શોધખોળ કરો
Advertisement
AAPને સૂરતમાં સભા યોજવા માટે અપાઇ મંજૂરી, હાઇકોર્ટે કર્યો આદેશ
અમદાવાદઃ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત હાઇકોર્ટોમાં ફરીયાદ કરવામાં આવી હતી કે, રાજ્ય સરકાર દ્વારા તેમને સભા કરવાની પરવાંગી આપવામાં આવતી નથી. આ મામલે કોર્ટે ચુકાદો આપતા AAPને સુરતમાં સભા કરવાની પરવાંગી આપવા આદેશ આપ્યો હતો. આ મામલે સરકારી વકીલે કોર્ટ દ્વારા મંજૂરી અપાઇ ગઇ હોવાની વાત જણાવી હતી.
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સુરત ખાતે 16 ઓક્ટોબરના રોજ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બે મહિના અગાઉ આ સભાની પરમિશન માટે અરજી કરવામાં આવી હતી. પરમિશન મેળવવા માટેના તમામ પ્રયત્નો કર્યા બાદ પણ લાંબા સમય સુધી પરમિશન ના મળતા પાર્ટી દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી જેના સંદર્ભમાં ગુજરાત સરકારને ન્યાયાલય દ્વારા નોટિસ ઈશ્યુ કરવામાં આવી હતી.
રાજ્ય સરકારે રાજકીય દ્વેષ રાખીને કેજરીવાલની સભા અને રેલીને મંજુરી નથી અપાઈ. ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણીઓને અનુલક્ષી આમ આદમી પાર્ટી દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સૌ પ્રથમ સભા સુરતના વરાછા વિસ્તારમાં ૧૬ ઓક્ટોબરના રોજ કરવા માંગે છે ત્યારે પાર્ટી દ્વારા ૧૯ ઓગસ્ટના રોજ કાર્યક્રમની પોલીસમને પરમીશનની એપ્લીકેશન કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement