શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં ફરી કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં થયેલા કુલ મોતના 50 ટકા નોંધાયા અમદાવાદમાં
અમદાવાદમાં આજે કોરોનાના 159 કેસ નોંધાયા હતા અને 151 લોકો ડિસ્ચાર્જ થયા હતા.
અમદાવાદઃ મેગા સિટી અમદાવાદ માટે ફરી માઠા સમાચાર આવી રહ્યા છે. આજે રાજ્યમાં ઘણા દિવસો પછી સુરત કરતાં અમદાવાદમાં કોરોનાના વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોવિડ-19ના નવા 975 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં હાલ 12,398 એક્ટિવ કેસ છે, જ્યારે 1,60,470 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 64 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,334લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,76,608 પર પહોંચી છે.
અમદાવાદમાં આજે કોરોનાના 159 કેસ નોંધાયા હતા અને 151 લોકો ડિસ્ચાર્જ થયા હતા. રાજ્યમાં આજે થયેલા કુલ છ મોતમાંથી ત્રણ અમદાવાદમાં થયા હતા, એટલે કે કુલ મોતના 50 ટકા માત્ર અમદાવાદમાં જ નોંધાયા હતા. જ્યારે સુરતમાં આજે 158 કેસ નોંધાયા હતા અને એટલા જ લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.
રાજ્યમાં આજે 51,572 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 62,62,122 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.86 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,03,927 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,03,184 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 113 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement