શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ મોર્નિંગ વૉક પર નિકળેલી યુવતીના બ્રેસ્ટ પર હાથ નાંખી બુલેટ ચાલકે કરી ગંદી હરકત, જાણો વિગત
થલેતજના ગુલાબટાવર રોડ પર પિતા સાથે ર્મોનિંગ વૉક કરવા આ કિશોરી નિકળી હતી. ઘર તરફ જઈ રહેલી કિશોરી જતી હતી ત્યારે બુલેટ ચાલકે તેની છાતી પર હાથ નાંખીને અડપલાં કર્યાં હતાં અને પછી ફરાર થઈ ગયો હતો
અમદાવાદઃ અમદાવાદમાં બનેલી એક શરમજનક ઘટનામાં સવારે મોર્નિંગ વૉક પર નિકળેલી 17 વર્ષની છોકરીની બુલેટ ચાલકે છેડતી કરી હતી. આ બુલેટ ચાલકે છોકરીના બ્રેસ્ટ પર હાથ નાંખીને ગંદી હરકત કરી હતી અને પછી ફરાર થઈ ગયો હતો. આ કેસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે સીસીટીવીના આધારે બુલેટ ચાલકને ઝડપી લીધો છે.
થલેતજના ગુલાબટાવર રોડ પર પિતા સાથે ર્મોનિંગ વૉક કરવા આ કિશોરી નિકળી હતી. પિતાએ હેરસલુનમાં જવાનું હોવાથી સોસાયટીના ગેટથી 200 મીટર દૂર ઉતારી હતી. ઘર તરફ જઈ રહેલી કિશોરી જતી હતી ત્યારે બુલેટ ચાલકે તેની છાતી પર હાથ નાંખીને અડપલાં કર્યાં હતાં અને પછી ફરાર થઈ ગયો હતો.
થલતેજ વિસ્તારમાં રહેતાં અને શેર ખરીદ લે-વેચની ઓફીસ ધરાવતાં બિઝનેસમેનની 17 વર્ષની પુત્રી આ ઘટનાને પગલે બિમાર થઈ ગઈ હતી. તેથી પરિવારે મામલાને ગંભીરતાથી લઈને આરોપી સામે બુધવારે રાત્રે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે થલતેજની કાંકરિયા સોસાયટીના પાર્શ્વ શ્રૈયાંસ શાહ (ઉં. 36 )ની ધરપકડ કરી હતી. આરોપી પરિણીત અને બે સંતાનનો પિતા છે. તે આશ્રમરોડ પર ગેરેજ ચલાવે છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેને જેલભેગો કર્યો છે. પોલીસને આરોપી અન્ય મહિલાની આસપાસ ચક્કર લગાવતો હોવાના ફૂટેજ પણ મળ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement