શોધખોળ કરો

Ahmedabad: યુવકે પત્નીનું માથું ધડથી અલગ કરી નીપજાવી હત્યા, ચાર મહિના પહેલા જ થયા હતા લગ્ન

કનુભાઈ ઉર્ફે ચકો હિતેશભાઈ ગોહિલ અને મૃતક હંસાબેનના લગ્ન ચાર મહિના પહેલા થયા હતા. આ પહેલા સાણંદના કપૂર વાસ ખાતે રહેતા હતા. મકાનમાંથી દુર્ગંધ આવતી હોવાનો કોલ આવતાં પોલીસ આવી પહોંચી હતી.

અમદાવાદ: સાણંદમાં પતિએ પત્નીની ઘાતકી હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઇ છે. હજુ દંપતી ચાર દિવસ પહેલા જ સાણંદમાં ભાડાના મકાનમાં રહેવા આવ્યું હતું, ત્યારે કોઈ કારણસર પતિ પત્નીની ઘાતકી હત્યા કરીને ફરાર થઈ ગયો છે. પતિ પત્નીનીની તીક્ષ્ણ હથિયારથી માથું ધડથી અલગ કરી ઘાતકી હત્યા કરી ફરાર થઇ ગયો છે. મકાનમાંથી દુર્ગંધ આવતા પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. 

કનુભાઈ ઉર્ફે ચકો હિતેશભાઈ ગોહિલ અને મૃતક હંસાબેનના લગ્ન ચાર મહિના પહેલા થયા હતા. આ પહેલા સાણંદના કપૂર વાસ ખાતે રહેતા હતા. મકાનમાંથી દુર્ગંધ આવતી હોવાનો કોલ આવતાં પોલીસ આવી પહોંચી હતી અને ઘરનું તાળું તોડીને ચેક કરતાં પથારીમાં ધડથી માથું અલગ કરેલી પરણીતાની લાશ લોહીલૂહાણ હાલતમાં મળી આવી હતી. પોલીસે પરણીતાના પતિનો સંપર્ક કર્યો તો મોબાઈલ બંધ આવી રહ્યો હતો. જેથી પતિ નાસી ગયાની શંકા ઉપજી રહી છે. બીજી તરફ મૃતકના ભાઈએ સાણંદ પોલીસમાં પતિ હિતેશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ચાર મહિના પહેલા જ લગ્ન કરાનાર દંપતી વચ્ચે ઘર કંકાસની શંકા છે. તેમ જ આ કારણથી હત્યા થઈ હોવાની ચર્ચા છે. જોકે, પતિની ધરપકડ પછી હત્યાનું સાચું કારણ સામે આવી શકે છે.  હંસાબેન મૂળ કચ્છના રાપરના અને તેમનો પતિ હિતેશ ગોહિલ રાપર તાલુકાના જ આડેસરનો રહેવાસી છે. હિતેશ સાણંદની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 

વડોદરાઃ વડોદરા શહેરમાં રહેતી 27 વર્ષની પરિણીત યુવતીના ઘરે જઈને ફેસબૂક ફ્રેન્ડે શરીર સુખ માણતાં યુવતીએ નોંધાવેલી ફરિયાદના આધારે યુવકની ધરપકડ કરી છે. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે, યુવતીના પ્રેમીને યુવતીની ફ્રેન્ડે જ ઘરે બોલાવ્યો હતો. યુવતીનો આક્ષેપ છે કે, પોતાની ફ્રેન્ડે પીણામાં કશુંક પિવડાવી દેતાં પોતે બેભાન થઈ ગઈ હતી. તેનો લાભ લઈને ફેસબુક ફ્રેન્ડ ઉપરાંત ફ્રેન્ડ યુવતીના ભાઈએ પણ શરીર સંબંધ બાંધ્યા હતા.

આ ઘટનાની વિગત એવી છે કે, વડોદરા શહેરમાં રહેતી 27 વર્ષની  પરિણીતાને બે સંતાનો છે. તેનો પતિ મેડિકલ ફિલ્ડમાં નોકરી કરે છે અને સતત ટ્રાવેલિંગમાં રહે છે. યુવતીનો એપ્રિલ-2021માં ફેસબૂક થકી મહેશ ઉર્ફે તુષાર હેમંતભાઇ સોલંકી સાથે પરિચય થયો હતો.

ફેસબૂક પર પરિચય  થયા પછી તુષાર વોટ્સએપ પર પરિણીતાને કોલ કરી ફ્રેન્ડશિપ બાંધવા માટે કહેતો હતો. જો કે યુવતી તૈયાર નહોતી. પોતાને પતિ અને બે સંતાનો  હોવાનું જણાવી  પરિણીતા ફ્રેન્ડશિપ માટે ના પાડતી હતી.

દરમિયાન પરિણીતાના વતન આગ્રાની વતની અને તેની બહેનપણી પ્રિયંકા બ્રિજમોહન અને પ્રિયંકાના ભાઇ પ્રકાશ શ્રીરામ શર્મા (બંને રહે.આગ્રા લોહા મંડી,પોલીસ સ્ટેશનની સામે) વડોદરા રહેવા આવ્યા હતા. પરિણીતાએ પ્રિયંકાને તુષારની વાત કરી હતી. તુષાર વારંવાર કોલ  કરીને ફ્રેન્ડશિપની ઓફર કરે છે એવું પણ કહેતાં પ્રિયંકાએ તુષાર સાથે વાત કરીને તેને ઘરે બોલાવ્યો હતો.

યુવતીનો આક્ષેપ છે કે, પ્રિયંકાએ પરિણીતાને ઠંડા પીણામાં કંઇક કેફી પદાર્થ ભેળવીને  પીવડાવી દેતા પરિણીતા બેભાન જેવી થઇ  ગઇ હતી. ત્યાર બાદ તુષાર અને   પ્રકાશે પરિણીતા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ તુષાર પરિણીતાને મંદિરે લઇ ગયો હતો અને માથામાં સિંદૂર ભરી ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું હતું. તેણે પરીણિતાને ધમકી આપી હતી કે,પોતાની સાથેસંબંધ નહી રાખે તો તને અને તારા બાળકોને મારી નાંખીશ.

આ અંગે પરીણિતાએ ફરિયાદ કરતાં બાપોદ  પી.આઇ. યુ.જે. જોશીએ આ અંગે  ગુનો દાખલ કરી  તુષાર ઉર્ફે મહેશની ધરપકડ કરી છે. તુષાર પણ પરિણીત છે અને બે સંતાનનો પિતા છે. તુષાર ખાનગી કંપનીમાં  કોન્ટ્રાકટ પર નોકરી  કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર
ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Embed widget