી કરવામાં આવશે. ફરિયાદોનું નિરાકરણ લાવવા વેણુગોપાલે હાર્દિક પટેલને ખાતરી આપી છે.

કોંગ્રેસ નેતાઓ મારી હકાલપટ્ટી કરવા માંગે છે: હાર્દિક પટેલ

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના એક બાદ એક નિવેદનથી કોંગ્રેસનો આંતરિક વિખવાદ ખુલીને સામે આવ્યો છે. રાજકીય વિશ્લેષકો તો ત્યાં સુધી કહી રહ્યાં છે કે હાર્દિકનો કોંગ્રેસ સાથે મોહભંગ થઇ ગયો છે અને હવે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી દેશે. છેલ્લા એક દિવસથી હાર્દિક કોંગ્રેસ અંગેના નિવેદનો કરી રહ્યો છે અને આજે 14 એપ્રિલે હાર્દિક પટેલે મોટો ઘટસ્ફોટ કર્યો છે. 

PTI સાથેની વાતચીત દરમિયાન હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસમાં મને હેરાન કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ નેતાઓ ઈચ્છી રહ્યાં છે કે હું કોંગ્રેસ પાર્ટી છોડી દઉં. મને બહુ દુઃખ થયુ છે. મેં આ અંગે રાહુલ ગાંધીને અનેકવાર વાત કરી છે, પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યાં.  એક બાજુ કોંગ્રેસમાં નરેશ પટેલની એન્ટ્રીની ચર્ચાઓ થઇ રહી છે, તો બીજી બાજુ હાર્દિક પટેલના આ સ્ફોટક નિવેદનતબી કોંગ્રેસમાંથી હાર્દિક પટેલની ‘એક્ઝિટ’ અંગેની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. પરંતુ આ અંગે હાર્દિક પટેલે જ વધુ એક ખુલાસો કર્યો છે. હાર્દિક પટેલે ટ્વીટ કરીને લખ્યું છે કે તે પાર્ટીમાં જ રહેશે. હાર્દિક પટેલે ટ્વીટમાં લખ્યું, 

સાચું બોલવું જોઈએ કારણ કે હું પાર્ટીનું ભલું ઈચ્છું છું. રાજ્યની જનતા અમારી  પાસેથી આશા રાખે છે અને જો આપણે એ અપેક્ષા પર ખરા ઉતરી ન શકીએ તો આ નેતૃત્વનો શો અર્થ! આજ સુધી પાર્ટીને શ્રેષ્ઠ આપવાનું કામ કર્યું છે અને કરતો રહીશ. પદના મોહતાજ નહીં પણ કામનો ભૂખ્યો છું. હાર્દિક પટેલના નિવેદનથી એ પણ પ્રશ્ન ઉભો થાય છે કે શું હાર્દિક ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષનું  પદ છોડી દેશે? આ પ્રશ્નનો જવાબ તો આવનારો સમય જ આપશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget