Ahmedabad: ચાંદખેડામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો, 11 વર્ષના બાળકનું થયું મોત, લોકોમાં ભયંકર રોષ
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે. બેફામ કારે ટેમ્પો રીક્ષાને અડફેટે લીધી હતી. જેના કારણે આ અકસ્માત સર્જાયો અને 11 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે.

અમદાવાદ: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે. બેફામ કારે ટેમ્પો રીક્ષાને અડફેટે લીધી હતી. જેના કારણે આ અકસ્માત સર્જાયો અને 11 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. જે કારથી અકસ્માત થયો તે કારની આગળ પોલીસનું બોર્ડ માર્યું હતું.
ચાંદખેડા આઈઓસી રોડ પાર અકસ્માતની ગંભીર ઘટના બની હતી. અહીં પુરપાટ ઝડપે આવતી કારે ટેમ્પોને ટક્કર મારી હતી. પૂંઠા ભરેલો ટેમ્પો બાળક પર પડ્યો હતો. આ અકસ્માતમાં શંકર ગુજ્જરનું મોત થયું છે. હાલ પ્રાથમિક તપાસમાં કારમાં દારૂની બોટલ મળી નથી. ચાલક નશામાં હોવાની આશંકા હોવાથી મેડીકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા છે. આ અકસ્માતની ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતાર્યા હતા.
પોલીસે કાર ચાલક આરોપી તરુણ પારમારની અટકાયત કરી છે. L ડિવિઝન ટ્રાફિક પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે. ચાલક લગ્નમાં મહેમાનને લેવા માટે જતો હતો. તરુણ પરમારનો મિત્ર પોલીસની પરીક્ષાની તૈયારી કરતો હોવાથી પોલીસનું બોર્ડ માર્યું હતું.
આ અકસ્માતમાં જે બાળકનું મોત થયું છે તેનું નામ શંકર ગુજ્જર હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં બાળકના મોતને લઈને તેના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે સ્થાનિકો ભારે રોષે ભરાયા હતા અને તેમણે રસ્તા પર ચક્કાજામ કર્યો હતો.
ગઈકાલે મીઠાખળી વિસ્તારમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો
અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મીઠાખળી પાસે એક સ્કોડા કારે ચારથી પાંચ વાહનોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા હતા, જેમાંથી એક મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માત સર્જનાર નિલેશ પટેલ નામના યુવકની મીઠાખળી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અટકાયત કરવામાં આવી છે અને યુવક નશાની હાલતમાં હોવાની આશંકા સેવાઈ રહી છે.
ઉમરપાડામાં થયો હતો અકસ્માત
સુરતના ઉમરપાડા નજીક એક ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકોના મોત થયા હતા. ઉમરજર ગામ પાસે ઇકો કાર અને બાઈક વચ્ચે સામસામી ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક સવાર ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. મૃતક યુવકો સાગબારા તાલુકાના વતની હોવાનું જાણવા મળ્યું હતું ઉમરપાડા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
