Ahmedabad : પ્રતિષ્ઠિત ઈંગ્લીશ મીડિયમ સ્કૂલનાં ટીચરની ફરિયાદઃ પતિને ફ્રેન્ડ્ની પત્નિઓ સાથે શરીર સંબંધ, પહેલી પત્નિ સાથે પણ શરીર સુખ માણે છે ને....
બોપલની પ્રતિષ્ઠિત અંગ્રેજી મીડિયમ સ્કૂલનાં ટીચરે પોતાના પતિને મિત્રોની પત્નિઓ સાથે શરીર સંબંધ હોવાના આક્ષેપ સાથે ફરિયાદ કરતાં ખળભળાટ મચ્યો છે. ટીચરે પતિ સામે ત્રાસ આપવાની પણ ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ : બોપલની પ્રતિષ્ઠિત અંગ્રેજી મીડિયમ સ્કૂલનાં ટીચરે પોતાના પતિને મિત્રોની પત્નિઓ સાથે શરીર સંબંધ હોવાના આક્ષેપ સાથે ફરિયાદ કરતાં ખળભળાટ મચ્યો છે. ટીચરે તેમના બીજા પતિ સામે ત્રાસ આપવાની પણ ફરિયાદ નોંધાવી છે. પતિ મર્યાદા મૂકીને પાર્ટીઓ કરે છે અને મિત્રોની પત્ની સાથે શરીર સંબંધો રાખીને વ્યભિચાર કરતો હોવાનો ગંભીર આક્ષેપ પણ ફરિયાદમાં કરાયો છે.
પ્રહલાદનગરમાં રહેતા અને બોપલની પ્રતિષ્ઠિત અંગ્રેજી મીડિયમ સ્કૂલનાં 41 વર્ષનાં શિક્ષિકાએ તેમના બીજા પતિ અને સસરા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, તેમણે પ્રથમ લગ્નથી 2012માં છૂટાછેડા લીધા ત્યારે એક પુત્ર હતો. એ પછી હાલના પતિ સાથે 2018માં લગ્ન કર્યા ત્યારે તેણે પોતાના પહેલા લગ્નથી થયેલા પુત્રને દિકરાની જેમ રાખવા ખાતરી આપી હતી. પતિના પણ પહેલા લગ્નથી ડિવોર્સ થયેલા હતા.
જો કે લગ્નના ત્રણ મહિના પછી પતિએ મારઝૂડ શરૂ કરી હતી. પોતાની દિકરીને મુદ્દે પતિએ તેને માર માર્યો હતો. ઓગષ્ટ-2018માં તેના દિકરાના ભરણપોષણ મુદ્દે માર માર્યો હતો. આ બાબતે પિયરમાં જાણ કરતાં પતિએ ફરી આવું નહીં કરવા ખાતરી આપી હતી. એ પછી પતિના પહેલા લગ્નથી થયેલી પુત્રીને જન્મદિવસે ગિફ્ટ આપી હોવા છતાં ટીચરના પુત્ર સાથે પતિ ખરાબ વર્તન કરતા હતા. 2019ની વાસી ઉત્તરાયણે પતિ સાથે બોલાચાલી થતાં સસરાએ થપ્પડ મારી હતી.
દરમિયાનમાં પતિ અને સસરાએ અલગ ફ્લેટ ખરીદ્યો હોવાની વાત છૂપાવી હતી. પતિ તેની પહેલી પત્ની સાથે શરીર સંબંધ રાખવા લાગ્યો હતો. પતિ વડોદરામાં તેના મિત્રને ત્યાં પાર્ટી કરતો તેમાં ટીચર જતા નહોતા. પતિને તેના મિત્રોની પત્ની સાથે પણ શરીર સંબંધો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. ફરિયાદમાં જણાવાયું છે કે, કોરોના થયો ત્યારે પતિ પત્ની અને પુત્ર પાસે સેવા કરાવતો હતો.
પતિએ એક વાર ટીચરનો ફોન ટોયલેટમાં ફેંકી દીધો હતો. આ મુદ્દે આનંદનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં પતિ ઘરેથી નીકળી ગયા હતા. 14 ડીસેમ્બરે ઘરે આવી પરિણીતાના 60000 રૂપિયા અને સામાન લઈ જતા રહ્યા હતા. શિક્ષિકા અને પુત્રને છોડી દેતાં તેમણે વેસ્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.