Ahmedabad : ઇચ્છા પૂરી કરવાનું કહીને સસરાએ કરી પુત્રવધૂની છેડતી ને પછી તો....
કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ૮૦ વર્ષીય સસરા રામભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાઈ છે. સૈજપુર બોઘા ખાતે રહેતા સસરા સામે પુત્રવધૂએ પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
અમદાવાદઃ શહેરમાં સંબંધોને શર્મશાર કરતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરિણીતાએ ખૂદ પોતાના જ સસરા સામે છેડતીની ફરિયાદ કરતાં ખભળાટ મચી ગયો છે. ઈચ્છા પૂરી કરવાનું કહી સસરાએ છેડતી કરી હોવાની પુત્રવધૂએ પોલીસ ફરિયાદ કરી છે. કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ૮૦ વર્ષીય સસરા રામભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાઈ છે. સૈજપુર બોઘા ખાતે રહેતા સસરા સામે પુત્રવધૂએ પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
વડોદરાઃ ગોત્રી પોલીસ સ્ટેશનમાં હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય ગેટ બંધ કર્યા છે, ત્યારે આરોપી રાજુ ભટ્ટ પોલીસ સમક્ષ હાજર થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સવારથી અત્યાર સુધી 25 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. લોકોનું ચેકીંગ કર્યા બાદ જ અંદર પ્રવેશ આપવામાં આવે છે. બે લક્ઝુરિયસ કારો પણ પોલીસે ડીટેઈન કરી છે. નિસર્ગ ફલેટના માલિક રાહિલ જૈનને પૂછપરછ માટે બોલાવ્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી એસ ચૌહાણે નિવેદન આપ્યું હતું કે, પોલીસે આરોપી અશોક જૈનની બે કાર કબ્જે કરી છે. પોલીસે ફલેટના માલિક રાહિલ જૈનની પૂછપરછ કરી હતી. વડોદરાની હાર્મની હોટેલના મેનેજરની પણ પૂછપરછ કરી હતી. પીડિતા યુવતી સૌપ્રથમ હાર્મની હોટેલમાં રોકાઈ હતી. પોલીસે આરોપીઓને પકડવા 7 ટીમો બનાવી છે. બુટલેગર અલ્પુ સિંધીને પણ પકડવા એક ટીમ બનાવી છે. ક્રાઈમ બ્રાન્ચે હજી સુધી એક પણ આરોપી ને પકડ્યા નથી . ક્રાઈમ બ્રાન્ચે દિવસભર કેસ સાથે સંકળાયેલા અનેક લોકોની પૂછપરછ કરી છે. પોલીસને પૂછપરછ દરમિયાન મહત્વના પુરાવાઓ હાથ લાગ્યા છે.
ગોત્રી પોલીસ મથકમાં નોંધાયેલા હાઇપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં યુવતી સાથેના કઢંગી હાલતમાં સી.એ અશોક જૈન અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટના ફોટોગ્રાફ્સ પોલીસને સોંપાયા છે. દિવાડીપુરાના નિસર્ગ કોમ્પ્લેક્ષના 9માં માળે ફ્લેટમાં લૉની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઇ છે. પીડિત યુવતીનું 164 મુજબ નિવેદન લેવાઈ ચૂક્યું છે.
દુષ્કર્મની ફરિયાદના પાંચમાં દિવસે ગોત્રી પોલીસ પાસેથી તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઇ છે. પોલીસ કમિશ્નર શમસેરસિંહે કેસની ગંભીરતા સમજી તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે. પીડિતાને સંપૂર્ણ ન્યાય મળશે. પોલીસ મજબૂતાઈથી તપાસ કરી રહી છે, તેમ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટ પોલીસ પકડથી દૂર છે. આરોપીઓના વકીલે બંને નિર્દોષ હોવાનું અને નાર્કોટેસ્ટ માટે તૈયાર હોવાની વાત કરી હતી.
વડોદરાના સી.એ.ને ત્યાં નોકરી કરતી હરિયાણાની 24 વર્ષની યુવતીએ પોતાના બોસ એવા સી.એ. અને તેના ક્લાયન્ટે પોતાના પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે, સી.એ. અશોક જૈને તેને ભાડેથી ફ્લેટ અપાવ્યો હતો અને પછી ફ્લેટ પર આવીને પરાણે શરીર સંબંધ બાંધ્યો હતો. તેણે મારા પર બળાત્કાર ગુજાર્યો એ પછી મારા ન્યૂડ ફોટા વાયરલ કરતાં મને શંકા ગઇ હતી. મેં મારા રૂમ ચેક કરતાં એ.સી.ના પ્લગ પાસે એક સ્પાય કેમેરો મળી આવ્યો હતો અને આ કેમેરો મેં કાઢી લીધો હતો.
પીડિતાએ રાજુ ભટ્ટ નામના ક્લાયન્ટ સામે પણ ફરિયાદમાં ગંભીર આક્ષેપ કર્યા છે. તેણે કઇ રીતે બળાત્કાર ગુજાર્યો તેની પણ કેફિયત વર્ણવી છે. પીડિતાએ કહ્યું છે કે,મારા બોસ અશોક જૈને મારા પર બળાત્કાર ગુજાર્યો પછી જતાં જતાં ક્લાયન્ટ રાજુ ભટ્ટને ખુશ કરવાનું કહીને ગયા હતા.
બીજા દિવસે મારા ફ્લેટમાં રાજુ ભટ્ટ આવ્યા હતા. રાજુ ભટ્ટે મને ચા-પાણી મળશે ? તેમ પૂછતાં મેં ના પાડી હતી. તેણે મને પકડી લીધી હતી અને કહ્યું હતું કે, બોલ હા કે ના ? મેં ના પાડી હતી.રાજુ ભટ્ટે ધક્કો મારી મને બેડરૂમમાં ધકેલી હત. તે વખતે મેં ભાગવાનો પ્રયાસ કરતાં તેમણે મારા પર ટીવી ફેંક્યું હતું જેથી મને પગે ઇજા થઇ હતી. ત્યારબાદ તેમણે મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે મને પકડી રાખી કહ્યું હતું કે, તું કાંઇ કરીશ તો મેં રેકોર્ડિંગ કર્યું છે તે વાયરલ કરીને બદનામ કરી દઇશ.