શોધખોળ કરો

Ahmedabad : શહેરમાં કોરોનાનો કાળો કેર, પાંચ જ દિવસમાં 36 લોકોના મોત

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદ શહેરમાં છે. અમદાવાદ (જિલ્લા)માં અત્યારે કોરોનાના એક્ટિવ કેસ 48,314 છે. તેમજ દૈનિક કેસો 5 હજારથી વધુ આવી રહ્યા છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદ શહેરમાં છે. અમદાવાદ (જિલ્લા)માં અત્યારે કોરોનાના એક્ટિવ કેસ 48,314 છે. તેમજ દૈનિક કેસો 5 હજારથી વધુ આવી રહ્યા છે. અમદાવાદમાં ગઈ કાલે એક જ દિવસમાં 9 લોકોના મોત નીપજ્યા હતા. તેના આગલા દિવસે એક જ દિવસમાં 10 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા. જ્યારે છેલ્લા 5 જ દિવસમાં 36 લોકોના મોત નીપજ્યા છે. 

ગુજરાતમાં અત્યારે કુલ 1,28,192 કેસો છે. અમદાવાદ પછી સૌથી વધુ એક્ટિવ કેસો વડોદરામાં  23,811 અને પછી સુરતમાં  15155 એક્ટિવ કેસો છે. અમદાવાદ શહેરમાં નવા 12 સ્થળો સાથે હવે 171 સ્થળ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. જુના 29 સ્થળ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા છે. દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમઝોનમાં સંક્રમણમાં વધારો યથાવત છે. દક્ષિણ પશ્ચિમઝોનમાં જોધપુર બોપલ અને સરખેજ વિસ્તારમાં સંક્રમણમાં વધારો થયો છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં બોપલ અને ઘાટલોડિયામાં સંક્રમણમાં વધારો થયો છે.

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 14,781 કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોનો આંકડો 1,28,192 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 309 લોકો વેન્ટીલેટર પર છે. 1,27,883 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 9,69,234 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10323 લોકોના મોત થયા છે. 

