(Source: ECI/ABP News/ABP Majha)
Arvind Kejriwal Gujarat visit: કેજરીવાલના ગુજરાત પ્રવાસ પહેલા ઈસુદાનના ટ્વીટથી હડકંપ, જાણો કોણે આપી ધમકી
Arvind Kejriwal Gujarat visit: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ કાલે વડોદરા આવી રહ્યા છે. જો કે તેમના ગુજરાત પ્રવાસ પહેલા જ વિવાદ સામે આવ્યો છે.
Arvind Kejriwal Gujarat visit: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ કાલે વડોદરા આવી રહ્યા છે. જો કે તેમના ગુજરાત પ્રવાસ પહેલા જ વિવાદ સામે આવ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી એક ટ્વીટના કારણ રાજકારણ ગરમાયું છે. ઈસુદાન ગઢવીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે.
इस तरह विरोधी पक्षों को कार्यक्रम करने से रोकना ठीक नहीं है। आप अपने कार्यक्रम कीजिए, बाक़ी सभी पार्टियों को अपने कार्यक्रम करने दीजिए। हार जीत तो लगी रहती है। इस तरह लोगों को धमकाना सही नहीं है। https://t.co/TR1NUl9VzR
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 19, 2022
શું લખ્યું ઈસુદાન ગઢવીએ
ગુજરાતમાં અત્યાર સુધી ટીવી મીડિયાને ધમકીઓ આપીને અમારા પ્રવક્તાઓને ડિબેટ કરતા અટકાવનાર ભાજપે હવે કેજરીવાલ જીનો બરોડામાં કાર્યક્રમ ન થયા તે માટે 13થી વધુ સભા સ્થળના માલિકોને જગ્યા નહીં આપવાની ધમકી આપીને બુકિંગ કેન્સલ કરાવ્યું છે. ! કેજરીવાલની લોકપ્રિયતાથી ડરી ગયેલી ભાજપ હવે ગુસ્સે ભરાઈ છે.
गुजरात में अब तक टीवीमीडिया को धमका कर हमारे प्रवक्ताओं को डिबेट से रोक रही भ्रष्ट भाजपा अब केजरीवाल जी का बड़ौदा में कार्यक्रम ना हो इसलिए १३ से ज्यादा सभास्थल मालिकों को जगह न देने के लिए धमका कर बूकिंग केन्सल करवाया !
— Isudan Gadhvi (@isudan_gadhvi) September 19, 2022
केजरीवालजी की लोकप्रियता से डरी हुई भाजपा अब बौखला गई है।
ઈસુદાન ગઢવી આ ટ્વીટ પર રિપ્લાય આપતા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે લખ્યું કે, વિરોધી પક્ષોને આ રીતે કાર્યક્રમો કરતા અટકાવવા યોગ્ય નથી. તમે તમારા પોતાના કાર્યક્રમો કરો, અન્ય તમામ પક્ષોને તેમના કાર્યક્રમો કરવા દો. જીત અને હાર ચાલુ રહે છે. લોકોને આ રીતે ધમકાવવા યોગ્ય નથી.
કેજરીવાલ-સિસોદીયા આવશે ગુજરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવવાની સાથે જ રાજ્યમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હી સીએમ તથા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુલાકાતો વધી રહી છે. દિલ્હી સીએમ કેજરીવાલ અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદીયા ફરી એકવાર ગુજરાત મુલાકાતે આવશે.
આપ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 20 સપ્ટેમ્બરે વડોદરા આવશે. અરવિંદ કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સ કરશે અને ટાઉનહોલ કાર્યક્રમના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા 21 સપ્ટેમ્બરે અમદાવાદ આવશે. મનીષ સિસોદિયા સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના દર્શન કરશે. જે બાદ તેઓ ગુજરાત યાત્રાની શરૂઆત કરશે. મનીષ સિસોદિયા સમગ્ર ઉત્તર ગુજરાતમાં યાત્રા કરી લોકોને પરિવર્તન લાવવા માટે હાકલ કરશે.
પ્રિયંકા ગાંધી આવશે વડોદરા
ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવવાની સાથે જ દિગ્ગજ નેતાઓના રાજ્યમાં આંટાફેરા વધી રહ્યા છે. મોદી, શાહ અને કેજરીવાલ સતત રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. કોંગ્રેસના રાહુલ ગાંધી પણ મુલાકાતે આવી ગયા છે. 30 સપ્ટેમ્બર આસપાસ પ્રિયંકા ગુજરાત આવી શકે છે. વડોદરા ખાતે પ્રિયંકા ગાંધી રોડ શો કરી શકે છે. ઉપરાંત આણંદ ખાતે મહિલા સંમેલનને સંબોધી શકે છે. આણંદ અથવા વડોદરામાં ગરબામાં પણ ભાગ લઈ શકે છે. હાલ પ્રિયંકા ગાંધીના કાર્યક્રમને કોંગ્રેસ દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે.