શોધખોળ કરો

Ahmedabad Crime: આડા સંબંધમાં હત્યા, પત્નીની સામે જ પતિએ તેના પ્રેમીની છરો મારીને કરી હત્યા

અમદાવાદમાં આડા સંબંધના કારણે હત્યાની ઘટના ઘટી છે, પતિએ પોતાની પત્નીના પ્રેમીને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો

Ahmedabad Crime: અમદાવાદમાં આડા સંબંધના કારણે હત્યાની ઘટના ઘટી છે, પતિએ પોતાની પત્નીના પ્રેમીને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો, આ મામલે હવે પોલીસ આગળની તપાસ શરૂ કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં રહેતા એક દંપતિ વિવાદમાં આવ્યુ છે. અહીં પતિને પોતાની પત્ની પર પરપુરુષ સાથે પ્રેમમાં હોવાની છેલ્લા કેટલાય સમયથી શંકા હતી, આ વાતને લઇને પતિની શંકા વધુ ઘેરી બની અને છેલ્લા બે દિવસથી તે પત્નીના પ્રેમી પર હુમલો કરવા માટે છરી લઇને ફરી રહ્યો હતો, જોકે, ગઇકાલે પતિને પોતાની પત્નીનો પ્રેમી અમદાવાદ ફૂલબજાર પાસે મળ્યો ત્યારે બન્ને વચ્ચે આ મામલે જોરદાર બોલાચાલી થઇ હતી. આ તકનો લાભ ઉઠાવીને પત્ની સામે જ પતિએ છરો કાઢીને પત્નીના પ્રેમી પર ઉપરાછાપરી હુમલો કરી દીધો હતો, આડા સંબંધની શંકામાં પત્નીના પ્રેમીને છરાના ઘા મારીને પતાવી દીધો હતો. 

વિધર્મી યુવકે વીડિયો કોલ કરી સગીરાના ઉતરાવ્યા કપડા, વીડિયો બનાવી શારીરિક સંબંધ બાંધવા કરી બ્લેકમેઇલ

સુરતમાંથી સગીરાને બ્લેકમેઈલ કરતો વિધર્મી યુવક ઝડપાયો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતમાં સગીરાનો બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપનાર વિધર્મી યુવક સાજીદ આસિફ અલી દૂધવાલાની ઉમરા પોલીસે ધરપકડ કરી હતી. આરોપી સાજીદ આસિફ અલી દૂધવાલાએ સગીરાને વીડિયો કોલ પર કપડા ઉતરાવ્યા હતા અને બાદમાં આ વીડિયોની મદદથી શારીરિક સંબંધ બાંધવા માટે સગીરાને બ્લેકમેઇલ કરતો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, કતારગામની ૧૬ વર્ષીય સગીરા શાળામાં રિસેસ દરમિયાન સિટીલાઇટના અજય કેફેની બહાર જતી હતી. દરમિયાન કેફેમાં બેસવા આવતા આરોપી સાજીદ આસિફ અલી સાથે તેની મિત્રતા થઇ હતી. બાદમાં વિધર્મી યુવકે સગીરાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી તેને પોતાની બહેનના ઘોડદોડ રોડ સ્થિત લઇ ગયો હતો. જ્યાં સગીરા સાથે શારીરિક અડપલા કરી તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

આરોપી યુવકે સગીરાને વીડિયો કોલ કરાવી કપડા ઉતરાવી તેનું રેકોડિંગ કરી લીધું હતું. બાદમાં આ વીડિયોની મદદથી આરોપી સગીરાને શરીર સંબંધ બાંધવા બ્લેકમેઇલ કરતો હતો. બાદમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શારીરિક સંબંધો બાંધવા બ્લેકમેઇલ કરતો હતો. આરોપી યુવકના પિતા કેબલના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

ગઇકાલે સુરતમાં નર્સ સાથે આર્મી જવાન અને તેના ભાઇએ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી હતી.  નર્સની ફરિયાદ મુજબ લગ્નની લાલચ આપી આર્મી જવાને શારિરીક શોષણ કર્યું હતું. આટલું જ નહિ આર્મી જવાને તેમના ફોટો વાયરલ કરીને બ્લેક મેઇલ કરવાની પણ ધમકી આપી હતી. નર્સની ફરિયાદ બાદ પોલીસે આર્મીમેનના ભાઈ વિપુલ રાઠવાની  ધરપકડ કરી છે. આરોપી આર્મીનો જવાન છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી છે.

તો બીજી તરફ સુરતમાં  શહેરમાંથી વધુ એક ચોંકાવનારી પ્રેમ પ્રકરણની ઘટના સામે આવી છે. અહીં એક પાડોશીએ એક યુવતીનો અશ્લીલ વીડિયો વાયરલ કરી દીધો છે. પ્રેમીએ પોતાની પ્રેમિકા પોતાની સાથે વાત નથી કરતી એમ કહીને આ વીડિયો વાયરલ કરી દીધો, જોકે, બાદમાં યુવતીના પરિવારજનોએ યુવક સામે પોલીસ ફરિયાદ કરી હતી.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવીBharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશેShankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થનBhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget