(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad: અમદાવાદના રિવરફ્રન્ટ પર કાર ચાલકે સર્જ્યો અકસ્માત, બે લોકો ઇજાગ્રસત
Accident News: રાજ્યમાં સપ્તાહનો પ્રથમ દિવસ અકસ્માતથી ભરેલો રહ્યો.
Ahmedabad Accident News: અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. આજે રિવરફ્રન્ટ પર કાર ચાલકે અકસ્માત સર્જયો હતો. જેમાં બે લોકો ઘાયલ થયા હતા. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કારનો નંબર જીજ-01-ડબલ્યુએ-0550 છે અને વિન્ડશિલ્ડ પર ભાજપનો સિમ્બોલ છે.
અમદાવાદના અકસ્માત પહેલા આજે રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક સોમનાથ સોસાયટીમાં બેફામ કાર ચાલકનો આતંક જોવા મળ્યો હતો. સોમનાથ સોસાયટીમાં નબીરાએ ત્રણ બાઈક અને એક શાકભાજીની લારીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં લારી ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પરંતુ અકસ્માતથી સ્થાનિકોમાં રોષનો માહોલ ફેલાયો છે. અકસ્માત સમયે કેવલ નામનો વ્યક્તિ કાર ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે અને કારનો માલિક રાજુ નામનો વ્યક્તિ છે. હાલ તો બેફામ કાર ચાલકની પોલીસે અટકાયત કરી છે.
આ મામલે મોટો ખુલાસો થયો છે. ગાડીના માલિક રાજુ હુમલે કેવલને ગાડી આપી હતી. આ કાર કેવલ રમેશ ગાણોલીયા ચલાવતો હતો અને તેની પાસે લાઈસન્સ પણ નથી. આ મામલે રાજકોટના એસીપી ભાર્ગવ પંડ્યાનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, 2 લોકો ગાડીમાં સવાર હતા, શાકભાજીના લારી ચાલકને સામાન્ય ઇજા થઇ છે, 4 જેટલા બાઇકને નુકસાન થયું છે, ગાડી માલિક રાજુ હુંબલની ગાડી છે, તેમણે ઉમંગને ગાડી આપી હતી, કેવલ અને તેનો મિત્ર ગાડીની મ્યુઝિક સિસ્ટમ ચેક કરતા હતા તે દરમિયાન ગાડી ચાલુ થઈ ગઈ તેવું પ્રાથમિક પૂછપરછમાં તેમણે જણાવ્યું છે. કાર ચાલવાનારની ઉંમર 18 વર્ષ છે, આ બાબતની fsl દ્વારા તપાસ કરાશે કે અકસ્માતનું સાચું કારણ શું હતું. કેવલ ગાણોલિયા ગાડી ચલાવતો હતો અને પોલીસ શક્ય તેટલી ભારે કલમો હેઠળ ગુનો નોધશે. લાયસન્સ હજુ પ્રક્રિયા હેઠળ હતું જે તેને હજુ મળ્યું નથી. જામીન હેઠળ આરોપી છૂટી ન જાય તે રીતે ગુનો નોંધીશું. જોકે પોલીસે જણાવેલ વાત અને આરોપીએ મીડિયાને જણાવેલ વાર્તા કંઈક અલગ જ છે. આરોપીએ મીડિયા સાથેની વાતચીતમાં એવું કહ્યું કે લીવર ચોટી ગયું હતું અને પોલીસને એવું નિવેદન આપ્યું કે મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરી અને ગાડી ભાગી હતી.
આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગાડીની સ્પીડ અંદાજે 100ની આસપાસ હતી. કારચાલકે શાકવાળાને અડફેટે લીધો હતો જેમાં તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. અકસ્માત બાદ ઇજાગ્રસ્તને 108ની મદદથી હોસ્પિટલ લઈજવામાં આવ્યો હતો. કાર એક ઘરની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી જેના કારણે દિવાલને પણ નુકસાન થયું હતું.