શોધખોળ કરો

અમદાવાદ ભાજપમાં ભડકો, અનામી લેટરમાં અમૂલ ભટ્ટ “લાળપાડુ” તો ધર્મેન્દ્ર શાહને “લંપટ સ્વામી” કહ્યા...

લેટરમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે ધર્મેન્દ્ર શાહ AMTS અને કચરાની ગાડીઓમાં કોન્ટ્રાક્ટ ધરાવે છે. થોડા દિવસ પહેલાં જ ધર્મેન્દ્ર શાહને અમદાવાદ મહાનગરપાલિકાના પ્રભારીપદેથી મુક્ત કરવામાં આવ્યા હતા.

Ahmedabad BJP: ગુજરાતના રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે કારણ કે અમદાવાદ શહેર ભાજપમાં મોટા વિવાદના સંકેત મળી રહ્યા છે. આ વિવાદનું કારણ એક અનામી લેટર છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ લેટરમાં પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ અને ધારાસભ્ય અમૂલ ભટ્ટ સહિત ચાર નેતાઓ વિરુદ્ધ આકરા શબ્દોમાં લખાણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને, પત્રિકામાં ધર્મેન્દ્ર શાહને "લંપટ સ્વામી" અને અમૂલ ભટ્ટને "લાળપાડુ" જેવા અપમાનજનક શબ્દોથી સંબોધવામાં આવ્યા છે.

લેટરમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે ધર્મેન્દ્ર શાહ AMTS અને કચરાની ગાડીઓમાં કોન્ટ્રાક્ટ ધરાવે છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં જ ધર્મેન્દ્ર શાહને અમદાવાદ મહાનગરપાલિકાના પ્રભારીપદેથી મુક્ત કરવામાં આવ્યા હતા.

આ મુદ્દે ભાજપના નેતા યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપતા કહ્યું, "જો કોઈ વ્યક્તિ સાચો હોય તો તેણે પોતાનું નામ સાથે અરજી કરવી જોઈએ. યોગ્ય તપાસ કરવામાં આવશે."

બીજી તરફ, કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ ઘટનાક્રમ પર ટિપ્પણી કરતા ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે.

આ ઘટનાએ અમદાવાદ શહેર ભાજપમાં આંતરિક વિખવાદની સ્થિતિ ઊભી કરી છે અને આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાવો લાવે તેવી શક્યતા છે.

ગુજરાતમાં 11 ઓગસ્ટથી ઘર હર તિરંગા અભિયાનની શરૂઆત થઇ ગઇ છે, 13 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ભાજપની તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું, અમિત શાહે તિરંગા યાત્રાનું ફ્લેગ ઓફ કરાવી ગુજરાતમાં શરૂઆત કરાવી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું, આ તિરંગા યાત્રા વિરાટનગર ફૂવારા સર્કલથી નિકોલ ખોડિયાર મંદિર સુધી નીકળી હતી. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયર પણ ઉપસ્થિત રહ્યાં હતા.

રાજ્યના ચાર મહાનગરોમાં તિરંગા યાત્રા યોજાશે. રાજકોટ, સુરત, વડોદરા બાદ આજે 13મી ઓગસ્ટે અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાની રેલી નીકળી હતી. આ રેલીમાં વિવિધ ટેબ્લો પ્રદર્શિત કરાશે. અમદાવાદ અને સુરતમાં પોલીસ, અર્ધલશ્કરી દળ અને સેનાના જવાનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.

આ પણ વાંચોઃ Jammu Kashmir elections 2024: જમ્મુ કાશ્મીરમાં 24 બેઠકો પર નહીં યોજાય ચૂંટણી, જાણો શા માટે 114 ને બદલે 90 સીટ પર જ ઇલેક્શન થશે

ટોપ સ્ટોરી

Ahmedabad: ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારુ બોટલમાં ભરી વેચાણ! પોલીસે 1 આરોપી ઝડપી લીધો
Ahmedabad: ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારુ બોટલમાં ભરી વેચાણ! પોલીસે 1 આરોપી ઝડપી લીધો
Gujarat Rain: અમદાવાદના નિકોલ, ઓઢવ-કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: અમદાવાદના નિકોલ, ઓઢવ-કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget