Crime: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, અમદાવાદી યુવકનું અપહરણ, હત્યા બાદ ડેડબોડી નદીમાં ફેંકી દીધી
અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા ડો. એમ. કે. ગજેરાના પુત્ર હિરેન ગજેરા (ઉં.વ 41) 2006માં અમેરિકા ગયા હતા. અમેરિકાના એમ્પાલમ શહેરમાં તેઓએ સાગના લાકડાનો બિઝનેસ શરૂ કર્યો હતો
Ahmedabad: અમેરિકામાંથી વધુ એકવાર ગુજરાતીઓ માટે મોતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકામાં વધુ એક ગુજરાતની હત્યા થઇ હોવાની વાત સામે આવી છે. અમદાવાદના યુવકની અમેરિકાના કોલંબિયામાં ત્રાસવાદીઓએ હત્યા કરી દીધી છે. અમદાવાદના હિરેન ગજેરા નામના યુવકની હત્યા કરાઇ છે, આ ઘટનામાં ત્રાસવાદીઓએ દ્વારા પહેલા હિરેનનું અપહરણ કરવામાં આવ્યુ અને બાદમાં ખંડણી માંગી હત્યા કરી દેવામાં આવી હતી. ત્રાસવાદીઓએ 1 લાખ યૂએસ ડૉલર અથવા 70 કિલો ડ્રગ્સની ખંડણી માંગી હતી. હિરેન ગજેરા 2006માં અમેરીકા ગયો હતો અને ત્યાં અમેરિકાના એમ્પાલમ શહેરમાં સાગના લાકડાનો બિઝનેસ કરી રહ્યો હતો.
ઘટના એવી છે કે, 3જી જૂને હિરેન ગજેરા મિત્રના પિતાની બર્થ ડે પાર્ટીમાં ગયો હતો. અને ત્યાંથી તે પરત ન હતો ફર્યો, કેમ કે પરત ફરતી વખતે દક્ષિણ અમેરિકાના એમ્પાલમે શહેરમાંથી જ હિરેન ગજેરાનું કોલંબિયન ત્રાસવાદીઓ અપહરણ કરી લીધુ હતુ. આ પછી તેની ખંડણી અને હત્યાના સમાચાર સામે આવ્યા હતા. અમેરિકામાં અમદાવાદી યુવકનું અપહરણ કર્યા બાદ કોલંબિયન ત્રાસવાદીઓએ હત્યા કરી નાખતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હિરેન ગજેરાની નિર્દયતાથી હત્યા બાદ ગજેરા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મહત્વનું છે કે, હિરેન ગજેરાના અપહરણ કર્યા બાદ ત્રાસવાદીઓએ 1 લાખ US ડૉલર અથવા 70 કિલો ડ્રગ્સની માંગણી કરી હતી.
ગયા વર્ષે ગયા હતા અમેરિકા
મળતી માહિતી અનુસાર, અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા ડો. એમ. કે. ગજેરાના પુત્ર હિરેન ગજેરા (ઉં.વ 41) 2006માં અમેરિકા ગયા હતા. અમેરિકાના એમ્પાલમ શહેરમાં તેઓએ સાગના લાકડાનો બિઝનેસ શરૂ કર્યો હતો. તેઓ સાગના લાકડાને એક્સપોર્ટ કરતા હતા. તેઓ વર્ષ 2014 સુધી અમેરિકા રહ્યા બાદ અમદાવાદ પરત આવ્યા હતા. જે બાદ તેઓ ગયા વર્ષે માર્ચ મહિનામાં ફરી અમેરિકા ગયા હતા. તેઓએ ક્યૂએન્કા શહેરમાં નવું ઘર પણ બનાવ્યું હતું.
કોલંબિયન ત્રાસવાદીઓએ કર્યું હતું અપહરણ
3જી જૂને હિરેન ગજેરા મિત્રના પિતાની બર્થ ડે પાર્ટીમાં ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે દક્ષિણ અમેરિકાના એમ્પાલમે શહેરમાંથી હિરેન ગજેરાનું કોલંબિયન ત્રાસવાદીઓ અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ ત્રાસવાદીઓએ 1 લાખ US ડૉલર અથવા 70 કિલો ડ્રગ્સની માંગ કરી હતી. થોડી રકઝક કર્યા બાદ ત્રાસવાદીઓ હિરેન ગજેરાને 20 હજાર US ડૉલરમાં છોડવા તૈયાર થયા હતા.
શરત માન્યા છતાં કરી નાખી હત્યા
ત્રાસવાદીઓએ રકમ હિરેન ગજેરાની પત્ની એકલી લઈને આવશે તેવી શરત મૂકી હતી. જે શરત તેમના પરિવારજનોએ માની લીધી હતી. છતાં ત્રાસવાદીઓએ હિરેન ગેજરાની હત્યા કરી નાખી અને તેમના મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો. આ ઘટના બાદ પરિવાર પર આભ ફાટી પડ્યું છે. હિરેન ગજેરાની હત્યા બાદ પરિવારમાં શોકનો મોજુ ફરી વળ્યું છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial
-