અમદાવાદઃ કોરોનાનો ચેપ લાગ્યા પછી કયા કોર્પોરેટરની તબિયત લથડતા કરાયા હોસ્પિટલાઇઝ?
શહેરમાં બહેરામપુરના કોર્પોરેટર રફીક શેઠજીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને કોરોના થતાં તેઓ હોમ આઇસોલેટ થયા હતા. જોકે, ગઈ કાલે કાઉન્સીલરની તબીયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કોર્પોરેટર રફિક શેઠજીને એસવીપી હોસ્પિટલમાં એડમીટ કરાયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર મચાવ્યો છે. રાજ્યમાં અમદાવાદ(Ahmedabad)માં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ છે. ત્યારે ભાજપ(BJP) અને કોંગ્રેસ(Congress)ના નેતાઓ મોટી સંખ્યામાં કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે, ત્યારે શહેરના એક કોર્પોરેટરને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તબિયત લથડતા હોસ્પિટલાઇઝ કરવા પડ્યા છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, શહેરમાં બહેરામપુરના કોર્પોરેટર(Behrampura councilor) રફીક શેઠજી (Rafik Shethji)નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને કોરોના થતાં તેઓ હોમ આઇસોલેટ થયા હતા. જોકે, ગઈ કાલે કાઉન્સીલરની તબીયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કોર્પોરેટર રફિક શેઠજીને એસવીપી હોસ્પિટલ (SVP hospital)માં એડમીટ કરાયા છે.
સમગ્ર રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો ત્યારે ગુજરાત સરકારે કોરોનાને લઈને આકરા નિર્ણયો કર્યો છે. ગુજરાત સરકારે રાજ્યમાં તમામ સામાજિક ધાર્મિક મેળાવડા પર આગામી 30 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે હવે કોરોનાનો પ્રકોપ વધતા અમદાવદામાં આવેલ કાલુપુર સ્વામિનારાયણ મંદિર (Shree Swaminarayan Mandir Kalupur)તરફથી મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કાલુપુરનું સ્વામિનારાયણ મંદિર (kalupur swaminarayan mandir)આજથી અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં કોરોના બેકાબૂ બન્યો છે ત્યારે કાલુપુર સ્વામિનારાયણ મંદિરે આજથી જ મંદિર બંધ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ સ્વામિનારાયણ સંપ્રદાયના 23 મંદિરો પણ બંધ રહેશે. તો અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર (Shree Jagannathji Temple) ટ્રસ્ટ તરફથી પણ આવો નિર્ણય લેવાઈ શકે છે.
રાજ્યમાં એપ્રિલના છ દિવસમાં નવા કેસમાં પણ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા છ દિવસમાં રાજ્યમાં કોરોના (Coronavirus)ના નવા 17 હજાર 180 પોઝિટીવ કેસ નોંધાયા છે. મંગળવારે કોરોનાના નવા ત્રણ હજાર 280 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે 121 દિવસ બાદ કોરોનાની સારવાર દરમિયાન 17 દર્દીઓના મૃત્યુ નોંધાયા હતા.
આઠ મહાનગરોમાં નોંધાયેલા નવા કેસમાં અમદાવાદમાં 798, સુરતમાં 615, વડોદરામાં 218, રાજકોટમાં 321, જામનગરમાં 81, ભાવનગરમાં 65, જૂનાગઢમાં 21 અને ગાંધીનગરમાં નવા 38 કેસ નોંધાયા હતા. તો અમદાવાદ અને સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં વધુ સાત સાત દર્દીનો કોરોનાએ ભોગ લીધો હતો. જ્યારે વડોદરા શહેરમાં એક અને રાજકોટ શહેરમાં બે દર્દીના થયા મૃત્યુ હતા.
માત્ર છ દિવસમાં જ એક્ટિવ કેસની સંખ્યામાં ચાર હજાર 738 વધારો થયો છે. રાજ્યમાં 300થી વધુ એક્ટિવ કેસ ધરાવતા દસ જિલ્લામાં સુરતમાં ચાર હજાર 37, અમદાવાદમાં બે હજાર 940, વડોદરામાં બે હજાર 617, રાજકોટમાં એક હજાર 869 કેસ, ભાવનગરમાં 640, ગાંધીનગરમાં 506, જામનગરમાં 500, મહેસાણામાં 420, પાટણમાં 406, મહિસાગરમાં 334 એક્ટિવ કેસ છે. રાજ્યમાં હાલ 17 હજાર 348 લોકો છે સારવાર હેઠળ. જે પૈકી 171 લોકો છે વેંટીલેટર પર તો 17 હજાર 177 લોકોની સ્થિતિ છે સ્ટેબલ છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં 3 લાખ 24 હજાર 881 લોકો કોરોના (Coronavirus) સંક્રમિત થઈ ચૂક્યા છે. જે પૈકી 3 લાખ 2 હજાર 932 લોકો કોરોના સામેની જંગ જીતી ગયા છે. જ્યારે 4 હજાર 598 લોકોના મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 78 લાખ 85 હજાર 630 લોકોને રસી (Corona Vaccine) આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2 લાખ 75 હજાર 777 લોકોને અપાયો રસીનો પ્રથમ ડૉઝ, જ્યારે 29 હજાર 886 લોકોને અપાયો રસીનો બીજો ડૉઝ આપવામાં આવ્ય છે.