(Source: ECI/ABP News/ABP Majha)
ACBની સૌથી મોટી ટ્રેપઃ ક્લાસ-2 અધિકારી પાસેથી મળી આવ્યા રોકડા સવા બે કરોડ રૂપિયા
અમદાવાદ અને ગાંધીનગરની ACB ટીમે સંયુક્ત કામગીરી કરી હતી. સામાન્ય ટ્રેપ થયા બાદ આક્ષેપીત હોય છે તેમના ઘરમાં સર્ચ કરવામાં આવે છે. ટ્રેપમાં સવા 2 કરોડની રકમ મળી છે. ગાંધીનગરમાં 6/21 ગુન્હો દાખલ થયો છે.
અમદાવાદઃ ACBની સૌથી મોટી ટ્રેપ સામે આવી છે. અમદાવાદ અને ગાંધીનગરની ACB ટીમે સંયુક્ત કામગીરી કરી હતી. સામાન્ય ટ્રેપ થયા બાદ આક્ષેપીત હોય છે તેમના ઘરમાં સર્ચ કરવામાં આવે છે. ટ્રેપ કરતા સમયે સવા 2 કરોડની રકમ મળી છે. ગાંધીનગરમાં 6/21 ગુન્હો દાખલ થયો છે.
અમારી પાસે ફરિયાદ મળી હતી. કોન્ટ્રાકટ સાથે સંકળાયેલા હતા. આરોપી વિરુદ્ધ ફરિયાદીએ સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ સમી પાટણમાં બોયઝ હોસ્ટેલ માટે લાંચ માંગી હતી. અમે પાટણમાં પણ ટ્રેપ ગોઠવી હતી. રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગમાં કલાસ 2 અધિકારી છે, જે મુખ્ય આરોપી છે તેમનું નામ નિપુણ ચોકસી, વર્ગ 2 ના અધિકારી છે કે રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં કાર્યરત હતા. ફરિયાદી અને તેમના ભાઈ કોન્ટ્રાકટર છે જેમની પાસે સવા ટકાની લાંચ માંગી હતી, તેમ એસીબીના આશુતોષ પરમારે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, 17 જુલાઈએ અમદાવાદ એકમેં ટ્રેપ ગોઠવી હતી. નિપુણ ચોકસીના ઘેર સર્ચ કરવામાં આવી ત્યારે 4,12,000 ની રકમ મળી છે. ગાંધીનગર કો-ઓપરેટિવ બેન્કમાંથી 74,50,000 ની રકમ તેમના લોકરમાંથી મળી આવી છે. અન્ય બેન્ક એકાઉન્ટમાં ચેક કરતા 1 કરોડ જેટલી રકમ મળી હતી. કુલ સવા 2 કરોડની રકમનો મોટી ટ્રેપ કરવામાં આવી છે. કેનેરા બેંકમાં સોનાની જડતી લેવામાં આવી છે, જેની કિંમત સવા 2 લાખ જેટલી થવા પામી છે.
સાતમ-આઠમના તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં મોટો વધારો, જાણો કેટલો થયો વધારો?
રાજકોટઃ ફરી એકવાર દરેક તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. તેલીયા રાજા સ્ટોક કરવા લાગતા ભાવમાં ધરખમ વધારો થયો છે. સાતમ-આઠમના તહેવારો પૂર્વે તેલના ભાવમાં રૂપિયા 30 થી લઇને 150 રૂપિયા સુધીનો વધારો થયો છે.
સિંગતેલ ડબાના ભાવમાં 20 દિવસમાં 95 રૂપિયા તો કપાસિયા તેલના ભાવમાં 20 દિવસમાં 150 રૂપિયાનો ભાવ વધારો થયો છે.
સીંગતેલનો ડબ્બો ફરી 2465 અને કપાસિયા તેલનો ડબ્બો 2400 રૂપિયાએ પહોંચ્યો છે, તો પામોલીન, સરરિયુ, સનફલાવર, કોર્ન ઓઇલ અને કોપરેલના તેલના ભાવમાં પણ વધારો થયો છે. તેલમાં વધારા માટે અનેક કારણો જવાબદાર છે. ગત વર્ષ કરતા દરેક તેલના ભાવમાં 500 થી 700 રૂપિયાનો વધારો થયો છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં તેજી હોવાથી દરેક તેલના ભાવમાં વધારો થયો છે.