Ahmedabad : યુવતીને રાજસ્થાન લઈ જઈ યુવકે પરાણે માણ્યું શરીરસુખ, યુવતીને બાંધી રાખતો ને.....
યુવતીના પરિવારે અન્ય યુવક સાથે લગ્ન કરાવ્યા હતા. શખ્શે યુવતીનું અપહરણ કરી રાજસ્થાન લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. અહીં યુવતીને બાંધી રાખતો હતો. જોકે, યુવતીએ ચાલાકી વાપરી પરિવારને જાણ કરી હતી.
અમદાવાદઃ શહેરના નારોલ વિસ્તારમાં રહેતી અને એરહોસ્ટેસનો અભ્યાસ કરી ચુકેલી યુવતી સાથે યુવકે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પિતા સાથે ઝગડો થયા બાદ યુવતીએ એક યુવક સાથે ફૂલ હાર કર્યા હતા. જોકે, ફૂલ હાર બાદ યુવકે ત્રાસ આપવાનો શરૂ કરી દીધો હતો.
ઇન્સ્ટાગ્રામ પર ફોટો મૂકી યુવતીને ત્રાસ આપતો હતો. યુવતીના પરિવારે અન્ય યુવક સાથે લગ્ન કરાવ્યા હતા. શખ્શે યુવતીનું અપહરણ કરી રાજસ્થાન લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. અહીં યુવતીને બાંધી રાખતો હતો. જોકે, યુવતીએ ચાલાકી વાપરી પરિવારને જાણ કરી હતી. આ પછી રાજસ્થાન અને નારોલ પોલીસે યુવતીને મુક્ત કરાવી આરોપીની ધરપકડ કરી છે.
રાજ્યમાં દારૂબંધી માત્ર નામની છે. અનેક જગ્યાએ દેશીની સાથે વિદેશી દારૂ પણ મળતો હોય છે. દરરોજ દારુ ઝડપાવાના સમાચાર સામે આવે છે. હવે પોલીસકર્મી દારુ સાથે પકડાવાની ઘટના સામે આવી છે. બુટલેગરો દારૂનું વેચાણ કરતા હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં એક પોલીસ જ બુટલેગર બનીને દારૂનું વેચાણ કરી રહ્યો હતો. અરવલ્લી પોલીસે કાર્યાવાહી કરતા તેની ધરપકડ કરી છે. હિંમતનગરના એ-ડિવિઝનમાં ફરજ બજાવતો પોલીસકર્મી વિદેશી દારૂ સાથે ઝડપાયો છે.
પોલીસની જવાબદારી દારૂનું વેચાણ કરતા લોકો સામે કાર્યવાહી કરવાનું છે, પરંતુ અહીં પોલીસકર્મી જ પોતાના હોદાનો દુરુપયોગ કરી બુટલેગર બની ગયો હતો. તે દારૂનું વેચાણ કરી રહ્યો હતો. ભિલોડા પોલીસે ટાકાટૂંકા પાસેથી બુટલેગર પોલીસકર્મીને ઝડપ્યો છે. દારૂ ભરેલી કાર લઈને નાસી છૂટેલા બે અન્ય આરોપીઓ ધનસોર પાસે કાર મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસમાં ફરજ બજાવતો કર્મી જ બુટલેગર બનીને દારૂનું વેચાણ કરી રહ્યો હતો. ભિલોડા પોલીસે કાર સહિત 4.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભિલોડા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પાકિસ્તાન માટે જાસૂસી કરતા BSF જવાનની ATSએ કરી ધરપકડ
કચ્છમાં સરહદની જાસૂસી કરતા જવાન ઝડપાયો છે. મોહમ્મદ સજાજાદ મોહમ્મદ ઈમ્તિયાઝ નામનો સેનાનો જવાન જાસૂસીકાંડમાં ઝડપાયો છે. આ જવાન સેનામાં રહી દેશ સાથે ગદ્દારી કરતો હતો. BSFના ગાંધીધામ યુનિટમાં તૈનાત કશ્મીરી જવાન જાસૂસી કરતા ઝડપાયો છે.
જવાનની જાસૂસી પ્રકરણમાં ધરપકડ કરવામાં આવતા બોર્ડર ડિસ્ટ્રીકટ કચ્છની ઈંટેલીજંસ એજંસીઓ પણ ચોંકી ઉઠી છે. ATSએ આ જવાનની ધરપકડ કરી છે. કશ્મીરી જવાન ત્રિપુરામાં ડ્યુટી પર હતો ત્યારથી તેના પર સર્વેલંસ કરવામાં આવતું હતું. ત્યારબાદ કચ્છમાં મૂકાયો હતો. જ્યાં પણ તેના પર નજર રાખવામાં આવતી હતી.
આ દરમિયાન ગુજરાત ATSને ટીપ્સ મળતા જ આજે તેને ઉઠાવી લીધો હતો. સૂત્રોના મતે જમ્મુ- કશ્મીરના રાજોરી જિલ્લાનો રહેવાસી છે. બે મહિના પહેલા તેની બટાલિયન કચ્છમાં ગાંધીધામ ખાતે ડિપ્લોય કરાતા અહીં આવ્યો હતો. મીડિયા અહેવાલ પ્રમાણે આ કશ્મીરી જવાન મુસ્લિમ છે અને સાત વર્ષ પહેલા જ BSFમાં ભરતી થયો હતો.