Ahmedabad : ઘરમાં ઘૂસીને ભાઈના મિત્રે યુવતીને બાથમાં ભીડી લીધી અને કરવા લાગ્યો ગંદી હરકત, પછી તો.....
શાહપુરમાં યુવતી સાથે છેડતી કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવકે મિત્રની જ બહેન સાથે છેડતી કરતાં યુવતીએ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદઃ શહેરના શાહપુરમાં યુવતી સાથે પરિચીત વ્યક્તિ દ્વારા જ છેડતી કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવકે મિત્રની જ બહેન સાથે છેડતી કરતાં યુવતીએ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, શાહપુરમાં યુવતી સાથે છેડતીની ઘટના બની છે. ઘરમાં ઘુસી ભાઈનાં મિત્રને યુવતીને બાથમાં ભીડી લીધી હતી. યુવતીએ પ્રતિકાર કરતા યુવકે લાફા માર્યા હતા. ભાઈ અને પતિને મારી નાખવાની ધમકી આપી યુવક ફરાર થઈ ગયો હતો. શાહપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Mehsana : બાળકીની હત્યામાં ચોંકાવનારો ખુલાસોઃ હત્યારાનું નામ અને હત્યાનું કારણ જાણી વરસાવસો ફીટકાર
મહેસાણાઃ મહેસાણા લિંક રોડ પર બાળકીની હત્યા કરેલ લાશ મળવાનો મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે તપાસ દરમિયાન બાળકીની માતાની ધરપકડ કરી છે. બાળકીની હત્યા તેની જ માતાએ કરી હોવાનું સામે આવ્યુ છે. માતાને અન્ય પુરુષ સાથે લગ્ન કરવા હોવાથી બાળકી અડચલ રૂપ બનતા બાળકીને ગળે ટૂંપો આપી હત્યા કરી નાંખી હતી. સમગ્ર મામલે પોલીસે બાળકીની માતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા જિલ્લામાં ફરી એકવાર માતા બની પોતાના સંતાનની હત્યારી.
ગાંધીનગર લીંક રોડ ઉપર ગોકુલધામ ફેલટ સામે બાળકીની હત્યા કરી નાંખવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. સાડા ત્રણ વર્ષીય બાળકીની હત્યા કરી નાંખવામાં આવી છે. નજીકમાં ઝુંપડામાં રહેતા મજૂરની દીકરીની હત્યા કરવામાં આવી છે. રાત્રે 3 વાગે ગુમ થયા બાદ સવારે મૃતદેહ મળ્યો. ગળે ફાંસો આપી હત્યા કરાઈ હોવાનું એફએસએલનું કહેવું છે. બાળકીના ગળામાં દુપટ્ટો વીંટાયેલો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતો.
મહેસાણા પોલીસ એ ડીવીઝન અત્યારે તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, અઢી વર્ષીય બાળકીની લાશ મળી આવી છે. આ બનાવ કઈ રીતે બન્યો છે, તેની તપાસમાં અમારી ટીમ લાગેલી છે. એફએસલના મત મુજબ, ગળે ટૂંપો આપીને બાળકીની હત્યા નીપજાવવામાં આવી છે. હવે એના પાછળનું કારણ શું છે અને શા માટે આ બાળકીની હત્યા કરવામાં આવી છે, તે દિશામાં તપાસ ચાલી રહી છે. તમામ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે.