શોધખોળ કરો
Advertisement
નિત્યાનંદ આશ્રમમાંથી પોલીસે 14 લેપટોપ,43 ટેબલેટ કર્યા જપ્ત, DPSના પ્રિન્સિપાલ હિતેશ પુરીની અટકાયત
પોલીસે આશ્રમમાંથી 14 લેપટોપ, 43 ટેબલેટ, અને ચાર મોબાઈલ, 3 પેનડ્રાઈવ, CPU અને DVR સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અમદાવાદ: નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે વધુ એક મોટો ખુલાસો થયો છે. ડીપીએસ સ્કૂલના પ્રિન્સિપાલ હિતેશ પુરીની પોલીસે અટકાયત કરી લીધી છે. હાલ તો પોલીસે હિતેશ પુરીની પૂછપરછ શરૂ કરી છે. નિત્યાનંદ અને DPS કનેક્શનની તપાસ કરવામાં આવી છે. આશ્રમને ફ્લેટ ભાડે આપનાર પુષ્પકસિટીના મેનેજરની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસને ભાડા કરારની જાણ ન કરતા તેમની અટકાયત કરવામાં આવી છે.
પોલીસે આશ્રમમાંથી 14 લેપટોપ, 43 ટેબલેટ, અને ચાર મોબાઈલ, 3 પેનડ્રાઈવ, CPU અને DVR સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તમામ જપ્ત સામાનને તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યો છે.
અમદાવાદના હાથીજણ વિસ્તાર ખાતે આવેલા લંપટ નિત્યાનંદ આશ્રમ વિવાદમાં પોલીસે આશ્રમની બે સંચાલિકાની ધરપકડ કરી હતી. સગીરાઓ સાથે દુર્વ્યવહાર બદલ પોલીસે બંને સંચાલિકાની ધરપકડ કરી હતી. સગીરા સાથે દુર્વ્યવહાર મામલે આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાનંદાની ધરપકડ કરી હતી.
CBSEએ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને પત્ર લખ્યો અને DPSએ જમીન લીઝ પર કઈ રીતે આપી તેની તપાસ કરવા કહ્યું છે. બોર્ડની મંજૂરી વિના કઈ રીતે જમીન આપી?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement