શોધખોળ કરો

અમદાવાદમાં 17 હજાર દુકાનધારકોને શું અપાઈ મોટી રાહત ? જાણો મોટો નિર્ણય

અમદાવાદમાં 15મી તારીખથી 17 હજાર જેટલી શાકભાજી , ફળ, દૂધ અને કરિયાણાની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

અમદાવાદઃ અમદાવાદમાં 15મી તારીખથી 17 હજાર જેટલી શાકભાજી , ફળ, દૂધ અને કરિયાણાની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશને આજે ખરીદીમાં પેમેન્ટને લઈને સ્પષ્ટતા કરી છે. સર્ક્યૂલરમાં જણાવાયું છે કે, માત્ર હોમ ડિલીવરી કરતી એજન્સીઓ માટે કેશલેસ પેમેન્ટ ફરજીયાત છે. કોર્પોરેશન 17 હજાર દુકાનો માટે 150થી વધુ ટીમો બનાવી ઓનલાઈન પેમેન્ટ એપ્લીકેશન ડાઉનલોડ કરાવાશે. સર્ક્યૂલરમાં જણાવાયું છે કે, 15મી તારીખથી ફેરિયાઓ શાકભાજી, ફળો, દૂધ, કરિયાણા વગેરની દુકાનોના માલિકો સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરીને નાણાકીય લેવડ-દેવડ માટે રોકડ વ્યવહાર કરી શકશે. જોકે, કોરોના વાયરસનું સંક્રમણ ચલણી નોટોના ઉપયોગ થકી પણ થતું હોવાની કેશલેસ પેમેન્ટ કરવું વધુ હિતાવહ છે. અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાની આગેવાનીમાં એએમસી કમિશનર સહિત ઉચ્ચ અધિકીરીઓ એક બેઠક મળી હતી. જેમાં આગામી દિવસોમાં લોકડાઉન ખુલ્લુ થયા પછી કયા પ્રકારના પગલાં લેવા તે અંગે મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો અને એક નવી ગાઈડલાઈન્સ બહાર પાડી હતી. અમદાવાદમાં સંક્રમણ ફેલાતું અટકાવવા માટે ગુજરાત સરકારે ખરીદી કરવા માટે ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપ્યું છે. ગુજરાત સરકારે લોકોને અપીલ કરી છે કે, તે કેશને બદલે યુપીઆઈ, એનઈએફટી, મોબાઈલ બેકિંગ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે. કરન્સી નોટથી વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે હોમ ડિલિવરી સહિતની બધી ખરીદી માટે ડીજીટલ માધ્યમને અપનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાતના એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ આ સંબંધમાં આદેશ બહાર પાડતા કહ્યું હતું કે, કરન્સી નોટ દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે હોમ ડિલિવરીમાં કેશલેસ પેમેન્ટ ફરજિયાત કરી દેવાયું છે. આ ચૂકવણી યુપીઆઈ સહિત અન્ય પ્લેટફોર્મ દ્વારા થશે. આ નિયમ 15 મેથી લાગુ થશે. એક સપ્તાહના ચુસ્ત લોકડાઉન બાદ 15 મેથી અમદાવાદમાં ગ્રોસરી શોપ ખુલ્લા કરવા આદેશ આપવામાં આવ્યો છે. જેમાં ડી માર્ટ, ઓશિયા માર્કેટ સિવાય ઝોમેટો અમે સ્વીગીના ડિલિવરી માટે આયોજન કરવામાં આવ્યું છે. શરૂઆતી તબક્કામાં ડીજીટલ પેમેન્ટમાં નાગરિકોને મુશ્કેલી પડી શકે છે જેના ભાગરૂપે ગ્રોસરી શોપના કર્મચારીઓને તાલીમ આપવાની કામગીરી કરવામાં આવશે. આ સિવાય રેડ ઝોનમાંથી આવતાં ઝોમેટો અને સ્વિગિના ડિલિવરી બોયને હાલ પરવાનગી આપવામાં આવશે નહીં. જો કે AMCના સૂત્રો અનુસાર, કોઈ પણ સ્ટોર પર સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરે તો તેની સામે કાર્યવાહી કરવા પણ AMCની તૈયારી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાંKutch News: કચ્છના પર્યટન સ્થળ માંડવી બીચ પર શાકભાજીની જેમ દારૂ વેચતા યુવકની ધરપકડJamnagar News: જામનગરના ડૉક્ટરે દર્દી ને આપી એવી ઓફર કે સો.મીડિયામાં થયા વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Embed widget