Ahmedabad : તાંત્રિકે યુવતીને સંતાન પ્રાપ્તિ માટે પોતાની સાથે શરીરસંબંધ રાખવા કહ્યું ને પછી....
શહેરના જુહાપુરામાં રહેતી પરિણીતાને લગ્નને 13 વર્ષ થયા છે. તેમજ લગ્ન પછી સંયુક્ત પરિવારમાં રહે છે. જોકે, લગ્ન પછી સંતાન ન થતાં તેમણે દોઢેક વર્ષ પહેલા પાડોશીની દીકરીને દત્તક લીધી હતી.
અમદાવાદઃ જુહાપુરાની 28 વર્ષીય પરણીત યુવતીએ તાંત્રિકે પોતાની સાથે શારીરિક સંબંધ બાંધીને સંતાન પ્રાપ્તિ કરવાની અઘટિત માંગણી કરી હોવાની વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં ચકચાર મચી ગઈ છે. લગ્નના 13 વર્ષ પછી પણ સંતાન ન થતાં પરિણીતાએ દોરા-ધાગા કરવા માટે તાંત્રિકને ઘરે બોલાવ્યો હતો. જોકે, તાંત્રિકે હોટલમાં જઈને શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરતા પરિણીતાએ પોલીસ ફરિયાદ કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના જુહાપુરામાં રહેતી પરિણીતાને લગ્નને 13 વર્ષ થયા છે. તેમજ લગ્ન પછી સંયુક્ત પરિવારમાં રહે છે. જોકે, લગ્ન પછી સંતાન ન થતાં તેમણે દોઢેક વર્ષ પહેલા પાડોશીની દીકરીને દત્તક લીધી હતી. દરમિયાન પરિણીતાને સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું હતું કે, તેમના જ મહોલ્લામાં રહેતો ઈમ્તિયાઝ હુસેન ઉર્ફે જલાલી રહીમ શેખ દોરા-ધાગાનું કામ કરે છે.
આથી પરિણીતાએ ગત 7 ઓગસ્ટે સાંજે ઈમ્તિયાઝ સુલતાનાના ઘરે આવ્યો હતો. ઘરે આવેલા તાંત્રિકને પરિણીતાએ તેમને પોતાનું બાળક થતું ન હોવાનું જણાવ્યું હતું. આથી તાંત્રિકે કહ્યું કે, તારે બાળક ના થતું હોય તો તારે પરપુરુષ સાથે સંબંધ બાંધવો પડે તોજ તને બાળક થશે. આ સમયે તાંત્રિકે પરિણીતાને કહ્યું કે, આપણે બંને હોટલમાં જઈએ અને તું મારી સાથે સંબંધ રાખીશ તો તને બાળક થાય તેમ છે. આમ, વારંવાર તાંત્રિકે આવી અઘટિત માગણી કરતાં પરિણીતાએ ઇમ્તિયાઝ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
તાંત્રિકે યુવતીને સંતાન પ્રાપ્તિ માટે પોતાની શરીર સંબધ બાધવા માટેની વાત કરતા મામલો બીચક્યો હતો. યુવતીએ તાંત્રિકને ઘરમાંથી કાઢી મુક્યા બાદ તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. બીજી તરફ તાંત્રિક વિરુદ્ધ અરજી થતા તેના ભાઇઓ યુવતીના ઘરે આવ્યા હતા અને ગાળો બોલીને ફરિયાદ પરત ખેંચવા માટે ધમકી આપી હતી. આમ, ધમકી મળતા યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં કહેવાતા તાંત્રિક ઇમ્તિયાઝ હૂસૈન ઉર્ફે જલાલી શેખ, મુબીન, ઇરફાન અને અફરોજ નામના યુવકો વિરુદ્ધ ફરિયાદ કરી છે.