શોધખોળ કરો
Advertisement
ધોરણ-10નું પરિણામ જાહેરઃ જાણો અમદાવાદ શહેર અને ગ્રામ્યનું કેટલું આવ્યું પરિણામ?
અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્યનનું 66.07 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે અમદાવાદ શહેરનું 65.51 ટકા પરિણામ આવ્યું છે.
અમદાવાદઃ આજે ગુજરાત બોર્ડનું ધોરણ-10નું 60.64 ટકા પરિણામ આવ્યું છે. ગુજરાતમાં સુરત જિલ્લાનું સૌથી વધુ 74.66 % ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્યનનું 66.07 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે અમદાવાદ શહેરનું 65.51 ટકા પરિણામ આવ્યું છે.
છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં ત્રણ વર્ષમાં સૌથી ઓછું પરિણામ આવ્યું છે. અમદાવાદ ગ્રામ્યમાં વર્ષ 2018માં 70.77 ટકા અને વર્ષ 2019માં 70.24 ટકા પરિણામ આવ્યું હતું. આ વર્ષે 4 ટકા ઓછું 66.07 ટકા પરિણામ આવ્યું છે. આવી જ રીતે અમદાવાદ શહેરની વાત કરીએ તો વર્ષ 2018માં 72.42 ટકા અને વર્ષ 2019માં 72.45 ટકા પરિણામ આવ્યું હતું, જ્યારે આ વર્ષે અમદાવાદ શહેરમાં 7 ટકા ઓછું પરિણામ 65.51 ટકા આવ્યું છે. આમ, છેલ્લા ત્રણ વર્ષમાં પરિણામમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલું જ નહીં, અમદાવાદ શહેર કરતાં અમદાવાદ ગ્રામ્યનું પરિણામ વધુ આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement