શોધખોળ કરો

Murder: અમદાવાદમાં જમલાપુર દરવાજા પાસે આ કારણસર યુવકની કરી નાખી હત્યા, જાણો શું છે સમગ્ર મામલો

અમદાવાદના જમાલપુર દરવાજા પાસે હત્યાની ઘટના બની છે. દારૂ પીવાની મનાઇ કરતા યુવકની હત્યા કરી દેવાઇ, શું છે સમગ્ર ઘટના જાણીએ

Murder:અમદાવાદના જમાલપુર દરવાજા પાસે હત્યાની ઘટના બની છે. દારૂ પીવાની મનાઇ કરતા યુવકની હત્યા કરી દેવાઇ, શું છે સમગ્ર ઘટના જાણીએ

અમદાવાદના જમાલપુર દરવાજા પાસે ફિરોજ ખાન નામના યુવકની હત્યા કરી દેવાઇ છે. મસ્જિદ આગળ દારૂ ન પીવાનું કહેતા યુવકને મોતના ઘાટ ઉતારી દેવાયો. મળતી પ્રાથમિક માહિતી મુજબ ફિરોઝ ખાને મસ્જિદ પાસે દારૂ પીવાની ના પાડી હતી. આ મામલે બોલાચાલી થતાં નઇમ શેખ અને કરીમ શેખે  ફિરોઝ ખાનની હત્યા કરી દીધી. આ ઘટનામાં મૃતક ફિરોઝ ખાનનો ભાઇ મોહસીન વચ્ચે પડતાં તેને પણ ઇજા પહોંચી છે. ગાયકવાડ હવેલી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો આ ઘટના મામલે તપાસ હાથ ધરી  છે.

Crime News: રાજકોટના કોઠારિયા રોડ પર સ્કૂલવાનના ડ્રાઇવરની હત્યા, 8 શખ્સોએ કર્યો હતો  હુમલો

Murder :રાજકોટના કોઠારિયા રોડ પર આવેલ સોમનાથ સોસાયટીમાં સ્કૂલવાન ચલાવતા યુવકની હત્યા કરી દેવાઇ છે. હુમલાવરો લાકડી  અને છરી લઇને આવ્યા હતા અને ઢોરમાર માર્યા બાદ તેની હિરેન જાદવ નામના શખ્સની હત્યા કરી દેવાઇ

રાજકોટના કોઠારિયા રોડ પર સોમનાથ સોસાયટી નજીક સ્કૂલ વાન ચલાવતા એક યુવકની હત્યા કરી દેવાઇ છે. મૃતકનું નામ હિરેન નરેન્દ્રભાઇ જાદવ હોવાનું સામે આવ્યું છે. યુવક પર અંદાજીત 7 થી 8 લોકોએ હુમલો કર્યો હતો. હુમલાવરો છરી અને ધોકા લઇને પહોંચ્યા હત્યા અને યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આજીડેમ પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે બંને પક્ષે સામેસામી ફરિયાદ કરી છે. હત્યા ક્યા કારણોસર કરી દેવાઇ તે કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

Chinese String Death: રાજ્યમાં એક દિવસમાં સંક્રાંતિ પર ચાઇનીઝ દોરીથી ત્રણનાં મોત

Chinese String Death:મકર સંક્રાંતિનો તહેવાર ત્રણ પરિવાર માટે કાળમુખો બની ગયો. ત્રણેય પરિવારના સભ્યનો ચાઇનીઝ દોરીના કારણે જીવ ગયો. ગુજરાતમાં એક જ દિવસમાં 3 લોકોના ચાઇનીઝ દોરીના કારણે મોત થયા છે.

વડોદરામાં પતંગની દોરીના કારણે  યુવકનો  અકસ્માત થયો હતો. પતંગની દોરી ગળામાં આવતા  યુવકનો અકસ્માત થયો હતો અને ઘટના સ્થળે જ મોત થયું હતું. દશરથ હાઇવે પાસે આ ઘટના સર્જાઇ હતી. સ્થાનિક પોલીસે યુવકનો મૃતદેહ એસ.એસ.જી હોસ્પિટલ પહોંડ્યો હતો

મહેસાણામાં પણ ચાઇનીઝ દોરીએ  4 વર્ષીય બાળકીનો જીવ લીધો હતો. વિસનગરના કડા દરવાજા નજીક ઘટના બની હતી. અહીં
4 વર્ષીય માસૂમ દીકરીને  ચાઈનીઝ દોરી વાગતાં ગંભીર ઇજા પહોંચી હતી અને આખરે માસૂમનું મૃત્યુ થયું હતું. માતા બાળકીને તેડી ને જતી હતી એ વખતે ચાઇનીઝ દોરી વાગી જતાં દુર્ઘટના ઘટી હતી.

બીજી તરફ રાજકોટ-કોઠારિયા રોડ પર ચાઇનીઝ દોરીથી ગળું કપાતા 7 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું.
ઋષભ વર્મા નામના બાળકનું ગળામાં ચાઇનીઝ દોરી વાગી જતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. બાદ ઇજાગ્રસ્ત હાલતમાં તેને  સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો બદનસીબે તેને બચાવી શકાયો ન હતો અને  ડોક્ટરે મૃત જાહેર કર્યો. બાળક લોઠડા ગામનો રહેવાસી હતો અને બપોરના સમયે કોઠારિયા શાકમાર્કેટ પાસેથી પસાર થઇ રહ્યો હતો, આ સમયે આ ઘટના બની હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદનRepublic Day: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની તાપી જિલ્લામાં કરાશે ઉજવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Embed widget