શોધખોળ કરો

Crime: પોલીસ દરોડામાં અમદાવાદમાંથી પકડાયુ નકલી દારુનું કારખાનું, 70 નંગ ડુપ્લિકેટ બૉટલો સાથે એકની ધરપકડ

ગુજરાતમાં સતત વધી રહેલા દારુના દુષણને રોકવા માટે પોલીસ એક્શન મૉડમાં છે, હાલમાં જ માહિતી મળી છે કે, અમદાવાદમાંથી વધુ એક મોટુ દારુનુ કારખાનું પીસીબી ટીમે ઝડપી પાડ્યુ છે

Ahmedabad Crime News: ગુજરાતમાં સતત વધી રહેલા દારુના દુષણને રોકવા માટે પોલીસ એક્શન મૉડમાં છે, હાલમાં જ માહિતી મળી છે કે, અમદાવાદમાંથી વધુ એક મોટુ દારુનુ કારખાનું પીસીબી ટીમે ઝડપી પાડ્યુ છે. પીસીબીની ટીમે બાતમીના આધારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, જ્યાં પીસીબી ટીમને મોતીબાગની ચાલીમાં રહેતા અસરફી લાલ સરોજ નામના શખ્સને નકલી દારુ બનાવતા ઝડપી પાડ્યો હતો, તેને અહીં નકલી દારુનુ કારખાનું ઉભુ કર્યુ હતુ, અને દારુ બનાવી રહ્યો હતો. આ દરોડાની કાર્યવાહીમાં બનાવટી દારુની 147 બૉટલો અને બિયરની બૉટલો કબજે કરાઇ છે, બનાવટી દારુના આ કારખાનામાંથી 70 નંગ ડુપ્લિકેટ બૉટલોના બૂચ અને બ્રાન્ડેડ સ્ટીકર પણ પોલીસે કબજે કર્યા છે, અહીંથી 88 હજારથી વધુના મુદ્દામાલ સાથે પીસીબીની ટીમે એક આરોપીની પણ ધરપકડ કરી છે, જોકે, બે આરોપીઓ હજુ પણ વૉન્ટેડ છે.

વ્યાજખોરોએ હદ વટાવી, ઉઘરાણી ના મળતા 14 વર્ષીય તરુણી પર બે-બે વાર દુષ્કર્મ આચર્યુ

ગુજરાતમાં વધુ એકવાર વ્યાજખોરોના ત્રાસની ઘટના સામે આવી છે, રાજકોટમાં વ્યાજખોરોએ પૈસાની ઉઘરાણીની સાથે સાથે હવે દુષ્કર્મની પણ ઘટનાને અંજામ આપ્યો છે. રાજકોટમાં વ્યાજખોરોએ હદ વટાવતા 14 વર્ષીય તરુણી પર એક નહીં પરંતુ બે-બે વાર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે પાંચ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે, જેમાથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા પણ આ વ્યાજખોરો દ્વારા 17 વર્ષીય દીકરીની છેડતી કરી હતી, અને પરિવારના સભ્યોનું અપહરણ પણ કર્યુ હોવાનું સામે આવ્યું છે. 

મળતી માહિતી પ્રમાણે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં 14 વર્ષીય તરુણી પર વ્યાજખોરો દ્વારા બે વાર દુષ્કર્મ આચવામાં આવ્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. ક્રાઇમ બ્રાન્ચે ત્રણ લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ઘટના એવી છે કે, રાજકોટમાં વ્યાજખોરોઓ એક પરિવારને એક લાખ રૂપિયાની કડક ઉઘરાણી ચાલુ કરી હતી, વ્યાજખોરો દ્વારા આ પરિવારના ચાર સભ્યોનું અપહરણ કરવામાં આવ્યુ હતુ, અને બાદમાં 14 વર્ષીય તરુણી પર બે વાર દુષ્કર્મ આચર્યુ હતુ. આ વ્યાજખોરોઓ એક લાખ રૂપિયાની ખોટી ઉઘરાણી કરી હતી અને આ ઘટનામાં વ્યાજખોરોએ પોલીસ ફરિયાદનો ખાર રાખી 14 વર્ષીય તરુણી પર તેના પરિવારજનો સામે બે વખત દુષ્કર્મ આચર્યુ હતુ, એટલું જ નહીં વ્યાજે લીધેલા પૈસા ચૂકવી દીધા હોવા છતાં પણ વ્યાજખોરો વધુ એક લાખ ચૂકવવા દબાણ પીડિત પરિવાર પર દબાણ કરતાં હતા. 

જ્યારે વ્યાજખોરો વધારાના રૂપિયાની ઉઘરાણી કરવા પીડિત પરિવારના ઘરે જતા હતા તે સમયે પહેલા પણ 17 વર્ષીય દીકરીની છેડતી કરી હતી, આ ઘટનામાં આ પહેલા આ 17 વર્ષીય દીકરીની છેડતી થઇ અને આ દીકરીએ પોલીસ કમિશનર કચેરીમાં દવા પી આપાઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. વ્યાજખોરોનો ત્રાસ એટલો વધી ગયો હતો કે, 17 વર્ષીય દીકરીની છેડતી અને આપઘાતના પ્રયાસવાળી ફરિયાદ પાછી ખેંચવા વારંવાર પરિવાર પર દબાણ કરતા હતા. ફરિયાદ પાછી ના ખેંચતા વ્યાજખોરોઓ પીડિત પરિવારના ચાર સભ્યોના અપહરણ કર્યા હતા, બાદમાં 14 વર્ષીય તરુણી પર બે વખત દુષ્કર્મ આચર્યુ હતુ. 

આ સમગ્ર ઘટના બાદ પોલીસે આ બનાવમાં આરોપી હકુભા ખીયાની તેની પત્ની ખતુબેન, પુત્ર એઝાદ, પુત્રવધૂ સોનીબેન એઝાદ ખિયાની અને અન્ય એક અજાણ્યા શખ્સ સહિત કુલ પાંચ વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી. આઇપીસીની કલમ ૩૭૬(૨) અને (૩), ૩૬૩, ૩૬૫, ૫૦૪, ૫૦૬, ૩૨૩, ૧૧૪, પોકસો એક્ટની કલમ-૬, એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, હાલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારે 27 તાલુકા વિકાસ અધિકારોની બદલી કરી, જાણો કોને ક્યાં મુકાયા
ગુજરાત સરકારે 27 તાલુકા વિકાસ અધિકારોની બદલી કરી, જાણો કોને ક્યાં મુકાયા
'તમારા સપના ખૂબ મોટા...' એક વર્ષના લગ્ન અને પત્નીએ એલિમનીમાં માંગ્યા 5 કરોડ, સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
'તમારા સપના ખૂબ મોટા...' એક વર્ષના લગ્ન અને પત્નીએ એલિમનીમાં માંગ્યા 5 કરોડ, સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
નવરાત્રીમાં જ અનેક મંત્રીઓના ખેલ પડી જશે? મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના ટૂંકા પ્રવાસે
નવરાત્રીમાં જ અનેક મંત્રીઓના ખેલ પડી જશે? મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના ટૂંકા પ્રવાસે
અમેરિકાની મુશ્કેલી ચીન માટે તક: ટ્રમ્પએ H-1B વિઝા ફી વધારી, તો ચીને 'K વિઝા' સર્વિસ શરૂ કરી
અમેરિકાની મુશ્કેલી ચીન માટે તક: ટ્રમ્પએ H-1B વિઝા ફી વધારી, તો ચીને 'K વિઝા' સર્વિસ શરૂ કરી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સાબિત થઈ પનીરમાં મિલાવટ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસકર્મીઓએ કર્યો તોડ?
Gujarat Rain Data : આજે 15 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ વાપીમાં 1 ઇંચ વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'પુરુષપ્રધાન' માનસિકતા કેમ?
Rajkot BJP : રાજકોટ ભાજપમાં જૂથવાદને લઈ મોટા સમાચાર , બેઠક બાદ નેતાઓએ શું કહ્યું?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારે 27 તાલુકા વિકાસ અધિકારોની બદલી કરી, જાણો કોને ક્યાં મુકાયા
ગુજરાત સરકારે 27 તાલુકા વિકાસ અધિકારોની બદલી કરી, જાણો કોને ક્યાં મુકાયા
'તમારા સપના ખૂબ મોટા...' એક વર્ષના લગ્ન અને પત્નીએ એલિમનીમાં માંગ્યા 5 કરોડ, સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
'તમારા સપના ખૂબ મોટા...' એક વર્ષના લગ્ન અને પત્નીએ એલિમનીમાં માંગ્યા 5 કરોડ, સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
નવરાત્રીમાં જ અનેક મંત્રીઓના ખેલ પડી જશે? મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના ટૂંકા પ્રવાસે
નવરાત્રીમાં જ અનેક મંત્રીઓના ખેલ પડી જશે? મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના ટૂંકા પ્રવાસે
અમેરિકાની મુશ્કેલી ચીન માટે તક: ટ્રમ્પએ H-1B વિઝા ફી વધારી, તો ચીને 'K વિઝા' સર્વિસ શરૂ કરી
અમેરિકાની મુશ્કેલી ચીન માટે તક: ટ્રમ્પએ H-1B વિઝા ફી વધારી, તો ચીને 'K વિઝા' સર્વિસ શરૂ કરી
ભાજપ કાર્યકર્તા ભારત-પાક મેચ જોઈ શકે એટલે પીએમ મોદીએ 8ને બદલે 5 વાગે કર્યું સંબોધનઃ સંજય રાઉતનો કટાક્ષ
ભાજપ કાર્યકર્તા ભારત-પાક મેચ જોઈ શકે એટલે પીએમ મોદીએ 8ને બદલે 5 વાગે કર્યું સંબોધનઃ સંજય રાઉતનો કટાક્ષ
ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારની નવી યોજના, થશે ₹૧૦ લાખ સુધીનો ફાયદો
ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારની નવી યોજના, થશે ₹૧૦ લાખ સુધીનો ફાયદો
નવરાત્રી પર મોદી સરકારે આપી વધુ એક મોટી ભેટ, 25 લાખ લોકોને મળશે મફત LPG કનેક્શન
નવરાત્રી પર મોદી સરકારે આપી વધુ એક મોટી ભેટ, 25 લાખ લોકોને મળશે મફત LPG કનેક્શન
LPG Price Today: આજથી GST 2.0 લાગુ, શું LPG સિલિન્ડરના ભાવ પણ ઘટ્યા? જાણો કેટલો લાગે છે જીએસટી
LPG Price Today: આજથી GST 2.0 લાગુ, શું LPG સિલિન્ડરના ભાવ પણ ઘટ્યા? જાણો કેટલો લાગે છે જીએસટી
Embed widget