Ahmedabad : કલરકામ માટે આવેલા યુવકે યુવતીને બાથ ભરી લીધી, પરાણે કપડા ઉતારવા ગયો ને યુવતીએ.....
શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી યુવતી બહેનના ઘરે કલરકામ ચાલતું હોવાથી ત્યાં મદદ માટે ગઈ હતી. ઘરે નજર રાખવા આવેલી યુવતી સામે એક કારીગર ખરાબ નજરથી જોતો હતો. જોકે, યુવતીએ તેને નજરઅંદાજ કર્યો હતો.
અમદાવાદઃ શહેરના ચાંદખેડા વિસ્તારમાં કલરકામ માટે આવેલા યુવકે યુવતીની એકલતાનો લાભ લઈ તેની સાથે બળાત્કારનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો છે. બહેનના ઘરે દેખરેખ માટે આવેલી યુવતીને કલરકામ કરતાં કારીગરે બાથ ભીડીને અશ્લીલ હરકત કરવા લાગ્યો હતો. એટલું જ નહીં, તેણે યુવતીના કપડા પણ ઉતારવાનો પ્રયાસ કરતાં યુવતીએ તેને કાન પર બટકું ભરી લીધું હતું અને હવસખોરની ચુંગાલમાંથી છૂટીને દેકારો મચાવી દીધો હતો. બીજી તરફ યુવતીએ દેકારો મચાવતાં યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી યુવતી બહેનના ઘરે કલરકામ ચાલતું હોવાથી ત્યાં મદદ માટે ગઈ હતી. ઘરે નજર રાખવા આવેલી યુવતી સામે એક કારીગર ખરાબ નજરથી જોતો હતો. જોકે, યુવતીએ તેને નજરઅંદાજ કર્યો હતો. દરમિયાન અન્ય કારીગરો બહાર જતાં આ યુવક ઘરમાં કામ કરતો હતો, જ્યારે યુવતી બીજા રૂમમાં હતા.
આમ, યુવકે ઘરમાં એકલતાં લાભ લઈ યુવતી જે રૂમમાં હતી, ત્યાં પહોંચી ગયો હતો અને યુવતી કંઈ સમજે તે પહેલા તેને બાથ ભીડી લીધી હતી અને તેને ખેંચીને બીજા રૂમમાં લઈ ગયો હતો. અહીંથી અવાજ બહાર જતો ન હોવાથી યુવક યુવતી સાથે અશ્લીલ હરકતો કરવા લાગ્યો હતો. એટલું જ ન હીં, યુવતીના કપડા પણ ઉતારવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો.
જોકે, યુવતીએ હિમ્મત કરીને યુવકના કાન પર બટકું ભરી લીધું હતું. જેથી પકડ ઢીલી થતાં યુવતી છટકીને બહાર આવી ગઈ હતી અને બુમો પાડવા લાગી હતી. આમ, બૂમાબૂમ થતાં યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ કરતાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી હાથ ધરી છે.