Ahmedabad: ઓઢવમાં પોલીસકર્મીની દીકરી સાથે દુષ્કર્મ, ઘરમાં અવરજવર કરતાં યુવાને લગ્નની લાલચ આપી ને પછી.......
અમદાવાદમાં પોલીસકર્મીની દીકરી સાથે દુષ્કર્મ આચરાયુ હોવાની ઘટના સામે આવી છે
Ahmedabad Crime News: અમદાવાદમાં પોલીસકર્મીની દીકરી સાથે દુષ્કર્મ આચરાયુ હોવાની ઘટના સામે આવી છે, શહેરના ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, લગ્નની લાલચ આપીને યુવાને પોલીસકર્મીની દીકરી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ, હાલમાં આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. માહિતી અનુસાર, અમદાવાદના ઓઢવમાં રહેતા એક પોલીસકર્મીની દીકરી જેની સગાઇ પંચમહાલના શહેરા ગામના યુવક સાથે થઇ હતી. સગાઇ બાદ એક યુવક યુવતી પર વારંવાર નજર નાંખતો અને ઘરમાં અવરજવર કરતો હતો. આ બધાની વચ્ચે યુવકને મોકો મળતાં જ પોલીસકર્મીની દીકરીને લગ્નની લાલચ આપીને સંકજામાં ફસાઇ હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. હાલમાં આ ઘટનાને લઇને ઓઢવ પોલીસ સ્ટેશનમાં પૉક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઇ છે.
સગીરાને ભગાડી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનારા નરાધમને કોર્ટ 20 વર્ષની સજા ફટકારી
અમરેલી જિલ્લાના ખાંભાના સમઢીયાળા ગામમાંથી અંદાજે ચાર વર્ષ પહેલા સગીરાને ભગાડી જઈ વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર આરોપીને ધારીની સ્પેશિયલ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. ખાંભા તાલુકાના સમઢીયાળા ગામની એક સગીરાને રાજુલાના કોવાયા ગામનો છોટુ અજયસિંહ માવાડા ઉંમર વર્ષ ૨૨, મૂળ વતન બડીખટાલી, તાલુકો જોબટ, જીલ્લો અલીરાજપુર - મધ્યપ્રદેશ લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો.
આ કેસ ધારીના સ્પેશિયલ પોક્સો જજ અને બીજા એડિશનલ સેશન્સ જજ એમ એન શેખ સમક્ષ ચાલી ગયો હતો. જેમાં અધિક જિલ્લા સરકારી વકીલ વિકાસભાઈ વડેરાએ આરોપીને સખતમાં સખત સજા કરવા માટે દલીલો રજૂ કરી હતી અને DNA ટેસ્ટ સહિતના મેડિકલ ટેસ્ટમાં સબળ પુરાવાઓ વકીલ તરફથી રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે 18 વર્ષની નીચેની સગીર કુમળી વયની કન્યાઓને ભગાડી જવાના ધારી ચલાલા બગસરા અને ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં કિસ્સા વધ્યા હોય અને 18 વર્ષની નીચેની સગીર કન્યાને ભગાડી જવાનું કે તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનો પ્રેમ સંબંધ હોવા છતાં કોઈને કોઈ પણ પ્રકારે અધિકાર મળી જતો નથી.
પ્રેમ સંબંધના નામે કાયદાની એસીતેસી કરવાના આ પ્રકારના ગુનાને ગંભીરતાથી લેવા જોઈએ તેમ જણાવી કોર્ટે આરોપીને પોકસો એક્ટની કલમ 6 અનવયે 20 વર્ષની સખત કેદ તથા 2 લાખ રૂપિયા દંડ અને દંડ ન ભરે તો વધુ 2 વર્ષની સાદી જેલની સજા ભોગવવા હુકમ કર્યો છે.
આ ઉપરાંત પોકસો એક્ટની કલમ 4 માં 10 વર્ષની સખત કેદ તથા 50,000/- રૂપિયાનો દંડ એમ કુલ 2.5 લાખનો દંડ કરેલ છે અને દંડ ન ભરે તો 1 વર્ષની સાદી કેદનો હુકમ કર્યો હતો. કોર્ટે ભોગ બનનારને વચગાળાના વળતર સહિત પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો.