Ahmedabad Crime News: દિયરે ભાભીનો વીડિયો રેકોર્ડ કરવા બાથરૂમમાં મુક્યો ફોન, ભાભીને પડી ખબર ને પછી.....
Ahmedabad News: મહિલાને ખબર પડી જતાં તેણે પરિવારને જાણ કરી હતી. તેમ છતાં તેની વાતને ગંભીરતાપૂર્વક લેવામાં આવી નહોતી.
Ahmedabad Crime News: અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દિયરે ભાભીનો વીડિયો રેકોર્ડ કરવા ફોન બાથરૂમમાં મૂક્યો હતો. જે અંગે મહિલાને ખબર પડી જતાં તેણે પરિવારને જાણ કરી હતી. તેમ છતાં તેની વાતને ગંભીરતાપૂર્વક લેવામાં આવી નહોતી. જેને લઈ સેટેલાઈટ પોલીસ મથકે સાસરિયાઓ અને સગીર દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદ સહિત રાજ્યમાં સાયબર ગઠિયા બાદ હવે સાયબર રોમિયોનો ત્રાસ વધતો જાય છે. ઇન્સ્ટાગ્રામ ઉપર યુવતી અને તેની સહેલીના ફોટા નીચે કોલગર્લ લખ્યા બાદ બિભત્સ ગાળો લખીને પોસ્ટ કરી હતી યુવતીને મિત્ર વર્તુળ દ્વારા જાણ થતાં યુવતીએ ઇસ્ટાગ્રામ આઇ.ડી. બોલ્ક કરી કરી દીધું હતું. બાદમાં અજાણી વ્યક્તિએ બીજી આઇડી બનાવીને ફરીથી આવી જ હરકતો કરી હતી. આ બનાવ અંગે સાઇબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ધારક સામે ફરિયાદ નોંધાવી છે કે યુવતી કોલેજમાં મિત્રો સાથે હાજર હતી ત્યારે તેની સહેલીએ જાણ કરી હતી કે અજાણ્યા ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ધારકે તેને લિન્ક મોકલી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી.
જે ખોલીને જોતા ફરિયાદી યુવતી અને તેની સહેલીના ફોટા મુકેલા હતા અને આ ઇન્ટાગ્રામ આઈના હાઇલાઇટ સ્ટોરીમાં મુકેલા હતા, એટલું જ નહી બન્ને યુવતીના ફાટો નીચે તેમના મોબાઇલ નંબર નીચે કોલ ગર્લ્સ તરીકે દર્શાવ્યું હતું. જેના કારણે લોકોના ફોન આવતા થઇ ગયા હતા. કોઇક અજાણી વ્યક્તિએ આ હરકત કરીને યુવતીને હેરાન પરેશાન કરી બાદનામ કરવાના ઇરાદે પોસ્ટ કરી હતી. આ બનાવ અંગે સાઇબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
અમદાવાદમાંથી વધુ એકવાર હવસનો પૂજારી શિક્ષક ઝડપાયો છે, શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં કરાટે શિક્ષકે ધોરણ પાંચમા ભણતી એક વિદ્યાર્થિનીને ન્યૂડ વીડિયો બતાવીને અડપલાં અને છેડતી કરવાનો પ્રયાસ કર્યો છે. આ વાતને લઇને વિદ્યાર્થિનીના વાલીએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો અને કરાટે શિક્ષક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી,એકલવ્ય સ્કૂલની આ પાંચમા ધોરણની વિદ્યાર્થિનીએ આ વાતની જાણ તેના ઘરે કરતાં વાલીએ સ્કૂલમાં જઇને હોબાળો મચાવ્યો હતો, અને વાલીએ તાત્કાલિક પગલાં ભરતાં કરાટે શિક્ષક વિરૂદ્ધ રામોલ પોલીસ મથકે શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે કરાટે શિક્ષકની ધરપકડ કરી લીધી હતી.