શોધખોળ કરો

Ahmedabad Coronavirus : માસ્કના દંડ મુદ્દે ઘર્ષણ થતાં યુવતીએ પોલીસને મારી દીધા લાફા, જાતે જ પોતાના કપડા ઉતાર્યા

એક્ટિવા લઈને નિકળેલી મહિલાએ જાતે જ પોતાના કપડા ઉતારી નાંખ્યા હતા. તેમજ દંડ માગનાર પોલીસ પાછળ દોડી લાફા મારી ફરાર થઈ હતી. સાબરમતી પોલીસ (Sabarmati Police) ફરજમા રૂકાવટ બદલ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. 

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ(Gujarat election)ની ચૂંટણી પછી કોરોનાએ માજા મૂકી છે, ત્યારે મહાનગરો સહિત સમગ્ર ગુજરાતમાં ફરીથી તંત્ર એલર્ટ થયું છે અને કોરોના ગાઇડલાઇન(Corona Guideline)ને લઈને કડકાઇ શરૂ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ(Ahmeabad) માસ્કના દંડ (Mask Penalty)ને લઈને પોલીસ(Ahmedabad Police) અને મહિલા વચ્ચે ઘર્ષણ થયું હતું. માસ્ક દંડ મુદ્દે ઉગ્ર બબાલ  થતાં મહિલાએ પોલીસને લાફા મારી દીધા હતા. 

એક્ટિવા લઈને નિકળેલી મહિલાએ જાતે જ પોતાના કપડા ઉતારી નાંખ્યા હતા. તેમજ દંડ માગનાર પોલીસ પાછળ દોડી લાફા મારી ફરાર થઈ હતી. સાબરમતી પોલીસ (Sabarmati Police) ફરજમા રૂકાવટ બદલ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. 

અમદાવાદ (Ahmedabad) IIMમાં કોરોના વિસ્ફોટ થયો છે. IIM કેંપસમાં 40 લોકો કોરોના (Corona Virus)ની ઝપેટમાં આવ્યા છે. જેમાં 38 વિદ્યાર્થી અને 2 પ્રોફેસર સામેલ છે. ચોંકાવનારી વાત તો એ છે કે, 5 વિદ્યાર્થીઓની બેદરકારીના કારણે IIMમાં કોરોના વિસ્ફોટ થયો છે. આ દાવો કર્યો છે આરોગ્ય અધિકારીએ. બન્યું એમ કે 12 માર્ચના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા 6 વિદ્યાર્થીઓ ગયા હતા. જેમાંથી 5 વિદ્યર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.

મહત્ત્વનું એ છે કે આ 5 વિદ્યાર્થીઓએ કોરોના પોઝિટિવ હોવાની વાત છુપાવી હતી અને કેન્પસમાં બિન્દાસ્ત રીતે ફરતા રહ્યા. એટલું જ નહીં તેમણે પરીક્ષા પણ આપી હતી. પાંચેય વિદ્યાર્થીઓએ રિપોર્ટમાં IIMના સ્થાને પોતાના વતનનું સરનામું લખાવ્યું હતું. બસ પછી આ 5 વિદ્યાર્થીઓની ગંભીર બેદરકારીને કારણે એક પછી એક આખા કેમ્પસમાં કુલ 40 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા. જેને લઈ IIM કેંપસમાં 10 થી વધુ ડોમને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.

એબીપી અસ્મિતાના અહેવાલ બાદ IIM અમદાવાદની પ્રતિક્રિયા આવી છે. IIMએ કોર્પોરેશને લગાવેલા આરોપોને ફગાવી દીધા છે અને એવો દાવો કર્યો કે કોરોના પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓએ પરીક્ષા જ નથી આપી. પોઝિટિવ રિપોર્ટ આવતા જ વિદ્યાર્થીઓને ક્વોરંટાઈન હોસ્ટેલમાં જવાની સૂચના આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને એક કલાકમાં હોસ્ટેલમાં ખસેડાયા અને ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી હોવાનો દાવો પણ IIM અમદાવાદ તરફથી કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 2190 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 6 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગઈકાલે રાજ્યમાં 1422 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  ગુરુવારે રાજ્યમાં 1961 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.

રાજ્યમાં અત્યાર સુધી 2,96, 320 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યાં છે. જેમાંથી 2,81,707 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 10 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 10134 પર પહોંચ્યા છે. જેમાંથી 83 લોકો વેન્ટિલેટર પર અને 10051 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.07 ટકા પર પહોંચ્યો છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 4,  અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1નાં મોત સાથે કુલ 6 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4479 લોકોના કોરોનાથી મોત થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 609, સુરત કોર્પોરેશનમાં 604, વડોદરા કોર્પોરેશનમાં 165 ,  રાજકોટ  કોર્પોરેશનમાં 139, સુરતમાં 136, પાટણમાં -45, ભાવનગર કોર્પોરેશન-32, મહિસાગર-25,  નર્મદા-25,  રાજકોટ-25, જામનગર-24, જામનગર કોર્પોરેશન-23, ગાંધીનગર કોર્પોરેશન-22, વડોદરા -22, અમરેલી-20, દાહોદમાં-20, કચ્છ-20, ખેડામાં-19, મહેસાણા-19, મોરબીમાં-19 ગાંધીનગર-18, સુરેન્દ્રનગર-17, આણંદ-15, સાબરકાંઠા-15, ભરુચ-13, પંચમહાલ-13, નવસારી-12 અને વલસાડમાં 10 કેસ નોંધાયા હતા.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 40,89,217  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,25,153 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં ગઈકાલે કુલ 2,29,051 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,11,864 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kankaria Carnival 2024 : કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ,  મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણયManmohan Singh Death : PM મોદી અને અમિત શાહે પૂર્વ PM મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિManmohan Singh passes away: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોકGujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
Fact Check: ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામે ફિલ્મની ક્લિપનો વીડિયો વાયરલ
Fact Check: ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામે ફિલ્મની ક્લિપનો વીડિયો વાયરલ
Embed widget