શોધખોળ કરો

Ahmedabad Corona Cases: ગુજરાતનું વુહાન બનવા જઈ રહ્યું છે આ મોટું શહેર, જાણો વિગત

Ahmedabad Corona Cases Update: એપ્રિલમાં આવેલી કોરોનાની બીજી લહેર શહેર માટે ઘાતક પૂરવાર થઈ છે. પહેલી લહેરમાં સૌથી વધુ રોજિંદા કેસ 21 નવેમ્બરે 354 હતા. જ્યારે બીજી લહેરમાં શનિવારે 5617 કેસ નોંધાયા હતા. જે પહેલી લહેરના દૈનિક હાઈએસ્ટ કેસ કરતાં 16 ગણા વધુ છે.

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ સતત (Ahmedabad Corona Cases) વધારો જોવા મળી રહ્યો છે.  સતત ત્રીજા દિવસે કોરોનાના પાંચ હજારથી વધારે નવા કેસ નોંધાયા હતા.  શનિવારે નવા ૫૬૧૭ કેસ અને ૨૫ લોકોના મોત સાથે અત્યાર સુધીમાં કુલ ૧૨૭૩૧૬ કેસ ગત વર્ષના માર્ચથી નોંધાઈ ગયા છે.આ વર્ષે પહેલી માર્ચથી ૨૩ માર્ચ સુધીમાં શહેરમાં કુલ ૪૨૦૨ કેસ નોંધાયા હતા.જયારે આ મહિનાની પહેલી તારીખથી ૨૪ એપ્રિલ સુધીમાં ૫૪,૦૯૧ કેસ નોંધાયા છે.સ્થિતિ કેટલી હદે ગંભીર બની રહી છે એ આ આંક બતાવી રહ્યા છે.

સતત ત્રીજા દિવસે 5 હજારથી વધુ કેસ

તારીખ

કેસ

મોત

24 એપ્રિલ

5617

25

23 એપ્રિલ

5411

21

22 એપ્રિલ

5142

23

કુલ

16170

69

એક્ટિવ કેસની સંખ્યા 40 હજાર નજીક

અમદાવાદ શહેરમાં શનિવારે નવા ૫૬૧૭ કેસ નોંધાતા શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧,૨૭,૩૧૬ કેસ નોંધાયા છે.કુલ ૧૫૮૫ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતાં અત્યાર સુધીમાં કુલ ૮૦૭૨૩ લોકો સાજા થયા છે.શનિવારે ૨૫ લોકોના મરણ થતાં અત્યાર સુધીમાં કુલ ૨૬૯૪ લોકોના સંક્રમિત થવાથી મરણ થવા પામ્યા છે.શહેરમા નવા કેસ વધવાની સાથે એકિટવ કેસની સંખ્યા પણ સતત વધી રહી છે.૨૦ એપ્રિલે એકિટવ કેસની સંખ્યા ૨૩૯૯૫ હતી.૨૧ એપ્રિલે એકિટવ કેસની સંખ્યા ૨૭૭૨૭ હતી.૨૨ એપ્રિલે એકિટવ કેસની સંખ્યા ૩૧૬૦૭ હતી.૨૩ એપ્રિલે એકિટવ કેસની સંખ્યા ૩૫૭૫૦ હતી.૨૪ એપ્રિલે એકિટવ કેસની સંખ્યા ૩૯૮૯૨ હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર યાદીમાંથી જાણવા મળ્યું છે.

કોરોનાની બીજી લહેર સૌથી વધુ ખતરનાક

 એપ્રિલમાં આવેલી કોરોનાની બીજી લહેર શહેર માટે ઘાતક પૂરવાર થઈ છે. પહેલી લહેરમાં સૌથી વધુ રોજિંદા કેસ 21 નવેમ્બરે 354 હતા. જ્યારે બીજી લહેરમાં શનિવારે 5617 કેસ નોંધાયા હતા. જે પહેલી લહેરના દૈનિક હાઈએસ્ટ કેસ કરતાં 16 ગણા વધુ છે.  છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ 25 દર્દીના મૃત્યુ પણ થયા હતા. શહેરમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયાને 13 મહિનાથી વધુ સમયમાં કુલ 1,27,708 કેસ આવ્યા છે. જેમાં એપ્રિલના 24 દિવસમાં 58,912 એટલે કે કુલ કેસના 46 ટકા આવ્યા છે. લાંબા સમય પછી વિવિધ હોસ્પિટલોમાંથી 1585 દર્દીને રજા અપાઈ હતી. આજે પણ શહેરમાં અંદાજે 40 હજાર એક્ટિવ કેસ છે. ખાનગી હોસ્પિટલોમાં 5 આઈસીયુ અને 5 વેન્ટિલેટર બેડ ખાલી છે. દરમિયાન આઈઆઈએમમાં મ્યુનિ. શનિવારે વધુ 104ના ટેસ્ટ કર્યા હતા. જેમાંથી 15 પોઝિટિવ આવ્યા હતા. સંસ્થામાં પોઝિટિવનો કુલ આંક 402 થયો છે.

રાજ્યમાં કોરોનાનો તરખાટ, દર કલાકે 587 કેસ અને 6 લોકોના મોત

Corona Vaccine: ભારતમાં ટૂંક સમયમાં આવશે નાકથી અપાતી રસી, જાણો કેવી રીતે કરશે કામ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી
Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 
ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Embed widget