બીજી તરફ 20,829  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 9,69,234 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 87.50 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  21 મોત થયા. આજે 2,17,441 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 5248, વડોદરા કોર્પોરેશનમાં 2412, સુરત કોર્પોરેશનમાં 834,   રાજકોટ કોર્પોરેશનમાં 944, વડોદરામાં 604, ગાંધીનગર કોર્પોરેશનમાં 544, મહેસાણામાં 403, સુરતમાં 394, કચ્છમાં 312, રાજકોટમાં 291, આણંદમાં 245, ભાવનગર કોર્પોરેશનમાં 233, પાટણમાં 230, ગાંધીનગરમાં 202, જામનગર કોર્પોરેશનમાં 201, ખેડામાં 200, ભરૂચમાં 158, સાબરકાંઠામાં 142, બનાસકાંઠામાં, 136, નવસારીમાં 132, મોરબીમાં 125, વલસાડમાં 117, અમરેલીમાં 95, અમદાવાદમાં 77, સુરેન્દ્રનગરમાં 64, પંચમહાલમાં 63, જામનગરમાં 44, જૂનાગઢમાં 42, પોરબંદરમાં 42, દાહોદમાં 39, જૂનાગઢ કોર્પોરેશનમાં 38, દેવભૂમિ દ્વારકામાં 35, તાપીમાં 33, ગીર સોમનાથમાં 28, ભાવનગરમાં 26, ડાંગમાં 17, છોટા ઉદેપુરમાં 9, નર્મદામાં 8, અરવલ્લીમાં 7, મહીસાગરમાં 4, બોટાદમાં 3 નવા કેસ નોંધાયા હતા.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 1,28,192 કેસ છે. જે પૈકી 309  વેન્ટીલેટર પર છે, જ્યારે 1,27,883 નાગરિકો સ્ટેબલ છે. 9,69,234 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,323 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 21 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 9, વડોદરા  કોર્પોરેશનમાં 1,  સુરત કોર્પોરેશન 3, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરા 1, સુરત 2, જામનગર કોર્પોરેશનમાં એક, વલસાડમાં બે, અને જામનગરમાં એક દર્દીનું મોત થયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'તબાહી માટે તૈયાર રહેજો, મ્યાંનમાર જેવો ભયાનક ભૂકંપ ભારતમાં આવશે' - વિશેષજ્ઞોએ આપી ખતરાની ચેતવણી
'તબાહી માટે તૈયાર રહેજો, મ્યાંનમાર જેવો ભયાનક ભૂકંપ ભારતમાં આવશે' - વિશેષજ્ઞોએ આપી ખતરાની ચેતવણી
30 એપ્રિલ અગાઉ ખેડૂતો માટે આ કામ કરવું જરૂરી, નહીં તો અટકી જશે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો
30 એપ્રિલ અગાઉ ખેડૂતો માટે આ કામ કરવું જરૂરી, નહીં તો અટકી જશે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો
અમેરિકામાં ખતરામાં લાખો વિદ્યાર્થીઓના વિઝા, સોશિયલ મીડિયા પર એક ભૂલ તો રદ્દ કરશે સરકાર
અમેરિકામાં ખતરામાં લાખો વિદ્યાર્થીઓના વિઝા, સોશિયલ મીડિયા પર એક ભૂલ તો રદ્દ કરશે સરકાર
Jaat Movie Review: મસાલા એન્ટરટેઇનરમાં સની દેઓલે મચાવી ગદ્દર, રણદીપ હુડા-વિનીત સિંહ નીકળ્યા સૌથી ખૂંખાર વિલન
Jaat Movie Review: મસાલા એન્ટરટેઇનરમાં સની દેઓલે મચાવી ગદ્દર, રણદીપ હુડા-વિનીત સિંહ નીકળ્યા સૌથી ખૂંખાર વિલન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Godhara: નાયબ મામલતદાર અને પ્યુન એક લાખની લાંચ લેતા ઝડપાયા રંગે હાથે, ACBએ બન્નેને ઝડપ્યાBhavnagar: જૂની અદાવતમાં બબાલ, મકાનમાં ચાંપી દેવાઈ આગ Watch VideoSurat:રત્નકલાકારોને મારી નાંખવાના સૌથી મોટા કાવતરાનો પર્દાફાશ, ROમાં ઝેરી દવા ભેળવી દેવાઈRajkot Heatwave: ગરમીએ તોડ્યો 133 વર્ષ જૂનો રેકોર્ડ, નોંધાયું 45.2 ડિગ્રી તાપમાન Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તબાહી માટે તૈયાર રહેજો, મ્યાંનમાર જેવો ભયાનક ભૂકંપ ભારતમાં આવશે' - વિશેષજ્ઞોએ આપી ખતરાની ચેતવણી
'તબાહી માટે તૈયાર રહેજો, મ્યાંનમાર જેવો ભયાનક ભૂકંપ ભારતમાં આવશે' - વિશેષજ્ઞોએ આપી ખતરાની ચેતવણી
30 એપ્રિલ અગાઉ ખેડૂતો માટે આ કામ કરવું જરૂરી, નહીં તો અટકી જશે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો
30 એપ્રિલ અગાઉ ખેડૂતો માટે આ કામ કરવું જરૂરી, નહીં તો અટકી જશે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો
અમેરિકામાં ખતરામાં લાખો વિદ્યાર્થીઓના વિઝા, સોશિયલ મીડિયા પર એક ભૂલ તો રદ્દ કરશે સરકાર
અમેરિકામાં ખતરામાં લાખો વિદ્યાર્થીઓના વિઝા, સોશિયલ મીડિયા પર એક ભૂલ તો રદ્દ કરશે સરકાર
Jaat Movie Review: મસાલા એન્ટરટેઇનરમાં સની દેઓલે મચાવી ગદ્દર, રણદીપ હુડા-વિનીત સિંહ નીકળ્યા સૌથી ખૂંખાર વિલન
Jaat Movie Review: મસાલા એન્ટરટેઇનરમાં સની દેઓલે મચાવી ગદ્દર, રણદીપ હુડા-વિનીત સિંહ નીકળ્યા સૌથી ખૂંખાર વિલન
IPL માં ફરી સટ્ટાનું ભૂત ધુણ્યું, ચેન્નાઇ-પંજાબ મેચમાં સટ્ટો રમનારા બેને પોલીસે ઝડપ્યા
IPL માં ફરી સટ્ટાનું ભૂત ધુણ્યું, ચેન્નાઇ-પંજાબ મેચમાં સટ્ટો રમનારા બેને પોલીસે ઝડપ્યા
ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક, જૂની અદાવતમાં ત્રણ મકાનમાં લગાવી આગ
ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક, જૂની અદાવતમાં ત્રણ મકાનમાં લગાવી આગ
Cricket in Olympics: ઓલિમ્પિક્સમાં નહી રમે શકે આ દેશની ક્રિકેટ ટીમો, આટલી ટીમો જ લઇ શકશે ભાગ
Cricket in Olympics: ઓલિમ્પિક્સમાં નહી રમે શકે આ દેશની ક્રિકેટ ટીમો, આટલી ટીમો જ લઇ શકશે ભાગ
Weather: રાજકોટમાં 133 વર્ષમાં એપ્રિલમાં સૌથી ગરમ દિવસ નોંધાયો, બુધવારે પારો પહોંચ્યો 45 ડિગ્રીને પાર
Weather: રાજકોટમાં 133 વર્ષમાં એપ્રિલમાં સૌથી ગરમ દિવસ નોંધાયો, બુધવારે પારો પહોંચ્યો 45 ડિગ્રીને પાર
Embed widget