શોધખોળ કરો

Ahmedabad: ટિકિટ આપવાના બહાને AAP નેતાએ મહિલાનું કર્યું શોષણ, કોંગ્રેસના આરોપ બાદ ખળભળાટ

અમદાવાદ: આમ આદમી પાર્ટીની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક તરફ એક બાદ એક નેતા પાર્ટી છોડી રહ્યા છે તો બીજી તરફ આજે તેમના એક દિગ્ગજ નેતા પર ચોંકાવનારો આરોપ લાગ્યો છે.

અમદાવાદ: આમ આદમી પાર્ટીની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક તરફ એક બાદ એક નેતા પાર્ટી છોડી રહ્યા છે તો બીજી તરફ આજે તેમના એક દિગ્ગજ નેતા પર ચોંકાવનારો આરોપ લાગ્યો છે. આપના નેતા અંગે આજે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.  ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પ્રગતિ આહીરે આજે આપ નેતા પર ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. 

આપ નેતા ગુલાબસિંહ યાદવ પર મહિલાનું શોષણ કરવાનો પ્રગતિ આહીરે આરોપ લગાવ્યો છે. આપના દિલ્હીના નેતાઓ ગુજરાત આવીને હિનકૃત્ય કરે છે પ્રગતિ આહિરે કહ્યું છે. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, ચાર પ્રકારના Dથી આમ આદમી પાર્ટી ચાલે છે. દંગા, દારૂ, ડ્રગ્સ અને દુષ્કર્મથી આમ આદમી પાર્ટી ચાલે છે. આપના નેતા ગુલાબસિંહ યાદવ ઉપર મહિલાનું શોષણ કરવાનો કોંગ્રેસે આરોપ લગાવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ટિકિટ આપવાની લાલચે મહિલાનું શોષણ કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ગુજરાત ચૂંટણી પહેલા AAP ને મોટો ઝટકો

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સચિવ અને રાજકોટ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ રાજભા ઝાલા આજે ભાજપમાં જોડાયા છે. ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં તેના ઉમેદવારોની 14મી યાદી જાહેર કરી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે પાર્ટીના નેતાઓનો પક્ષ બદલવાનો સમય પણ ચાલી રહ્યો છે.

થોડા દિવસ પહેલા જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભડકો થયો હતો. તમને વાંસદા તાલુકામાં મોટો આંચકો લાગ્યો છે. વાંસદા તાલુકાના 100 થી વધુ AAP કાર્યકરો પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. ગુજરાતની ચૂંટણી પહેલા સંગઠનના મહામંત્રી સહિત તમામ પદાધિકારીઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ પહેલીવાર તમામ સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જોકે, ઉમેદવારોના નામની જાહેરાત બાદ કેટલીક જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે.

ગુજરાત ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ તમામ પક્ષોના નેતાઓએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. હવે ધીમે ધીમે તમામ પક્ષો ગુજરાત ચૂંટણીને લઈને પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. જે નેતાઓની ટિકિટ કપાઈ છે તેઓ નારાજ છે, તેઓ પણ પાર્ટી છોડીને અન્ય પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ગુજરાત ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે.

હાર્દિક પટેલને ગુજરાત હાઇકોર્ટે આપી મોટી રાહત, જાણો મહત્વના સમાચાર

ગુજરાત ભાજપના નેતા હાર્દિક પટલેને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. વિસનગર તોડફોડના કેસમાં મહેસાણામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધની શરતમાં હાઇકોર્ટે આશિંક રાહત આપી છે. હાર્દિક પટેલને એક વર્ષ સુધી મહેસાણામાં પ્રવેશ પર છુટ રહેશે.  સુનાવણી દરમિયાન કોર્ટે હળવી ટકોર કરી હતી. હવે આ કેસમાં થયેલી સજા રદ થઇ જાય તો પણ સરકારને વાંધો નહી હોય !

ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ પહેલાં જ હાઈકોર્ટે હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટમાંથી ભાજપના વિરમગામના ઉમેદવાર હાર્દિક પટેલને રાહત મળી છે. તેમને મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવાની એક વર્ષ માટે મંજૂરી આપવામાં આવી છે.    

ભાજપે વિરમગામ બેઠક પર  હાર્દિક પટેલને ટિકિટ આપી છે. વિરમગામ બેઠક પર ભાજપ 15 વર્ષથી જીતી શક્યું નથી.  વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ડોક્ટર તેજશ્રીબેન દિલીપકુમાર પટેલ મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ તેમને કોંગ્રેસના લાખાભાઈ  ભરવાડની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારને 76 હજાર 178 મતો મળ્યા હતા. જ્યારે ભાજપ ઉમેદવારને 69 હજાર 630 મતો મળ્યા હતા.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP-VHP એ કાર્યવાહીની માંગ કરી
'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP-VHP એ કાર્યવાહીની માંગ કરી
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું
Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?Rajkot Police | 'ACP સાહેબને એકને સાચવી લેવાના', રાજકોટ પોલીસમાં બદલીની ઓડિયો ક્લીપ વાયરલPune Gang Rape Case | પૂણેમાં સુરતની યુવતી પર સામૂહિક દુષ્કર્મના આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂરDakor Prashad | ડાકોર મંદિરે શ્રદ્ધાળુઓને મળશે વિના મૂલ્યે ભોજન, જુઓ મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP-VHP એ કાર્યવાહીની માંગ કરી
'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP-VHP એ કાર્યવાહીની માંગ કરી
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું
Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું
Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ
Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ
યુદ્ધના ભણકારા: ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની ભારત અને દુનિયા પર શું થશે અસર?
યુદ્ધના ભણકારા: ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની ભારત અને દુનિયા પર શું થશે અસર?
Surat: આશ્રમ શાળાના આચાર્યની કરતૂત, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ છેડતી કરી, પોલીસે દબોચ્યો
Surat: આશ્રમ શાળાના આચાર્યની કરતૂત, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ છેડતી કરી, પોલીસે દબોચ્યો
Mumbai Fire Accident: મુંબઇમાં ભયંકર દુર્ઘટનામાં  પાંચ લોકોના મોત, જીવતા આગમાં ભૂંજાયા
Mumbai Fire Accident: મુંબઇમાં ભયંકર દુર્ઘટનામાં પાંચ લોકોના મોત, જીવતા આગમાં ભૂંજાયા
Embed widget