શોધખોળ કરો
Ahmedabad : કોંગ્રેસને હજુ 154 ઉમેદવારો જાહેર કરવાના બાકી, વિરોધના ડરથી શું લીધો નિર્ણય?
અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ દ્વારા તમામ ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વાર માત્ર 10 વોર્ડના 38 ઉમેદવાર જ જાહેર કરાયા છે. હજુ 154 ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. ત્યારે કોંગ્રેસે બાકી રહેલા ઉમેદવારોને મૌખિક સૂચના આપી છે.

(ફાઈલ તસવીર)
અમદાવાદઃ આગામી 21મી ફેબ્રુઆરીએ યોજાનારી અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ દ્વારા તમામ ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વાર માત્ર 10 વોર્ડના 38 ઉમેદવાર જ જાહેર કરાયા છે. હજુ 154 ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. ત્યારે કોંગ્રેસે બાકી રહેલા ઉમેદવારોને મૌખિક સૂચના આપી છે.
વિરોધના ગર્ભિત ભયથી કોંગ્રેસે ટેલિફોનિક સૂચના આપી છે. ફોર્મ ભરવાની તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના આપી છે. સાંજ સુધી મેન્ડેટ આપવામાં આવશે. કેટલાક વોર્ડના ઉમેદવારોને સરકારી કચેરીએ સીધું મેન્ડેટ અપાશે. મળતી વિગતો પ્રમાણે, ઉમેદવારોને લઈને કોંગ્રેસમાં શહેર પ્રમુખ અને ધારાસભ્યો વચ્ચે ડખો છે. MLA અને શહેર પ્રમુખના ડખાના કારણે ઉમેદવારો નક્કી નથી થતા.
ધારાસભ્યોના દબાણમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આવતી કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ ત્યારે કોંગ્રેસ પાર્ટીને અનેક વોર્ડમા ઉમેદવારો નકકી નથી થયા. ઉમેદવાર પસંદગી માટે કોંગ્રેસ મુજવણમાં છે. પહેલી યાદીમાં કોંગ્રેસ ૧૦ વોર્ડના ૩૮ ઉમેદવાર જાહેર કર્યા હતા. કોંગ્રેસને ૧૯૨ બેઠકમાંથી હજુ ૧૫૪ નામ જાહેર કરવાના બાકી છે. લાંભા , વટવા , બાપુનગર , સરસપુર , નિકોલ , ઇન્ડિયા કોલોની , મક્તમપુરા , દરિયાપુર , ચાંદખેડા , સરદાનગર , ખાડિયા , શાહિબાગ , રામોલ હાથિજણ , સૈજપુર વોર્ડમાં ઉમેદવાર મળતા નથી.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
દુનિયા
Advertisement